જીયોથી લઇ ગુગલ, એપલ, સેમસંગ લગભગ દરેક મોબાઇલની કં૫નીઓએ આ વર્ષે નવા ફિચર્સ અને નવી સુવિધાઓ સાથે સ્માર્ટ ફોન બજારમાં મુક્યા છે. જેમાં iphone 8, iphone 8+, pixel 2, pixel 2xl સહિતનાં સ્માર્ટ ફોન આવી ચુક્યા છે. ત્યારે બ્લેક બેરી પણ ખૂબ લોકપ્રિય બ્રાન્ડ છે ફોન માટે તો તેણે પણ તાજેતરમાં એક સ્માર્ટ ફોન લોન્ચ કરવા જઇ રહી છે. તો આવો જાણીએ કેવો હશે આ સ્માર્ટ ફોન…..?
સ્માર્ટ ફોનમાં ૧૨ સ્ક્રીન હોવીએ જરુરી છે ત્યારે ભષિષ્યમાં બ્લેકબેરી દ્વારા ઓલ ટચ સ્ક્રીન યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવશે જેમાં બ્લેકબેરી તે ફોનને મોશન નામ આપી લોન્ચ કરશે. તેમજ ક્રિષ્ટોનના બદલે મોશન સ્માર્ટફોન લાવશે. આ ઉપરાંત બ્લેક બેરીના નવા ફોનમાં 4GBરેમ અને 4,000 MAHબેટરી પણ આપવામાં આવશે. તેમજ આ સ્માર્ટ ફોન સ્નેપડ્રેગન ૬૨૫ અથવા ૬૨૫ પર રજૂ થશે. હોમ બટનમાં ફીંગર પ્રિન્ટ સ્કેનર હોવાની પણ શક્યતાઓ છે. તેમજ આ સ્માર્ટ ફોન ૬૭ સર્ટિફાઇડ પણ હશે સાથે સાથે ડસ્ટ પ્રુફ અને વોટર પ્રુફ હોવાની પણ સંભાવનાઓ રહેલી છે.