કેન્દ્ર સરકારનો મહત્વનો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટનો એક હિસ્સો ડિસેમ્બર 2022માં બનીને તૈયાર થઈ જશે. તે હિસ્સામાં મુખ્યત્વ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નવા ઘરનું નિર્માણ છે. આ નિર્માણ બાબતની મંજૂરી પર્યાવરણ મંત્રીમંડળ દ્વારા આપવામાં આવી છે.
રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધી અંદાજિત 3 કિલોમીટરમાં ફેલાયેલો આ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ 2024ની ચૂંટણી પેલા પૂરો કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં અમુક ભવનોનું કામ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જાશે. જેમાં પ્રધાનમંત્રી આવાસ, PMની સુરક્ષામાં ફરજ બજાવતા SPG સેન્યનું મુખ્યાલય, કાર્ય કરતા કર્મચારીઓ માટે સ્પેશ્યલ કોરિડોરનો સમાવેશ થાય છે. ઉપરાષ્ટ્રપતિનું ભવન 2022ના મે મહિના સુધીમાં પૂર્ણ થઈ જાશે. 3 મેના રોજ નોડલ એજન્સી CPWD એ માહિતી આપી કે, પર્યાવરણ મંત્રલાયની એક્સપર્ટ અપ્રેઝલ સમિતિએ 13,450 કરોડના આ પ્રોજેક્ટને લગતી બધી મંજૂરી આપી દીધી છે.
ઇન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધીના રાજપથની બંને બાજુના વિસ્તારને સેન્ટ્રલ વિસ્ટા કહે છે. આ સમગ્ર વિસ્તારની લંબાઈ અંદાજિત 3 કિમિ જેટલી છે. તેમાં રાષ્ટ્રપતિ ભવન, નોર્થ અને સાઉથ બ્લોક, સંસદ ભવન, રેલ ભવન, કૃષિ ભવન, નિર્માણ ભવન, રક્ષા ભવન, નેશનલ મ્યુઝિયમ, ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટસ(IGNCA), ઉદ્યોગ ભવન, બિકાનેર, હૈદરાબાદ, અને જવાહર ભવનનો સમાવેશ થાય છે. આ બધી ઇમારતો અથવા આવાસનું નિર્માણ 1931 પહેલાનું છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘જ્યારે ગ્રીન ક્લિયરન્સ માટેની અરજી ત્રણ-ચાર મહિના અગાઉ સ્થગિત કરાય હતી, ત્યારે CPWD(Central Public Works Department) દ્વારા નવી સમયરેખા આપવામાં આવી હતી. જેમાં PM હાઉસ અને VP હાઉસ માટે 2022 સુધીની સમયમર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે, પણ હાલની પરિસ્થિતિ જોતા આ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં વધુ સમય લાગશે.’
સુત્રોના જણાવ્યું હતું કે, ‘PM હાઉસ, SPG બિલ્ડિંગનું કામ ત્યારે જ શરૂ થઈ શકે છે, જ્યારે ડેલહાઉસી રોડ પરના ઝૂંપડાઓને આફ્રિકા એવન્યુ અને KG માર્ગ પર નવી બિલ્ડિંગમાં ખસેડવામાં આવશે. હાલમાં આ નવી બિલ્ડિંગ તૈયાર થઈ નથી.