૩૦૦૦ ટકા વળતર આપનાર બીટકોઈન સહિતની ક્રિપ્ટોકરન્સીના બ્લોક ચેઈનનો ફાળો
બીટકોઈન એવુ માધ્યમ છે કે વિશ્ર્વભરનો ભરડો લઈ રહ્યું છે. બ્લોકચેઈન ટેકનોલોજી જેવી આધુનિક તકનીક ભવિષ્યમાં વેપારનું માધ્યમ બનશે. બ્લોકચેઈન વિશ્ર્વભરના ઉધોગો માટે અવનવી તકોનું સર્જન કરશે. બ્લોક ચેઈનથી બિટકોઈન અને ક્રિપ્ટોકરન્સીને ૨૦૧૭માં ૩ હજાર ટકાનો નફો મળ્યો હતો. હજુ મિલકતોમાં પણ બ્લોકચેઈન બિઝનેસ આવી શકે છે. જોકે વિવિધ પ્રકારની રિવોલ્યુશનરી ટેકનોલોજીના લાભ કંપનીઓને થાય છે કે કેમ તે જાણવા માટે બ્લોક ચેઈનની ક્ષમતા તોડવી જરૂરી છે. કહી શકાય કે ડોટ કોમનું સંશોધન અને બ્લોક ચેઈનને સાથે લઈએ તો આધુનિક ક્રિપ્ટોકરન્સીનું અનુમાન લગાવી શકાય જો ડોટ કોમને બ્લોકચેઈન વિરુઘ્ધ રાખવામાં આવે તો તેનું એનેલાઈસીસ કરી શકાય. જોકે કોઈપણ શોધ જુના સિનેરીયોને તોડે છે માટે તે બિઝનેસમેન અલગ સ્તરે લઈ જશે તે નકકી છે. નવી ટેકનીકથી ઓનલાઈન વેચાણમાં સરળતા જોવા મળશે. એમાં હાલ સીડી કેસેટસ માટે આ કોમ્બીનેશન હીટ ચાલી રહ્યું છે. બ્લોકચેઈનની જો વાત કરવામાં આવે તો કોર પ્રોસેસર માટે આ ટેકનોલોજી એકદમ સુરક્ષિત છે.
તેથી વેચાણ અને વેપારની પારદર્શકતા જળવાય રહે છે. ઈનમ્યુઝીક નામની એપ્લીકેશન તેના અન્ય ગ્રાહકોને કયા ગીત સૌથી વધુ ગમશે તેના માટે વોટ બેંકનો વિકલ્પ ફ્રેન્સ માટે રાખે છે અને તે મ્યુઝીક સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ સાથે જોડાયેલું હોવાથી તેના ફ્રેન્સ જ વોટ દ્વારા એપને કમાણી કરાવે છે. જેવી રીતે સીડીનું વેચાણ થયું તેજ રીતે બ્લોકચેઈનનો ઉપયોગ ડિજીટલ પ્લેટફોર્મ માટે કરવામાં આવી શકે. ઘણી મ્યુઝીક એપ તેના ગ્રાહકો માટે સોંગ્સ ઓપશન રાખતા હોય છે. જે પણ જીયો ઈન્ટરનેટ જેવુ જ છે, પહેલા સેવા મફતની અને પછી મીઠા મેવા બ્લોક ચેઈનનો સૌથી પહેલો ઉપયોગ ઈનમ્યુઝીકે કર્યો હતો તેઓ સ્વતંત્ર સંગીત આર્ટીસ્ટ છે અને ટ્રાન્સપરન્સી માટે ઉપયોગી બ્લોક ચેઈન વોટ ઓપશનથી આર્ટીસ્ટોની કમાણી કરાવે છે. જોકે મ્યુઝીક, મુવી પ્રાઈવસી પરના એકસેસ સરળ થશે અને ક્ધટેન્ટ કોપીરાઈટ નહીં થાય પણ પોર્નોગ્રાફી અને ગેમ્બલીગના વધતા વેપારથી રોકાણકારો વિચાર માંગી લેતા હોય છે.