મજબૂત અર્થતંત્ર તરફ દોટ; ગતિશક્તિ યોજનાથી આંતરમાળખામાં અબજો રૂપિયાના રોકાણ થશે, લાખો યુવાઓને રોજગારી મળશે: વડાપ્રધાન

હાલ ભારતીય અર્થતંત્ર પુરપાટ ઝડપે આગળ વધી વૈશ્વિક બજારમાં પોતાનું વર્ચસ્વ જમાવવા પ્રયત્નશીલ બન્યું છે. મોદી સરકાર અને રિઝર્વ બેંકના સમન્વયી નિર્ણયને કારણે કોરોનાકાળમાં પણ આપણું અર્થતંત્ર વેગવંતુ બન્યું છે. ત્યારે હજુ વધુ ગતિશીલ બનાવવા ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ખાતેથી અતિ મહત્વની કહી શકાય તેવી “ગતિશક્તિ યોજના”ની જાહેરાત કરી છે. રૂપિયા 100 લાખ કરોડના આ પ્રોજેક્ટ હેઠળ આંતરમાળખું મજબૂત કરવા વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશને કોલ આપ્યો છે.

માત્ર ગઈકાલે જ નહીં પણ હાલ સમગ્ર વર્ષ દરમિયાન દેશ આખો આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવ્યા બાદ રાષ્ટ્રજોગ સંબોધનમાં

મોદીએ રૂપિયા 100 લાખ કરોડની ગતિ શક્તિ યોજનાની જાહેરાત કરી આંતરમાળખાકીય ગતિવિધિઓ વધુ મજબૂત બનાવી અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલરનું બનાવવા તરફ મોટુ આહવાન કર્યુ છે. પીએમ મોદીએ કહ્યું કે, આજથી દેશએ 75 વર્ષમાં પ્રવેશ કર્યો છે અને અહીંથી આજની 100 વર્ષ સુધીની સફર “ભારત સર્જનનું અમૃતકાલ ” સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ અને સૌના પ્રયાસથી દેશને આગળ લઈ જઈશું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગતિ શક્તિ યોજના આગામી ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે. ભારત આગામી સમયમાં પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજનાનો રાષ્ટ્રીય માસ્ટર પ્લાન દેશ સમક્ષ રજૂ કરશે. 100 લાખ કરોડથી વધુની યોજનાથી દેશના આંતરમાળખામાં અબજો રૂપિયાના રોકાણ થશે તેમજ લાખો યુવાનોને રોજગારીની તક મળશે. અત્યારે દેશમાં પરિવહનની વિવિધ પદ્ધતિઓ વચ્ચે કોઈ સમન્વય નથી, ગતિ શક્તિ યોજના આ મડાગાંઠને તોડવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે ભારતે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણમાં સર્વગ્રાહી અભિગમ અપનાવવાની જરૂર છે. જે આ યોજનાથી શક્ય બનશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.