મેષ : પરિવાર, પત્ની- સંતાનના કામમાં, નોકરી-ધંધાના કામમાં આપને સાનુકુળતા- આનંદ- હળવાશ રાહત રહે. ધંધો-આવક થાય.
વૃષભ : નોકરી-ધંધાના કામથી દોડધામ- ચિંતા રહે પરંતુ મહેનત- દોડધામના પ્રમાણમાં ધાર્યું કામ થાય નહીં. કામમાં વિલંબ થાય.
મિથુન : વાણીની મીઠાસ- વ્યવહારની નમ્રતા તમારા રોજીંદા કામમાં, નોકરી-ધંધામાં લાભ આપી જાય. ફાયદો થાય. તમારા કામની કદર થાય.
કર્ક : હરો ફરો- કામકાજ કરો પરંતુ કામમાં એકાગ્રતા જળવાય નહીં. નોકરી-ધંધામાં માણસોના કારણે, અન્ય મુશ્કેલીના કારણે તકલીફ પડે.
સિંહ : નોકરી-ધંધાના કામમાં પોતાના અંગત કામ કરતા અન્યના કામથી તમે મુંઝવણ અનુભવો. સમય- શ્રમ- નાણાનો વ્યય થાય.
કન્યા : કામના ઉકેલથી આનંદમાં રહો. નોકરી-ધંધાનું કામ થાય. બહાર જવાનું થાય. ખર્ચ ખરીદી થાય. ધંધો-આવક થઇ શકે.
તુલા : વિચારોની સ્થિરતા- એકાગ્રતા રાખીને નોકરી-ધંધાનું તેમજ સંસ્થાકીય કામકાજ કરવું. સાંસારિક જીવનમાં મિત્રવર્ગમાં ચિંતા રહ્યા કરે.
વૃશ્ચિક : અગત્યના કામની ચિંતા રહે. વધારાનો ખર્ચ થાય. રસ્તામાં આવતા જતા આંખમાં-ગળામાં ઇજાથી સંભાળવું. વાહન ધીમેથી ચલાવવું.
ધન : વિલંબમાં પડેલ કામનો ઉકેલ લાવવા માટે દોડધામ રહે. મહેનત કરવી પડે, ખર્ચ થાય તેમ છતાં કામના ઉકેલથી હળવાશ રહે.
મકર : નોકરી-ધંધાના સંબંધ- વ્યવહાર સચવાય. તમે જેમને યાદ કરતા હોવ, જેમનું કામ હોય તેમને મળવાનું થાય. આનંદ રહે.
કુંભ : નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા રહે. સીઝનલ ધંધો આવક થાય. દેશ- પરદેશના સંબંધ-વ્યવહારમાં સાનુકુળતા- આનંદ રહે.
મીન : આજનો દિવસ આપે તન મન ધનથી વાહનથી સંભાળવો પડે. નોકરી-ધંધાના કામમાં આકસ્મિક ચિંતા ઉપાધિથી મુશ્કેલી પડે.