મેષ :  એકાદશીનો આજનો દિવસ અશાંતિ-ચિંતા-ઉચાટમાં પસાર થાય. હરોફરો – કામ કરો પરંતુ આંતરિક વ્યગ્રતાથી બેચેની રહે.

વૃષભ :  એકાદશીએ નોકરી-ધંધાના કામમાં, ખાતાકીય કામમાં જુના-નવા સંબંધ-વ્યવહાર તાજા થાય આનંદ રહે.

 મિથુન :  નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા છતાં કંઈ ગમે નહીં. હરોફરો – કામ કરો પરંતુ વાતચીતમાં ઉશ્કેરાટ-ગુસ્સો આવી જાય. શૂનમૂન થઈ જાવ.

કર્ક :  એકાદશીએ તમારા રોજીંદા કામ ઉપરાંત અન્ય કામકાજમાં વ્યસ્ત રહેવાનું થાય. સ્વજન-મિત્રવર્ગને મળવાનું થાય.

 સિંહ : એકાદશીએ નોકરી-ધંધાના કામમાં, સગા-સંબંધી-મિત્રવર્ગના વડીલવર્ગના કામથી ચિંતીત રહો.

કન્યા :  નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય, બહાર જવાનું થાય. યાત્રા પ્રવાસના આયોજન અંગે ચર્ચા વિચારણા થાય.

તુલા :  સીઝનલ ધંધામાં, કામકાજમાં વ્યસ્તતા રહે. ધંધો-આવક થાય. સગા સંબંધી-મિત્રવર્ગના, નોકરી ધંધાના સબંધમાં ચર્ચા થાય.

વૃશ્ચિક :  માનસિક પરિતાપ-ચિંતા તમારા અંગત કામ અંગે, વધારાના કામ અંગે રહ્યા કરે. વધારાનો ખર્ચ થાય. બહાર જવાનું થાય.

 ધન :  ચિંતા-અસ્વસ્થતા-બેચેની અનુભવ્યા કરો. ખર્ચ કરવામાં મુંઝવણ રહે. કુટુંબ-પરિવારના કારણે મતભેદ-વાદવિવાદથી સંભાળવું.

મકર :  એકાદશીએ કાર્ય સફળતા-પ્રગતિથી હળવાશ-રાહત-અનુભવો. પરિવારનું – પુત્ર પૌત્રાદિકનું કામ થાય.

 કુંભ :  સરકારી-રાજકીય કામમાં, અન્ય કામમાં ચિંતા-મુશ્કેલી છતાં હસતું મોંઢુ રાખીને વાતચીત કરવી પડે.  .

 મીન :  એકાદશીએ ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. નોકરી-ધંધાના કામમાં જુના-નવા સંબંધો – સંસ્મરણો તાજા થાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.