રાજકોટ ક્ધઝયુમર્સ પ્રોડકટસ ડિસ્ટ્રીબ્યુટર્સ એસો. આયોજીત મીટીંગમાં નિષ્ણાંત પીપળીયા અને કલ્પેશભાઈ વેપારીઓને આપશે માહિતી
ગુજરાતમાં છેલ્લા ૨૫ વર્ષથી પણ વધુ સમયથી સંગઠન ડીસ્ટ્રીબ્યુટર્સ એસોસીએશનના ઉપક્રમે જીએસટી તથા નવા આઈટી ઈન્કમટેક્ષના કાયદા વિશે તમામ વેપારીઓને જીએસટી નિષ્ણાંત પીપળીયા સાહેબ તથા આઈટી નિષ્ણાંત કલ્પેશભાઈ દ્વારા શુક્રવારે રાત્રે ૮ વાગ્યે ધી ગ્રાન્ડ ઠાકર હોટેલમાં માર્ગદર્શન મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. એસો.ના સભ્યો ન હોય તેવા વેપારી મિત્રો પણ મેમ્બરશીપ લઈ મીટીંગમાં જોડાઈ શકશે.
હાલમાં ઓલ ઈન્ડિયા લેવલે પણ ડીસ્ટ્રીબ્યુટર્સ એસોસીએસનનું સંગઠન બન્યું છે અને ગુજરાત લેવલે પણ ફેડરેશનની રચના કરવામાં આ બંને સંગઠન સાથે રાજકોટનું આરસીપીડીએ છ માસ પહેલા હૈદરાબાદ ખાતે ઓલ ઈન્ડિયાની મીટીંગમાં પણ એસોસીએશનના પાંચ હોદેદારોએ ત્રણ દિવસની ઓલ ઈન્ડિયા મીટીંગમાં હાજરી આપી હતી. મીટીંગમાં પ્રમુખ જીતુભાઈ અદાણી સાથે ગુજરાત ફેડરેશનના કમિટી મેમ્બર નલીનભાઈ શાહ સેક્રેટરી કિરણભાઈ બાટવીયા હરીશભાઈ જોશીએ ભાગ લીધો હતો. મીટીંગમાં દેશભરમાં બાવીશ રાજયોમાંથી પ્રતિનિધિઓએ હાજરી આપી હતી અને આખા દેશના ચાર ઝોન પાડીને કામકાજ તથા ડીસ્ટ્રીબ્યુટર્સના પ્રશ્ર્નોને વાચા આપવા માટે કાર્યક્રમ તથા જવાબદારીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં અમિતભાઈ શાહ અમદાવાદ તથા રાજકોટના નલીનભાઈ શાહને જવાબદારી સોંપવામાં આવી છે.
નડીયાદ ખાતે મિટીંગમાં ગુજરાતના નાના મોટા ડીસ્ટ્રીબ્યુટર્સના પ્રશ્ર્નોની રજુઆત કરવામાં આવી હતી. મીટીંગમાં ઓલ ઈન્ડિયાની મીટીંગ માટે બરોડામાં ઓલ ઈન્ડિયા મીટીંગ તથા ગુજરાતના દરેક એસોસીએશનની કમિટીની બે દિવસની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પણ ઓલ ઈન્ડિયાના ધણા સભ્યો આવ્યા હતા અને ગુજરાતમાંથી પણ ૪૫૦ કમિટીના સભ્યોએ હાજરી આપી હતી.
બરોડાની મીટીંગમાં ઘણા અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ઓલ ઈન્ડિયાનું જે આપણું એસોસીએશન છે તેને ટુકું નામ આપણે ફાયદા આપેલ છે. હાલમાં ઓલ ઈન્ડિયા એસોસીએશન કાયદાના કુલ ૬૫૦ કરતા પણ વધુ કંપની સાથે સભ્યો જોડાયેલ છે અને બધી જ કંપની સાથે આપણે જે બરોડામાં અગત્યના નિર્ણયો લીધા તેની જાણ લેખિતમાં ઈ-મેઈલ દ્વારા કરવામાં આવશે. જે નિર્ણયો લેવામાં આવ્યા તેમાં જીએસટીના અમલ પછી સભ્યોને કામકાજમાં ઘણો જ વધારો થશે અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે. દર મહીને રીટર્ન ભરવા પડશે આવા ઘણા કામો વધી જશે માટે કમિશનમાં બે ટકાનો વધારો કરવો જોઈએ. શુક્રવારે ધી ગ્રાન્ડ ઠાકર હોટલ ખાતે યોજાનાર મીટીંગમાં રજીસ્ટ્રેશન કરાવવા નલીનભાઈ શાહ મો.નં.૯૪૨૯૦ ૯૬૮૩૫ તથા મિતેશભાઈ દોશી મો.૯૪૨૮૩ ૪૫૩૮૮ નંબર ઉપર સંપર્ક કરવો. કાર્યક્રમને સફળ બનાવા માટે પ્રમુખ જીતુભાઈ અદાણીના માર્ગદર્શનમાં હરીશભાઈ જોશી, મુકુંદભાઈ જોશી, જયેશભાઈ તન્ના, ધૈરવભાઈ શાહ, ભાવેશભાઈ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.