કોરોના વોરિયર્સમાં સૌથી પહેલી હરોળમાં લડતા પોલીસ, ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફને 100 સલામ
દેશમાં જ્યારથી લોકડાઉન શરૂ થયું છે ત્યારથી બે ક્ષેત્રના કર્મચારીઓ સૌથી વધુ સેવા કરી રહ્યા છે અને પોતાની ફરજના કલાકો કરતા પણ વધુ સમય સુધી નોકરી કરે છે અને મહામારી સામે બાથ ભીડીને લડાઈ લડે છે.
જ્યારથી લોકડાઉન થયું છે ત્યારથી પોલીસની નોકરી ડબલ શિફ્ટમાં શરૂ થઈ છે અને તેઓ દિવસ-રાત પેટ્રોલિંગ કરી રહ્યા છે અને અમુક જગ્યાએ પોલીસ પર હૂલમો થયો તો ક્યાક લોકોએ લોકડાઉનનો ભંગ કરવા માટે કોઈ વસ્તુને પાછું વળીને જોયું નથી.
ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફે પોતે પણ બચવાનું છે અને દર્દીઓને પણ સાજા કરવાની જવાબદારી તેઓના ખંભે છે લોકો સમજતા નથી અને સાથે તબલિકી જમાતના અમુક લોકોએ તો કોઈ સીમા જ નથી રાખી.
હાલ પોલીસ અને ડૉક્ટરની માનસિક સ્થિતિ એવી છે કે ઘરે જાય તો પણ બીક લાગે છે અને નોકરીમાં ન રહે તો તેમની ફરજ ચૂકવાની વેદના થયા રાખે છે, અને વળી પાછું ઉપરથી અધિકારીઓનું કામ કરાવવા માટેનું સતત દબાણ પણ કોરોના વોરિયર્સને દૂ:ખ પહોચાડી રહ્યા છે.
ફ્રન્ટ વોરિયર્સની માનસિક સ્થિતિ એવી છે કે તેઓ ઘરે આવીને પોતાના બાળકોને પણ અડકતા પહેલા ડરે છે સાથે જ ઘરમાં કોરોનાની એન્ટ્રી ન થાય તેની તકેદારી રાખતા તેઓ પોતાના પરિવાર અને મિત્રોથી દૂર થઈ ગયા છે.