આપણા વૈજ્ઞાનિકોએ ઘણી બધી શોધખોળ કરી છે અને લોકોને નવી નવી ટેકનોલોજીઓ પ્રદાન કરે છે .વિશ્વમાં વૈજ્ઞાનિકએ લોકો ને નવી – નવી ટેક્નોલોજી આપીને લોકોને આધુનિક બનાવ્યા છે તેમ આપના ઇસરો ના વૈજ્ઞાનિકોએ પણ અવકાશમાં ઘણાં બધા ઉપગ્રહો લોન્ચ કર્યા છે. તેઓના કારણે આપણે ભારતના ઊપગ્રહોને મંગળ અને ચંદ્ર પર પણ મોકલ્યા છે.રોકેટ ટેક્નોલોજીએ પૃથ્વીની બહારની દુનિયા કે જેને આપણે અવકાશ તરીકે ઓળખીએ છીએ ત્યાં જવાના સ્વપ્નોને વેગ આપ્યો છે અને ત્યાં જવાનું બળ પૂરું પાડ્યું છે.
આજે ભારત દ્વારા શનિવારના રોજ એક ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે જે ભારતનો નવનીત પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ હશે.પૃથ્વીનું અવકાશ પરથી સંપૂર્ણ નિરીક્ષણ થઇ શકશે તેના માટે 7 નવેમ્બર શનિવાર બપોરે ભારત આ ‘પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ એઓએસ -01’મોકલ્યો.આ ઉપગ્રહ ને લગભગ એક વર્ષ માટે અવકાશ માં મોકલવામાં આવશે.
ઇસરોએ નાણાંકીય વર્ષ 2020 – 21 માં એઓએસ – 01 ઉપગ્રહ મોકલીને પૃથ્વી પરનું ચોક્કસ પણે નિરીક્ષણ કરી શકાશે .આ ઉપગ્રહ ભારતની સુરક્ષા માટે મોકલવામાં આવે છે. એઓએસ – 01 એ ગયા વર્ષે લોન્ચ થયેલા રિઝટ 2 બી અને રિઝટ 2 બીઆર 1 સાથે મળીને કામ કરશે.જેમાં તે ભૂમિ અને વન મેપિંગ, હવામાન અને આબોહવા નું અવલોકન આગળના સમયગાળામાં કેવા પ્રકારના ફેરફારો થવાના છે તેનું તારણ પહેલાથી જ કાઢી શકશે,જમીનની આકારણી, ક્યાં દેશની સપાટી ક્યાં સુધી ફેલાયેલી છે તેના પર ધ્યાન રાખી શકાશે, ભૂસ્તરીય સપાટી ની મેપિંગ, ખનીજો વગેરેનું નિરીક્ષણ આ ઉપગ્રહ દ્વારા કરવામાં આવશે.
આ ઉપગ્રહ ને લોન્ચ કર્યા પછી એવું લાગે છે કે પૃથ્વી નિરીક્ષણના બધા જ ઉપગ્રહો ને ઈઓએસ ની ક્ષેણી જ કહેવામાં આવશે.