ટેકનોલોજીની ક્રાંતિના સભાનપૂર્વક કે ગેરઉપયોગથી સમાજની દિશા અને દશા નકકી થશે
ઘરના વડાને આપણે ભાઈજી કહીએ છીએ જે પરિવારના દરેક નિર્ણયોમાં સાથે રહી કોઈપણ કાર્ય પૂર્ણ પાડે છે. ત્યારે એક પરિવારનું ભવિષ્ય નિર્ધારણનું કામ ભાઈજીનું હોય છે પરંતુ શું ભાઈજી ન લાવી શકયા તે ક્રાંતિ ભારતમાં ૫જી લાવશે. ટેકનોલોજીના જેટલા ફાયદા છે તેટલા જ ગેરફાયદા છે.૩ કલાકનું ફિલ્મ બે મીનીટમાં ઈન્ટરનેટથી ડાઉનલોડ થઈ જશે પણ તેને જોવા લોકોએ ૩ કલાકનો તો સમય આપવો જ પડશે ને. ઈન્ટરનેટ ઉપર આજે લોકોએ સમયનો સદ્ઉપયોગ અને દૂરઉપયોગ વચ્ચેની પાતળી ભેદરેખા સમજવાની રહી.
સૌપ્રથમ વખત જયારે ૪જી નેટવર્ક ભારતમાં પ્રવેશ્યું ત્યારે તમામ લોકોના મનમાં હતુ કે, ૪જી નેટવર્ક ઈન્ટરનેટ ક્ષેત્રે ક્રાંતિ લાવશે. એક સમય હતો જયારે ઈન્ટરનેટ ખૂબજ મોંઘુ છતાં ઓછા ડેટા વાપરવામાં મળતા હતા. ત્યારે આજે ઈન્ટરનેટ એ લોકોની સામાન્ય જ‚રીયાત બની ચૂકી છે. ૪જી નેટવર્કથી જ ભારતના ઈન્ટરનેટ ક્ષેત્રે ક્રાંતિ આવી તો હજુ ૫જી નેટવર્કથી શું ક્રાંતિ આવશે.
એ સમય હવે દૂર નથી કે જયારે વર્ચ્યુઅલ ટેકનોલોજી અને મોબાઈલથી જ તમામ સંચાલન ઘર વખરી, વાહનો તમામ વસ્તુઓ વીજળી નહીં પરંતુ ઓટોમેટીકલી ઈન્ટરનેટ દ્વારા ચાલે, વીઆર ઈન્ટરનેટ પણ સ્વપ્ન નહીં પરંતુ હકીકત બનશે. તમારે કાર માટે ડ્રાઈવરની નહીં માત્ર ઈન્ટરનેટની જ જરૂર પડશે. સૌપ્રથમ વખત ભારતમાં ૪જી નેટવર્ક લાવનાર એરટેલે ૫જી નેટવર્કને ભારતમાં લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.
એરટેલે ૫જી નેટવર્ક ઉપર ૩જીબીપીએસ ઈન્ટરનેટ સ્પીડ મેળવવામાં સફળતા હાંસલ કરી છે. જે ભારતના ડચકા ખાતા ઈન્ટરનેટને બુસ્ટર ડોઝ આપશે. પરંતુ એક કુતુહલ સૌને છે કે ૫જી નેટવર્ક આવવાથી શું થશે અને તે ઈન્ટરનેટને મદદરૂપ બનશે. એક દશકા પહેલાની વાત કરવામાં આવે તો બેન્ડવીથ કનેક્ટિવીટી માત્ર ઈન્ટરનેટ પર સાંભળવા મળતો શબ્દ હતો ત્યારે આજે દરેકના ઘરોમાં બેન્ડવીથ કનેક્ટિવીટી જોવા મળે છે ત્યારે ૫જી નેટવર્કથી બેન્ડવીથની સાઈઝમાં પણ વધારો થશે. હવે તમે ૧૦ જીબીપીએસ અને ૨૦ જીબીપીએસ ઈન્ટરનેટની સ્પીડ ઉપર વીડિયો, મુવી, એપ્લીકેશનો ડાઉનલોડ કરી શકશો.
વિશ્ર્વભરમાં સૌથી તાકાતવર અને ઝડપી એવા ૫જી નેટવર્કને ૨૦૨૦ સુધીમાં ભારતમાં લાવવા માટે એરટેલ તૈયારી કરી રહ્યું છે જે વિશ્ર્વભરને ઈન્ટરનેટના માધ્યમથી જોડવા સક્ષમ છે.બેન્ડવીથ સ્પીડથી ૧૦ ગણુ વધુ ઈન્ટરનેટ મેળવી શકાશે. ઈન્ટરનેટ તો ઠીક કનેક્ટિવીટીના જે પ્રશ્નો છે તેનું પણ નિરાકરણ થઈ શકશે. ઈન્ટરનેટ માત્ર માહિતી માટે જ નહીં પરંતુ આજે મનોરંજનનું પણ મહત્વનું સાધન બની રહ્યું છે. ત્યારે વી.આર એન્ટરટેઈનમેન્ટ, મલ્ટી પ્લેયર મોબાઈલ ગેમિંગ, સેલ્ફ ડ્રાઈવીંગ કાર જેવી વસ્તુઓ હવે ૫જી નેટવર્કથી શકય બનશે જે એનર્જી સેવ કરવાની સાથે સાથે ઈલેકટ્રીસિટી પણ બચાવશે. આપણા ફોનમાં માત્ર બે ટકા બેટરી બચી હોય તો તેનો જીવ બચાવવા માટે ચાર્જર શોધીએ છીએ પરંતુ એ સમય દૂર નથી કે વાયરલેસ ઈન્ટરનેટ દ્વારા મોબાઈલનું ચાર્જીગ ચપટી વગાડતા થઈ જશે.