સોમનાથ મહાદેવનું મંદિર વિશ્વવિખ્યાત મંદિર છે. તેની પ્રસિધ્ધિ દુનિયાના ખૂણે ખૂણા સુધી પહોચી છે ત્યારે, સમગ્ર વિશ્વમાથી ત્યાં શ્ર્ધ્ધ્ળુઓ આવે છે. પરંતુ હવે ભગવાન ભ્લનાથની પુજા ઓનલાઈન પણ શક્ય બની છે. જે લોકો દૂર છે એ લોકો પણ શ્રાધ્ધ ભાવનાથી સોમનાથ મહદેવની પુજા કરવા સક્ષમ બનશે. કેવી રીતે ઓનલાઈન પુજા કરી શકશો એની વિગત જાણીએ…
માત્ર 21 રુપિયામાં ઓનલાઇન બિલ્વ પૂજા અને ઘરે બેઠા મેળવો પ્રસાદ
શ્રાવણમાસ દરમ્યાન ટ્રસ્ટની યજ્ઞશાળામાં મહામૃંત્યુંજય યજ્ઞમાં નજીવી ન્યોછાવર રાશિથી ભાવિકો હોમ કરી યજ્ઞનો લાભ લઇ શકશે. તેમજ શ્રાવણ માસ દરમિયાન ભક્તો ઘરે બેઠા માત્ર 21 રુપિયામાં ઓનલાઇન બિલ્વ પૂજા નોંધાવી શકશે, જેનો પ્રસાદ ભક્તોને પોસ્ટ મારફત ઘરે બેઠા પહોંચાડવામાં આવશે.
આ ઉપરાંત શ્રાવણ માસ દરમ્યાન ભક્તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ નિયમિત દર્શન અને આરતીનો લ્હાવો લઇ શકે તે માટે ટ્રસ્ટના ફેસબુક ટ્વીટર, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ તથા ટેલીગ્રામમાં 9726001008-સોમનાથ યાત્રા મોબાઇલ એપ્લીકેશન, ટ્રસ્ટની વેબસાઇટ પરથી મળી રહેશે. આ માટે મંદિર અને આઇટી ટીમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.