નવરાત્રિ-પર્વ હવે હાથવેંતમાં છે, આ પર્વનું સ્વરૂપ અન્ય તમામ પર્વના સ્વરૂપોથી અલગ પડે છે. આપણા દેશમાં એ ‘શકિત પૂજા’ના પર્વ તરીકે પ્રચલિત છે. ‘જયો જયો મા જગદંબે’માં એનો રણકાર છે.
જયો એટલે જય હો…
અંબા માતા આખા જગતના માતા હોવાનું સનાતન ધર્મ કહે છે. જગદંબા એટલે આખા જગતના માતા…
‘વિશ્વભરી સકળ વિશ્ર્વની તું જનેતા…
આપણા શાસ્ત્રો અને પૂરાણગ્રંથોએ એ રીતે જ એને વર્ણવ્યું છે.
માં અંબા તારા મંદિરો ગામેગામ…
મા ખોડિયાર તારા સ્થાનકો નગરનગર ને ઘરઘરમાં કયાંક સોનાનાં કયાંક રૂપાનાં, તોય એમાં સત્ તો એક સરખા…
મા તમારા બેસણાં કાંતો ઉંચેરી ટેકરીએ અને કાંતો સમુદ્ર સરિતાઓનાં તટ પર…
મા તમે અસુરોના સંહારક અને દૈવીજનોના રક્ષકને ઉધ્ધારક…આબુ, આરાસુર, પાવાગઢ અને બીજા અનેકાનેક સ્થાનકોમાં છેક પરદેશ સુધી…
‘બારણે બેસી નીરખું સાંજ સવાર’
ઓલિયા કવિ શ્રી મકરનંદ દવેએ છેક ૧૯૬૫માં લખેલા આ કાવ્યની આ પંકિત ઘણીવાર યાદ આવ્યા વિના રહી નથી. બારણે બેસીને તેમને સાંજ અને સવારની કુદરતી ખૂબસુરતી નીરખવાની હોંશ હશે કે રોજ સાંજે અને સવારે પોતાની આસપાસની અનો દૂરદૂર સુધીની ભલભલાને સંમોહિત કરતી માનવજાતની માયાજાળ નીરખીને એનું પૃથકકરણ કરવાની હોંશ હશે એ કહેવુ અગાથ મહાસાગરનું મંથન કરવા સમુ જ લાગે!…
તેમણે આવું મંથન રીતસર કોઈ મહાયોગીને છાજે એ રીતે કર્યું હતુ.
નવરાત્રીનું મંથન કરવાનો વિષય દેશના વર્તમાન રાજકીય રંગરાગની સમીક્ષાનો એક ભાગ બનવો ઘટે એવું સૂચન આ પાર્શ્ર્ચભૂમિ પરથી સાંપડયું હોવાનું લાગે છે!
નવરાત્રી એવો સવાલ ખડો કરે છે કે ભગવાને આપેલા વરદાનનો ઉપયોગ ભગવાનને ન ગમે એ રીતે કરી શકાય ખરો ? વર્ષો સુધી જેમના શરણાગત રહીને તપ કરીએ, પૂજા પ્રાર્થના, કરીએ એમની પ્રસન્નતા પામીએ વરદાન પામીએ, અને એનો ઉપયોગ એમની જ સામે બાથ ભીડવા માટે કરીએ એ સારૂ કે સાચુ લેખાય ખરૂ?
આપણે એથી બારીઓ મૂકી પ્રતીક્ષાનાં પર્યાય જેવા ઝરૂખાઓ સજાવ્યા. ગૌરવ આપે એવા ગવાક્ષો રખાવ્યા. આ બધાનો સારાંશ એ જ કે, ઘરની અને બહારની દુનિયા વચ્ચેના સેતુનું કામ બારી જ કરે છે.
બારી હોવા છતા બારી બંધ કી રાખવી અને બારણુ સવાર-સાંજ નીરખવા જેટલું ખૂલ્લુ ન રાખવું એ તો મનુષ્યની કમનસીબી જ લેખાય ! સ્પેનિશ કવિ લોકોની અંતિમ વેળા પૂર્વેની વિનંતીએ હતી કે, ‘ઈફ આઈડાય લીવ ધ બાલ્કની ઓપન’ (મારા મૃત્યુ વેળા બારી ઉઘાડી રાખજો).
નવરાત્રીનાં મંથન વખતે એ સવાલને ઉકોલવો જરૂરી છે કે, ભગવાન વરદાન આપે અને ભગવાનની સામે જ એમનાં વરદાનનો ઉપયોગ કરીએ તે સારૂ કે સાચુ લેખાય ખરૂ? અસુર તપ કરે અને સૌથી મહાન બનવાના તથા અપરાજીત રહેવાના ઉદેશ મુજબ વરદાન માગવાની પાતક મહત્વાકાંક્ષા સાથે વરદાન માગે તો ભગવાન એવું વરદાન આપે જ શું કામ?
ભગવાન તો અંતર્યામી છે. સર્વવ્યાપક છે અને સર્વજ્ઞ છે. તો પણ મહાસંકટ સર્જાય એવા વરદાન તે શુ કામ બક્ષે? શું તપસ્વીના તપનો હેતુ તો સમષ્ટિના કલ્યાણ અર્થેનો જ હોવો જોઈએ. એવું ભગવાનના બંધારણમાં કેમ નહિ લખાયું હોય? ચતુરાનન બ્રહ્મા મહિષાસુરના અગાધ તપ અંગે પૂર્વાનુમાન કેમ ન કરી શકે?… મહિષાસુરનો સંહાર સ્ત્રીના હાથે જ થશે એવું વરદાન આપીને તેમરે તેને અસાધારણ બળ શું કામ આપ્યું?
રોગ અને શત્રુને ઉગતો જ ડામવો. એ સિધ્ધાંતને તેમણે આ બધા સવાલો આજના કલિયુગના સામાન્ય મનુષ્યોના મનમાં જ ઉઠે છે !
આ બધાની વિપરિત અસર આપણી સંસ્કૃતિ, સંસ્કાર અને સભ્યતા ઉપર પડી જ છે. વંઠુ વંઠુ થઈ રહ્યા છે. આપણુ યુવાધન અને નવી પેઢી…
ગુજરાતના ગરબાનું ગૌરવ ન હણાય એવી જગદંબાની આજ્ઞા છે.
એવી લાલબત્તી પણ છે કે, નોરતાના નવલાં પર્વના અવસરે નવયુગના સૂરજ જો ગરબાનું ગૌરવ જળવાશે તો જ સુખ-સંપત્તિની શકિત આપશે અને તોજ શિવશકિતનાં કંકુ ઝરશે…
આપણે બધા એ શરતનું ચૂસ્ત પાલન કરીએ હલકટાઈના, અતિખર્ચના અને ભૌતિકતાના બેફામ પ્રદર્શન પર સંયમ રાખીએ… શકિતમાતા પ્રત્યેનો આપણો ધર્મ એજ છે.