સિંહની સુરક્ષાને લઈ દેશ-વિદેશના નિષ્ણાંનો પહોંચ્યા ગીર
વાઈરસથી સાવજોની સુરક્ષા માટે ગીરના ૧૦૦ ગામડાઓનાં પશુઓનું રસીકરણ થશે
સિંહોના મોતથી ચકચાર થતા તેના સ્થળાંતરની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે બરડામાં સિંહોની વ્યવસ્થા કરવામાં આવી શકે છે. સાવજો ગુજરાતની શાન, સંસ્કૃતિ અન સાહિત્ય સાથે લાગણીશીલ રીતે જોડાયા છે. ત્યારે ગુજરાત બહાર સિંહને લઈ જવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે.
ગીરના જંગલોમાં સાવજોની ટપાટપ મોતનું કારણ વાઈરસ હોવાનું સામે આવતા વનવિભાગથી લઈને સરકાર પણ ચિંતામાં મુકાઈ છે. ત્યારે ગુજરાત કેબીનેટના આદેશથી સાવજોની સુરક્ષા માટે ગીરના ૧૦૦ ગામડાઓનાં પશુઓનું રસીકરણ કરવાનો નિર્ણય લેવાયો છે. વન વિભાગ તેમજ પર્યાવરણનાં ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતુ કે પશુઓનાં રસીકરણના પ્રક્યિ બુધવારથી શરૂ કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના સખ્ત આદેશ બાદ તંત્ર વધુ એલર્ટ થયું છે.
ગુજરાતના ગૌરવવંતા સમાન સાવજોની સુરક્ષા માટે ત્વરીત પગલા લેવાશે બીજા ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે સિંહને બચાવવા માટેનું સમગ્ર આયોજન નકકી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજયના મુખ્યમંત્રી પણ રેન્જ અધિકારીઓ પાસેથી અપડેટ લઈ રહ્યા છે. સિંહના મોતની ઘટનાનો ચકચાર થતા તાત્કાલીક કેબીનેટની બેઠક બોલાવવામાં આવી હતી વન વિભાગના મંત્રી ગણપત વસાવાએ કહ્યું હતુ કે વાઈરસને કારણે સિંહના મોત થઈ રહ્યા છે. જોકે રાજય સરકાર આ મામલે પુરતી તપાસ કરી રહ્યું છે. પરંતુ ગીર પંથકમાં પ્રાણીને લગતા વાઈરસ વિશે કોઈ પણ પ્રકારની વિસ્તૃત માહિતી નથી નિરીક્ષણ માટે આવતા ત્રણ સિંહને ચેપથી બચાવી લેવાયા છે.
સિંહનું ઓબઝર્વેશન કરી તેને બચાવી લેવામાં આવ્યા છે. તો બીજી તરફ ગીર તથા આસપાસની રેન્જમાં ૫૦૦ તાલીમ પામેલા વન્ય સ્વયંસેવકો હાલમાં ૬૦૦ જેટલા સિંહ ઉપર નજર રાખી રહ્યા છે. મંત્રીએ ઉમેર્યું કે, ૩૦૦ જેટલી વાઈરસની દવાઓ બુધવાર સુધીમાં આવીજશે. રાજય સરકારે સિંહને બચાવવા માટે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને લંડનના નિષ્ણાંતોને બોલાવ્યા છે. સિંહ પ્રોટોઝોન નામના ઈન્ફેકશનથી પીડાતા હતા. જયારે બે સિંહ વાયરસનો ભોગ બનતા મોતને ભેટયા હતા. પ્રોટોઝોનના ઈન્ફેકશનથી સિંહના લોહીમાં રહેલા હિમોગ્લોબીન ઉપર તેની સીધી અસર પડે છે.
સદીઓથી સિંહો ગીરની શાન રહ્યા છે. જંગલના સાવજો ગુજરાતીઓને હૃદયમાં વસે છે. અને આપણી લોક સંસ્કૃતિ સાથેની લાગણીઓ જોડાયેલી છે. વાયરસને કારણે થતા સાવજોના મોતથી તેનું સ્થળાંતર કરવાની વિચારણા ચાલી રહી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ભવિષ્યમાં કોઈ બિમારીને લઈને સિંહોની પ્રજાતી લુપ્ત થવાને વહારે પહોચે તેની પહેલા તેમના વૈકલ્પીક રહેઠાણની વ્યવસ્થા કરવી જોઈએ નેશનલ બોર્ડ ફોરવાઈલ્ડલાઈફના સભ્યએ જણાવ્યું હતુ કે સિંહોને અન્ય સ્થળે ખસેડવાનો સમય આવી ગયો છે. અને આમતો સિંહોની વ્યવસ્થા જો ગુજરાતમાં જ કરવામાં આવે તોજ શ્રેષ્ઠ છે.