કોરોનાને કારણે દેશની અર્થવ્યવસ્થા અત્યંત નબળી થઈ ગઈ છે. વિશ્ર્વ આખામાં પણ આજ પરિસ્થિતિ જોવા મળતા દેશોને એ પ્રશ્ર્ન સતાવી રહ્યો છે કે, અર્થવ્યવસ્થાને કેવી રીતે બેઠી કરી શકાય તે મુંજવતો પ્રશ્ર્ન જોવા મળી રહ્યો છે પરંતુ ગત થોડા દિવસોમાં જે સ્થિતિ ભારત દેશમાં જોવા મળી રહી છે તેનાથી એ વાત સ્પષ્ટ છે કે, ભારતની અર્થવ્યવસ્થા આવનારા સમયમાં ખુબ જ સારી હશે કારણકે લોકડાઉન દરમિયાન ફેસબુકે જે રોકાણ રિલાયન્સ જીયોમાં કર્યું છે તેનાથી અન્ય કંપનીઓમાં પણ પ્રાણ પુરાણા છે. ફેસબુક બાદ સિલ્વર લેક કંપની પણ રિલાયન્સમાં રોકાણ કરવા જઈ રહ્યું છે જે વાતની સ્પષ્ટતા થઈ રહી હોવાનું સામે આવ્યું છે. હાલ નીચે જણાવેલ મુદાઓથી એ વાત સ્પષ્ટ થાય છે કે, ભારતની અર્થવ્યવસ્થા આવનારા સમયમાં અત્યંત ફાયદારૂ પ અને લાભદાયી નિવડશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રતિ શેર ૧૨૫૭ રૂ પિયા કે જે ૧૪ ટકા ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે તેના થકી બજારમાંથી ૫૩,૧૨૫ કરોડ રૂ પિયા ઉપાડશે જેમાં પ્રતિ ૧૫ ઈકવીટી શેરની સરખામણીમાં એક ઈકવીટી શેર શેરધારકો લઈ શકશે.
રિલાયન્સ ઈન્સ્યોરન્સે નાણાકિય વર્ષ ૨૦૨૦માં ૪ ટકાનાં વધારા સાથે ઈન્ડીવીઝયુઅલ પ્રિમીયમ કલેકશન ૪૩૭૫ કરોડે પહોંચાડયું છે જે ૨૦.૪ ટકા વઘ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. નેટ પ્રોફીટ ૩૭.૨ ટકા વધી ૩૫ કરોડે પહોંચ્યું હોવાનું જણાવ્યું છે.
- સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનાં શેરોમાં ડાઉનગ્રેડ જોવા મળી રહ્યો છે. જયારે હાલ કોવિડ-૧૯ની પરિસ્થિતિ જોઈ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને આ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં બીજી તરફ રીસ્કનું પ્રમાણ પણ અત્યંત વધુ છે. કારણકે લોકોની એસેટની ગુણવતા નબળી પુરવાર થઈ રહી હોવાનું પણ સામે આવ્યું છે.
- આઈસીઆઈસીઆઈ બેંક, એકસીસ બેંક, બેંક ઓફ બરોડામાં પણ ડાઉનગ્રેડ જોવા મળ્યો છે.
- આઈડીએફસી બેંકે પ્રેફરન્સિયલ શેર દ્વારા ૨ હજાર કરોડ રૂ પિયાનું કેપિટલ પણ ઉદભિવત કર્યું છે જે શેર આઈડીએફસી, આઈસીઆઈસીઆઈ ટ્રુડેન્શીયલ, એફડીએફસી લાઈફ, બજાજ એલિયન્સ લાઈફને આપવામાં આવશે જેમાં આઈડીએફસી ફાયનાન્સીયલ હોલ્ડીંગે ૮૦૦ કરોડ રૂ પિયા નાખ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
- સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નવી સ્કિમ અમલી બનાવવામાં આવી છે જેમાં ખાતામાં અસેટની સરખામણીમાં ક્રેડિટ લીમીટ ૧૦ ટકાથી વધારી ૫૦ કરોડ સુધી નિર્ધારીત કરી હોવાનું પણ સામે આવ્યું છે જેને ૧૮ ઈએમઆઈમાં પૂર્ણ કરવાનું પણ જણાવવામાં આવ્યું છે.
- ભારતમાં એપ્રિલ માસ દરમિયાન કોલસાના ઉત્પાદનમાં ૧૦.૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે જે ૪૦.૩૮ મિલીયન ટન સુધી પહોંચવા પામ્યું હતું. જયારે તેનું ઓફટેકમાં પણ ૨૫.૫ ટકાનો ઘટાડો થતા ૩૯.૦ મિલીયન ટને પહોંચવા પામ્યું છે.
- એપ્રિલ-૨૦૨૦ની સરખામણીમાં ફેરોકેમિકલનાં ભાવમાં ૪૫ ટકાનો વધારો જોવા મળ્યો છે જે એપ્રિલ માસ કરતા વધુ હોવાનું સામે આવ્યું છે.
- એપ્રિલ માસમાં આયરન ઓરનું વેચાણ ૪૯ ટકા ઘટવા પામ્યું હતું જે ૧.૩૮ મિલીયન ટન સુધી જ સીમીત રહ્યું છે જયારે ઉત્પાદનમાં ૩૮ ટકાનો ઘટાડો થતા ૧.૮ મિલીયન ટન સુધી પહોંચવા પામ્યું છે.
- આઈસીઆઈસીઆઈ ટ્રુડેન્શીયલ લાઈફ ઈન્સ્યોરન્સનાં સ્ટેકમાં ૫.૦૬ ટકાનો વધારો નોંધાયો છે.
- સીજી ક્ધઝયુમર ઈલેકટ્રીકલસે અહેમદનગર પ્લાન્ટ ખાતે તેનું ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
- સાઈરામ સીટીનાં બોર્ડ ઓફ ડાયરેકટર દ્વારા આજરોજ મીટીંગ યોજવામાં આવશે અને કેવી રીતે ફંડને એકત્રિત કરી શકાય તે અંગે ચર્ચા-વિચારણા પણ કરાશે.
- ૭ મેનાં રોજ હેલ્થ કેર ગ્લોબલ દ્વારા નવા ઈકવીટી શેર પ્રેફેન્સીયલ બેઈજીસ ઉપર ઈસ્યુ કરવામાં આવશે જેથી ફંડ એકત્રિત કરી શકાય. અદાણી એન્ટરપ્રાઈઝ દ્વારા ઈકવીટીશેર અથવા ક્ધવટીબલ બોન્ડને ઈસ્યુ કરી ફંડને ઉભું કરવામાં આવશે. ૬ મેએ આઈઆઈએફએલ ફાયનાન્સ ૧ હજાર કરોડ એનસીડીએસ મારફતે એકત્રિત કરે તેવું પણ સામે આવ્યું છે.
- ઈન્દૌર પ્લાન્ટ ખાતે પ્રતાપ સ્નેકસ દ્વારા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશમાં એનએસીએલ ઈન્ડસ્ટ્રી દ્વારા બે પ્લાન્ટમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
- દહેજ કોમ્પલેક્ષ ખાતે ગુજરાત અલકલાઈઝ અને કેમિકલે પણ તેમનું ઓપરેશન શરૂ કરી દીધું છે.
- રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા લક્ષ્મીવિલાસ બેંકનાં સીઈઓનાં એકસટેન્શનમાં ૩૧ મે સુધી સમય મર્યાદામાં વધારો કર્યો છે.
- બ્લુ સ્ટાર બોર્ડ દ્વારા ૫૦૦ કરોડ રૂ પિયા એનસીડીએસ મારફતે એકત્રિત કરવા માટેની પરવાનગી પણ આપી છે જેમાં કંપની એનસીડીએસ મારફતે ૩૦૦ કરોડ રૂ પિયા એકત્રિત કરશે.
- મીંડા કોર્પોરેશન દ્વારા મધ્યપ્રદેશ, ઉતરાખંડ અને મહારાષ્ટ્રમાં ઓપરેશન નહીવત રીતે શરૂ કરવામાં આવ્યું છે.
- પીએનબી ગીલસનાં બોર્ડ ઓફ ડાયરેકટર દ્વારા ખરડો પસાર કરી ૧ હજાર કરોડ રૂ પિયા એકત્રિત કરવા માટેની મંજુરી આપવામાં આવી છે.
- સેન્ચ્યુરી એન્કાએ ગુજરાત પ્લાન્ટ ખાતે તેમની કામગીરી શરૂ કરી દીધી છે.
- મોટીલાલ ઓસવાલ દ્વારા જે એમસીએકસ વિરુઘ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે તેને જુન મહિના સુધી સ્થગિત કરવાનો નિર્ણય સામે આવ્યો છે.
- બિરલા સોફટનાં પ્રમોટર એસ.બી.પંડિતે ૨૭ એપ્રિલનાં રોજ ૨.૦૮ લાખ શેરને વહેંચ્યા હતા. જયારે માઈન્ડ ટ્રીનાં પ્રમોટરે ૨૮-૨૯ એપ્રિલનાં રોજ ૮૦૦૮૫ શેરોને વેચ્યા છે.
- ડોલરની સામે રૂપિયો મજબુત થતા ૭૫.૧ રૂ પિયાએ પહોંચ્યો હતો જે બુધવારનાં અંત સુધી ૭૫.૬૭એ પહોંચ્યો હતો.
- જયોતિ લેબોરેટરી દ્વારા માર્ગો હેન્ડ સેનીટાઈઝરને લોન્ચ કરવામાં આવ્યું છે જે સૌથી સસ્તો ભાવ હોવાનું પણ સામે આવ્યું છે.
- બેંક ઓફ બરોડાએ ૧૩,૫૦૦ કરોડ રૂ પિયાનું ફંડ એકત્રિત કરવા માટેની પરવાનગી આપી છે જે રકમથી બેંક એકસપાન્શન તથા ઉધોગોને વિકસિત કરશે.
- કલેરીયન્ટ કેમિકલનું મેન્યુફેકચરીંગ યુનિટ તથા ફેકટરી કે જે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુમાં પાર્સીયલી ખોલી નાખવામાં આવી છે અને કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
- ગ્રેન્યુલેશ ઈન્ડિયાએ યુનાઈટેડ સ્ટેટનાં એફડીએનું અપ્રુવલ પણ મેળવેલ છે કે જે ટ્રોસપીએમ કલોરાઈડ કેપસ્યુઅલ બનાવશે.
- સ્ટરલાઈટ ટેકનોલોજી આગામી મહિનાઓમાં ૫૦ ટકાથી વધુનાં શેરો થકી રૂ પિયા બજારમાંથી એકત્રિત કરવાનું પણ જણાવ્યું છે.
- એલએનટીનાં જણાવ્યા મુજબ તેઓને ૩૦ હજાર કરોડ રૂ પિયાનો ઓર્ડર મળેલો હોવાનું જણાવ્યું હતુ જે આવનારા સમયમાં કંપની માટે અત્યંત પ્રોફીટેબલ સાબિત થશે.
- એકસીસ બેંક કે ચોથા ત્રિમાસિકગાળામાં ૧૩૮૭ કરોડની નુકસાની કરી હોવાનું જણાવ્યું હતું જેમાં લોંગ ટર્મ પ્રોસપેટ મજબુત હોવાનું પણ જણાવવામાં આવ્યું છે જેમાં બેંક ચાલુ વર્ષમાં ૩૫ હજાર કરોડ રૂ પિયા બોરો અથવા એકત્રિત કરે તેવું પણ જાણવા મળી રહ્યું છે.
- એફએમસીજી હેઠળ આવેલ બિટાનીયા કંપની અત્યંત સારી કામગીરી કરી રહી છે જયારે લોકડાઉનમાં લોકો કંપનીનાં બિસ્કીટનો સ્ટોક કરતા નજરે પડયા છે જયારે બિટાનીયા કંપનીનાં શેરમાં ૨૫ ટકાનો વધારો આગામી ૬ માસમાં થાય તેવી શકયતા સેવાઈ રહી છે.
- ઈન્ડિયા બુલ ફાયનાન્સ કંપની બ્રેકઆઉટ તરફ અગ્રેસર થઈ રહી છે જે અત્યારે કંપની પરનાં પડતર કોર્ટ કેસોનો નિકાલ ત્વરીત કરવામાં આવે તેવું પણ સામે આવ્યું છે.
- હેસ્ટર બાયો દ્વારા એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો તેઓ કોવિડ અંગેની દવા બનાવવામાં સફળ થશે તો કંપનીને ખુબ જ મોટો ફાયદો પહોંચશે.