હવે નવા રંગ રૂપમાં જોવા મળશે ગુજરાત પોલીસનો યુનિફોર્મ
પોલીસ એટલે ખાખી કલર જ યાદ આવે. ખાખી એ પોલીસની ઓળખાણ બની ચુકી છે. લગભગ જ્યારથી ભારતમાં બ્રિટીશ શાશન હતું ત્યારથી પોલીસ્બેદાનો યુનિફોર્મ ખાખી કલરનો જ છે. તો આટલા વર્ષોથી પોલીસની ઓળખાણ બનેલી ખાખી માટે અનંત નૅશનલ યુનિવર્સિટીનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ભવ્યા રાણા અને તેમની ટીમ ગુજરાતના ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લાના 35થી વધુ શહેરોમાં ફરજ બજાવતા વિવિધ રેન્કનાં 7 હજારથી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓનો સર્વ કરીને પોલીસ યુનિફોર્મની ખાસ ડિઝાઈન પણ તૈયાર કરી દેવામાં આવી છે. આ નવી ડીઝાઇન સ્પેશિઅલી મહિલા પોલીસ માટે આશીર્વાદરૂપ સમાન બની રહેશે. આ નવી ડીઝાઈનને એપ્રુવલ મળી ગયું છે.
અત્યારનો યુનિફોર્મ ખાસ કરીને મહિલાઓ માટે ચુસ્ત હોવાની સાથે તેનું ફેબ્રિક પણ ગરમી કરે એવું છે. જેનાથી ઘણી તકલીફોનો સામનો કરવાનો વારો આવે છે. પરંતુ આ તમામ મુશ્કેલીઓનો ખુલાસો સર્વે દરમિયાન સ્સામે આવ્યો હોવાથી તે તમામને ધ્યાનમાં રાખીને જ નવી ડીઝાઈન અને કાપળની પસંદગી કરવામાં આવી છે.
સતત ત્રણ મહિના સુધી આ સર્વે ચાલુ રહ્યો હતો જે ઓનલાઈનની સાથે સાથે ફિક્ષિકલિ પણ કરવામાં આવ્યો હતો. કોટન અને પોલીસ્ટરની ફેબ્રીકમાંથી બનેલો અત્યારનો ડ્રેસ થોડો હેવી પણ છે ત્યારે નવા ડ્રેસ માટે કોટન બેઝ કપડામાંથી અને થોડો આર્મી જેવા ઘટ રંગનો બનાવવામાં આવશે. આ ડ્રેસની ખાસિયત એ રહેશે કે ડ્રેસમાં અલગથી સ્તર રેન્ક અહીં હોય તેમાં એમ્બ્રોડરીથી જ રેન્ક દર્શાવવામાં આવશે.