સેન્ટ્રલ બોર્ડ સેક્ધડરી એજયુકેશન દ્વારા યોજાનારી ધોરણ ૧૦ની પરીક્ષા માર્ચ મહિનામાં છે ત્યારે પરીક્ષાર્થીઓને પરીક્ષા પેપરની પઘ્ધતિ વિશે ઘણી મુંઝવણો હતી તેને ખુલાસો કરતા સીબીએસઈ બોર્ડે પેપર સ્ટાઈલ અને માકિર્ંગ સિસ્ટમ જાહેર કરી છે. કારણકે ૨૦૧૮માં યોજાનારી આ પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓએ પોતાની તૈયારી અત્યારથી શ‚ કરવી પડે છે માટે તેમને સુગમ રહે અને તૈયારી કરવામાં મદદ‚પ બને માટે માર્કિંગ સિસ્ટમ જાહેર કરાઈ છે. બોર્ડે આ અંતર્ગત સેમ્પલ પ્રશ્ર્ન પેપર તૈયાર કર્યા છે. જેમાં દરેક મુખ્ય વિષયો સામેલ છે. ૨૦૧૮માં યોજાનારી સીબીએસઈ ધો.૧૦ની પરીક્ષા માટેનું સેમ્પલ પેપર વિદ્યાર્થીઓને બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ ‘સીબીએસઈ ડોટ નીક ડોટ ઈન’ પર ઉપલબ્ધ રહેશે.
* સીબીએસઈ ધોરણ ૧૦ની પરીક્ષાના પ્રશ્ર્ન પેપરમાં આ રીતે માર્ક અપાશે.
૧) વિજ્ઞાનના પેપરમાં કુલ ૨૭ પ્રશ્ર્નો હશે જે ૨ માર્કનો એક, ૩ના ૨, ૧૦ માર્કના ત્રણ અને ૬ માર્કના ૫ પ્રશ્ર્નો રહેશે.
૨) ૩ પ્રશ્ર્નોમાં પસંદગી આપવામાં આવશે. ૨ પ્રશ્ર્નો પ માર્ક પ્રતિ પ્રશ્ર્ન અને ૧ પ્રશ્ર્ન ૨ માર્કમાં પૂછાશે.
૩) પ્રેકટીકલમાં ૧૨ માર્કનું પુછાશે.
૪) ૧ માર્કના પ્રશ્ર્નોમાં એક લાઈનનો જવાબ લખવાનો રહેશે.
૫) ૨ માર્કના પ્રશ્ર્નોમાં ૩૦ શબ્દોનું લખાણ જ‚રી છે.
૬) ૩ માર્કના પ્રશ્ર્નોમાં ૫૦ શબ્દોનું લખાણ કરવું.
૭) ૫ માર્કના પ્રશ્ર્નોમાં ૭૦ શબ્દોનું લખાણ કરવું.
૮) વિજ્ઞાનના થિયરીના પેપર ૮૦ માર્કના રહેશે. જેમાં વિદ્યાર્થીઓને ૩ કલાકની અવધી આપવામાં આવશે.
૯) વિદ્યાર્થીઓએ આકૃતિ તેમજ તેની લેવલીંગ પર પૂરતુ ધ્યાન આપવું.
૧૦) સીબીએસઈ ધોરણ ૧૦ વિજ્ઞાનનું પ્રશ્ર્ન પેપર આ રીતે થશે.