બજેટ આવે એટલે દરેકના મનમાં એક સવાલ અચૂક થાય કે આ બજેટમાં આમ આદમીને શું મળશે…તો બીજી તરફ વિધાનસભા અને પાલિકાની ચૂંટણીમાં જે પરિણામ આવ્યુ છે તેનાથી બજેટમાં ગ્રામ્ય વિસ્તારો પર વધારે ફોક્સ હોય તેમ લાગી રહ્યુ છે.આ વખતે કેન્દ્રીય બજેટમાં પણ ગ્રામ્ય વિસ્તારોના વિકાસ પર વધુ ધ્યાન અપાયુ. ત્યારે શક્યતા એવી જ છે કે રાજ્ય સરકાર પર કેન્દ્ર સરકારના પગલે ચાલીને ગુજરાતના ગામડાઓનો સર્વાંગી વિકાસ થાય તેના પર ભાર આપશે.
આ બજેટમાં કૃષિલક્ષી જાહેરાતો, ખેડૂતો માટે કોઈ મહત્વની જાહેરાતો. ગ્રામ્ય વિસ્તારોમાં માળખાગત સુવિધા ઉભી થાય તેવા પ્રયાસો, ઉપરાંત સ્વાસ્થય અને શિક્ષણ પર પણ ભાર મુકાશે. સાથે જ ભાજપની વોટબેંક ગણાતા શહેરી વિસ્તારના લોકો માટે પણ રાજ્ય સરકાર કોઈ મોટી જાહેરાત કરે તેવી સંભાવના છે. રાજ્યના શહેરી વિસ્તારોમા જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તે પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય તેવી જોગવાઈ પણ બજેટમાં હોય તો નવાઈ નહી.