મેષ
ઘર પર ઉભી થયેલી અશાંતિ આપની ચિંતાના એક બે પળ વધારી શકે છે. પોતાના ગુસ્સાને કાબુમાં રાખવાની કોશીશ કરજો. ભલે ઘરની અશાંતિનું કારણ આપ ન પણ ણે તો પણ માનસિક શાંતિને માટે પોતાની ભાવનાઓને કાબુમાં રાખજો.
વૃષભ
આજે એ દિવસ છે જ્યારે આપ પોતાના અટકેલાં કામોને પુરા કરી શકશો. ખાક કરીને એવા કામો જેને પુરા કરવા માટે ઉચ્ચ અધિકારીઓની મંજુરી લેવાની હોય છે. પોતાની પુરી તાકાતથી અને ઓળખણનો લાભ લઈને જેટલું જલ્દી થઈ શકે પોતાનું કામ પુરૂં કરાવી લેજો. ધ્યાનમાં રાખજો બધા આવશ્યક કાગળો તૈયાર રાખજો. આજે આપની તમામ પરેશાની કર થઈ જશે.
મિથુન
આજે આપના ઘરમાં સુખ શાંતિ બની રહેશે. આ સમય આપને અને આપના પરિવારવાળાઓને માટે ખૂબજ મહત્વપૂર્ણ હશે. આપ લોકો એક બીજાની સાથે સારી રીતે સમય પસાર કરી શકશો. ઘરવાળાઓનો પ્રેમજ આ સમયે આપને ભાવનાત્મકરૂપે ખુશ રાખશે અને આપ પણ આ વાતનું ધ્યાન રાખજો કે આપ પોતે પણ સંબંધોને વધુ મજબુત બનાવવાનો પ્રયાસ કરજો.
કર્ક
આ સમયે પારિવારિક સંબંધોમાં પ્યાર અને સદ્ભાવનાના જોરદાર સંકેત છે આપ પણ પોતાને પરિવારજનોની ખૂબજ નજીક હશો. આજે આપ એમની સાથે થોડોક સમય પસાર કરવા ચાહશો. તો પછી મોડું શું કામ કરો છો એમને લઈ જાવ પોતાની સાથે ક્યાક બહાર ખાવાનું ખવરાવવા અને ફિલ્મ દેખાડવા. સાથે વિતાવેલી આ ક્ષણો આપ જીવનભર યાદ કરશો.
સિંહ
આજે આપ પોતાના પરિવારની કોઈ સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કરશો બીજા લોકો આપના ફેસલા માટે આપની કૌશલ્ય અને યોગ્યતા પર નિર્ભર રહેલા છે. બધાજ આપના પરજ નિર્ભર છે કદાચ આ વાતથી આપને કંઈક આશ્ચર્ય પણ થાય તો પણ એમની સમસ્યા ઉકેલવાનો પુરો પ્રયાસ કરજો. આપના સહાયતાના ખૂબજ વખાણ થશે.
કન્યા
આજે આપને લાગશે કે આપ ખૂબજ વ્યસ્ત અને મુંઝવણમાં છો. આ સમય થોડાક બદલાવનો છે. એના લીધે આપ કંઈક પરેશાન રહેશો. પરંતુ ધ્યાન રાખજો કે આ બદલાવજ આપને માટે નવી તકોના દરવાજા ખોલી દેશે અને આપના ચિંતનના વ્યાપને મોટો કરી દેશે. આજે કેટલીયે મુશ્કેલીભર્યા પડકાર હોય એને સ્વીકારતા ન ડરશો.
તુલા
આજે આપ ખૂબજ દયા કરવાના મુડમાં છો અને કોઈ જરૂરિયાતવાળાની મદદ કરવા ચાહો છે. આપને પ્રતીતિ થશે કે નકારાત્મક વિચારોને ત્યાગીને આપ ન માત્ર પોતાના સંબંધોમાં સુધારો લાવશો બલ્કે પોતે પણ ખૂબજ ખુશી અનુભવશો.
વૃશ્ચિક
કોઈ કાનૂની ફેસલો હવે આપની તરફેણમાં આવશે. હવે આપને પોતાના પ્રયાસોનું ફળ મળી જશે. બધુંજ ઠીક થઈ જશે. પરંતુ આપે પોતાના ગુસ્સાને કાબુમાં રાખવો પડશે. હવે ખુશીઓનો સમય આવી ગયો છે. હવેથી આ કાનૂની મુદ્દો આપને હેરાન નહી કરે.
ધન
આજે આપ પોતાની મોટી સમસ્યાઓને ઉકેલવાનો પ્રયાસ શરૂ કરી દેશો. આ સમય માંદગી અને મુદ્દાઓને મન વગર ઉકેલવાનો કોઈ અર્થ નથી. આપે એને જડથી ઉખેડી નાખવાનો પ્રયાસ કરવો જોઈએ. આ કામ જરા મુશ્કેલ છે પણ અસંતાવ નથી.
મકર
આજે આપ ખૂબજ સંતોષમાં છે એવું અનુભવશો અને પોતાના દોસ્તોની સાથે ક્યાય બાહર ફરવા જવા ચાહશો. સારીરીતે તૈયાર થઈને પોતાના દોસ્તોની સાથે બહાર જાઓ અને ખૂબ મઝા કરો. આપનું કાય ઠીક ઠાક ચાલી રહ્યું છે. આપના સંબંધો પણ સુધરી રહ્યા છો.
કુંભ
આજે આધ્યાત્મની તરફ આપનો ઝોક એના ચરમ પર હશે. એટલે સમય કાઢીને કોઈ ધાર્મિક સ્થળ પર જાવ. આજનો દિવસ લાંબા સમયના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાને માટે ખૂબજ સારો છે.
મીન
આજનો દિવસ પોતાના પરિવારના લોકો સાથે કોઈ યાત્રાની યોજના બનાવવાને માટે સારો છે. પરિવારના લોકો સાથે આપની આ યાત્રા ખૂબજ સારી નીવડશે. એનાથી આપનો પરસ્પરનો પ્રેમ વધશે અને તનાવ પણ ઓછો થશે.