પોલીસ સ્ટેશનમાં પડેલો ૯૫૦ બોટલ દારૂનો પોલીસે ‘વેપલો’ કર્યો સરકારી ગોડાઉનમાંથી બે લાખ બોટલ દારૂ પગ કરી ગયો!

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના સંક્રમણને રોકવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ લોકડાઉન દરમ્યાન જીવન જરૂ રી સિવાય તમામ ધંધા વ્યવસાયોને બંધ કરાવવામાં આવ્યા છે. જેમાં જયાં દારૂ  પીવાની છૂટ છે. તેવા રાજયોમાં વિદેશી દારૂ નું વેચાણ કરતી સરકારી દારૂ ની દુકાનો પણ બંધ કરવામાં આવી છે. લોકડાઉનના ૪૦ દિવસ સુધી દારૂ ની દુકાનો બંધ રહેતા દારૂ ના શોખીન પ્યાસીઓની હાલત કફોડી થવા પામી હતી. લોકડાઉનમાં દારૂ  ન મળતા દારૂ ડીયાની પ્યાસ બુઝાવવાની રઘવાટમાં ઉચી કિંમતે બે નંબરી દારૂ ની ખરીદી કરવા લાગ્યા હતા જેથી આ બેનંબરી દારૂ ની સપ્લાય પૂરી પાડવા સરકારી ગોડાઉન અને પોલીસ સ્ટેશનમાંથી દારૂ ની બોટલો ગુમ થઈ જવાના બનાવો સામે આવ્યા છે. આ બનાવોએ પૂરવાર કર્યું છે કે દારૂ ડીયા દારૂ ને શું પીશે? તંત્રએ જ પ્યાસ બુઝાવી લીધી !!! આ અંગેના પ્રથમ બનાવમાં હરિયાણાના સોનીપત જીલ્લાનાં સરકારી ગોડાઉનમાંથી બે લાખ દારૂ ની બોટલ ગાયબ થઈ જવા પામી છે. આ બનાવમાં હરીયાણા સરકારે ૩ સભ્યોની સીટની રચના કરી તપાસ સોંપવાની ફરજ પડી છે. આ અંગે હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે જણાવ્યું હતુ કે આ અંગે ગુન્હો નોંધવામાં આવ્યો છે. ગોડાઉનના વેર હાઉસમાં આ ચોરી થઈ હોવાનું જણાવી ડીજીપીએ ગત ૫મી મેના રોજ પોતાની જાણ કરી હતી આ ગંભીર બાબત છે. અને આવી ઘટનાઓ ફરજ પરના સ્ટાફ કર્મચારીઓની સાંઠગાંઠ સિવાય શકય નથી. મે ફોજદારી રાહે પગલા લેવાનો આદેશ આપ્યો છે. ૫મીમે સુધી લોકડાઉન દરમિયાન રાજયમાં દારૂ નું વેચાણ બંધ હતુ. છઠી મેથી હરિયાણામાં દારૂ વેચવાનું શરૂ કર્યું હતુ. આ મોટી ચોરીની તપાસ માટે ૩ સભ્યોની સીટમાં એક આઈપીએસ અધિકારી એડી. ડીજીપી અને એકસાઈઝ વિભાગના વરિષ્ઠ અધિકારીને નિમવામાં આવ્યા છે. આ સમિતિને ૨૦ દિવસમાં અહેવાલ આપવા જણાવાયું છે.

જયારે બીજા એક બનાવમાં મધ્યપ્રદેશનાં ભીડપોલીસ મથકમાં જપ્ત કરાયેલી ૯૫૦ દારૂ ની બોટલ લોકડાઉન દરમિયાન ક્ટ્રોલ રૂ મમાંથી ગાયબ થઈ જતા ફરજ પરનાં બેજવાબદાર બે પોલીસ કર્મચારીઓને બુધવારે તાકીદની અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. ભીડ પોલીસ મથકની આ ઘટના અંગે એસપી નાગેન્દ્રસિંગે જણાવ્યું હતુ કે મિહોલા પોલીસ મથકના સ્ટ્રોગરૂ મમાંથી દારૂ  ગુમની તપાસમાં આ દારૂ  નજીકની દારૂ ની દુકાનમાંથી વેચાય ગયો હોવાનું બહાર આવ્યું છે.

હું મંગળવારે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન પોલીસ સ્ટેશને ગયો હતો જયાં મે ૯૫૦ બોટલોનો સ્ટોક ચેક કર્યો હતો. જેમાં આ દારૂ  ગાયબ થયો હોવાનું બાર આવતા મેં તાત્કાલીક પોલીસમથકના ઈન્ચાર્જ અમરસિંગ શિકરવાલ અને રમેશ બનસલને સસ્પેન્ડ કરી દીધા હતા. અને તપાસ એસડીઓને સોંપવામાં આવી છે. તેમ નાગેન્દ્રસિંગ જણાવીને ઉમેર્યું હતુ કે ૩૪૦૦ જેટલી ભારતીય બનાવટની વિદેશી શરબાની બોટલો પોલીસ મથકમાં છેલ્લા બે વર્ષ દરમિયાન પકડવામાં આવી હતી જેમાંથી ૨૨૦૦ બોટલ કોર્ટમાં જમા કરાવી દીધી હતી જયારે ૧૨૦૦ બોટલ પોલીસ મથકમાં હતી જેમાંથી મને માત્ર ૩૫૦ બોટલ દેખાઈ હતી.

પોલીસ મથકનો ચોપડે સ્ટોક ૧૨૦૦ બોટલ બોલે છે. અત્યારે લોકડાઉનના સમયમાં દારૂ ના રસીયાઓ ચાર ગણા પૈસા દઈને દારૂ ની બોટલો ખરીદે છે. મધ્યપ્રદેશ સહિત દેશભરમાં લોકડાઉન દરમિયાન સરકરી દારૂ ની દુકાનો બંધ રહેવાને કારણે દારૂ નું વેચાણ મોંઘશ ભાવે થઈ રહ્યું છે. ત્યારે પોલીસ મથકમાંથી જ ૯૫૦ બાટલીઓ ગાયબ થયાના આ બનાવે ભળભળાટ મચાવ્યો છે.

  • બાકી હતું તો હવે ધર્મસ્થાનો દ્વારા દારૂ ના વેચાણની ગોઠવણ!

સમગ્ર દેશમાં લોકડાઉન દરમિયાન બંધ રહેલી દારૂ ની દુકાનો છુટછાટની સાથે જ ખોલવામાં આવતા ખરીદનારોની ભીડ ઉમટી પડી છે. તેવા સંજોગોમાં પંજાબના મુખતસાર તંત્ર દ્વારા ધર્મ સ્થળોમાં લાઉડ સ્પીકરો ઉપર શરાબની હોમ ડીલીવરીની વ્યવસ્થા અંગે સુચના જારી કરવામાં આવતાં આ પગલાને ધર્મના મુળભુત સંસ્કારો વિરુઘ્ધ ગણાવીને વિરોધપક્ષ અકાલી દળે તેનો વિરોધ નોંધાવ્યો છે. દારૂ ની દુકાનો ખુલતાની સાથે જ ભીડ ઉમટી પડતા મુખતસર પ્રશાશન દ્વારા

લોકોને સંયમ રાખવા અને શરાબની ડીલેવરી ઘર બેઠા મળી જશે તેમ ધર્મસ્થળોના લાઉડ સ્પીકરો પરથી સુચના પ્રસારિત કરવાના આદેશોને વિપક્ષએ વખોડીને ધર્મના મુળભૂત સંસ્કારો વિરુઘ્ધનું હોવાનું જણાવતાં મોડી સાંજે પ્રશાસને પોતાની ભૂલ સ્વીકારીને આ આદેશ પાછો ખેંચ્યો હતો.

પંજાબના મુખતસર જીલ્લાના ડેપ્યુટી કમીશનરે જારી કરેલા આ આદેશ અંગે અકાલી દળના પ્રવકતા દલજીતસિંગ ચીમાએ જણાવ્યું હતું કે સરકારે તાત્કાલીક આ હુકમ પાછો ખેંચી તેની તપાસ કરી જવાબદાર સામે પગલાં લેવા જોઇએ. મુખતસર સાહેબ શીખ ધાર્મિક કવારિખમાં મહત્વનું સ્થળ છે ચીમાએ જણાવ્યું હતું કે સરકારનો આ આદેશ મહેસુલની આવકની ભુખ સંતોષવા જેવો છે. સાંજે ડેપ્યુટી કમીશનર અરવિંદ કુમારે આ ભુલ બદલ માફી માંગી હતી ને જણાવ્યું હતું કે એક હુકમ પાસ કરીને લોકોને લાઉડસ્પીકરના માઘ્યમથી ગ્રામ્ય ગુરૂ દ્વારાઓને સુચિત કરવાના જે આદેશ કર્યા હતા. તે સુધારી લેશું. દારૂ ની દુકાનો પર ભીડ ઓછી કરવા માટે પંજાબ સરકારે લોકોને ઘર બેઠા દારૂ  પહોંચાડી મહેસુલી આવક અને ખાસ કરીને શરાબની દુકાનો પર દિલ્હી, બંગાળ અને મુંબઇમાં જે ભીડ જોઇ હતી તે જોઇને પંજાબમાં હોમ ડીલીવરીની વ્યવસ્થાનું નકકી કર્યુ હતું. સરકારે એક પરિવાર દીઠ માત્ર બે લીટર દારૂ  આપવાનું નકકી કર્યુ ગુરૂ વારથી દારૂ નું આ વેચાણ અને હોમ ડીલીવરી કરવાનો આ નિર્ણય રાજયના એકસાઇઝ અને ટેકસ વિભાગે લીધો હતો. કફર્યુમા છુટછાટ દરમિયાન ૯ થી ૧ સુધી દારૂ ની દુકાનો ખુલ્લી રહેશે આ દરમિયાન એકસાઇઝ અને ટેક્ષેસન કમીશ્નરના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કમીશનર દ્વારા વ્યવસ્થા ગોઠવવાનું નકકી કરવામાં આવ્યું હતું.

  • દારૂ ડીયાઓને ઘર બેઠા જ દારૂ પીરસાશે!

કેન્દ્ર સરકારે લોકડાઉનમાં દેશભરમાં બંધ રખાયેલી દારૂ ની સરકારી દુકાનોને તાજેતરમાં ખોલવવાની મંજુરી આપી છે. જેથી, દેશભરમાં આવેલી સરકારી દારૂ ની દુકાનો પર દારૂ  ખરીદવા પ્યાસીઓની પડા પડી પછી થઇ રહી છે. દારૂ ની દુકાનો પર આખો દિવસ લાંબી લાઇનો લાગતી હોય તેમાં સોશ્યલ ડીર્સ્ટન જળવાતું ન હોય કોરોનાનું સંક્રમણ ફેલાવવાની શકયતા વધી જવા પામી છે. જેથી આ સમસ્યાના નિરાકરણ માટે અત્યાર સુધી ફુડની હોમ ડીલેવરી કરતી કંપની ઝોમેટોએ વિદેશી દારૂ ની હોમ ડીલેવરી કરવા તૈયારી શરૂ  કરી છે. લોકડાઉનમાં રેસ્ટોરન્ટો અને હોટલો બંધ હોવાથી ઝોમેટો જેવી કં૫નીએ ફુડની હોમ ડીલેવરી

કરી શકતી નથી. જેથી, કંપનીઓએ પોતાના ધંધાને નુકશાનમાંથી ઉગારવા લોકડાઉન દરમ્યાન કરીયાણાની હોમ ડીલેવરી શરુ કરી હતી. લોકડાઉન-૩માં દારૂ નું વેંચાણ કરતી સરકારી દુકાનો ખુલતા અને દારૂખરીદવા પ્યાસીઓની પડાપડી થતા ઝોમેટોએ વિદેશી દારૂ ની  હોમ ડીલેવરી કરવા પર વિચાર શરુ કર્યો છે. જો કે ભારતમાં વર્તમાનમાં દારૂ ની હોમ ડીલેવરી કરવાનો કાયદો નથી. જેથી, ઇન્ટરનેશનલ સ્પિરિરલ એન્ડ વાઇન એસોસીએશન ઓફ ઇન્ડીયા  સાથે કંપનીએ મસલબ કરીને દારૂ ની હોમ ડીલેવરી કરવાની સરકાર છુટછાટ આપે તેવા પ્રયાસો હાથ ધર્યા છે. ઝોમેટોના સીઇઓ મોહિત ગુપ્તાએ આ અંગે જણાવ્યું  હતું કે વિદેશી દારૂ ના ટેકનોલોજી આધારિત હોમ ડીલેવરીની દારૂ ના યોગ્ય વપરાશને મજબુત બનાવ તે સામે એવા વિસ્તારોમાં દારૂ ની હોમ ડીલેવરી કરીશું જયાં કોરોનાના કેસોની સંખ્યા નહિવત હોય, આ અંગે ઇન્ટરનેશન સ્પિરિટસ એન્ડ વાઇસ એસોસીએશન ઓફ ઇન્ડીયાના ચેરમેન અમરિતકિરણ સિંગ જણાવ્યું હતું કે દારૂ ની હોમ ડીલેવરીથી કોરોજા ફેલાવવાની સંભાવના પણ ઘટી જશે અને રાજય સરકારોને બંધ થયેલી દારૂ ની એકસાઇઝની આવક પણ ચાલુ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.