ઈરાન પાસેથી ક્રુડની આયાતનો મુદ્દો ઉકેલાય જાય તેવો આશાવાદ

ઈરાન સાથેનાં પરમાણું કરાર પુરા કરી નાખી અમેરિકાએ ઈરાનને ભીસમાં લેવાની રણનીતિનાં ભાગ‚પે ઈરાન પર મુકાયેલા ક્રુડ વેચાણનાં પ્રતિબંધની સૌથી વધુ અસર ભારતને થવા જઈ રહી છે. ભારતની કુટનીતિમાં સફળતા અને અમેરિકા સાથેનાં કુણા વલણનાં પગલે ઈરાન પાસેથી તેલ ખરીદીનાં પ્રતિબંધનો સુખદ અંત આવે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.

દાયકાઓથી ભારત અને ઈરાન વચ્ચે પ્રવર્તીત મૈત્રીપૂર્ણ સંબંધોથી દુનિયા બખુબી રીતે વાકેફ છે ત્યારે વૈશ્ર્વિક સમીકરણોનાં આધારે ભારત-ઈરાનનાં સંબંધો, ચાબહાર બંદર વિકાસ પરીયોજનાનાં પરીબળો સામે અમેરિકા ભારતનાં મુદ્દે કુણુ વલણ દાખવશે તેવું પણ સામે આવી રહ્યું છે. ભારત અફઘાનિસ્તાન, નેપાળ જેવા નાના અને વિકસિત રાષ્ટ્રોમાં માનવ સહાય અને વિકાસમાં હંમેશા અગ્રેસર રહ્યું છે ત્યારે ઈરાન સાથે ભારતનાં ચાબહાર બંદર વિકાસ પરીયોજના હાથ ઉપર લેવામાં આવી છે. તેનાથી ભારત ઈરાન ઉપરાંત દક્ષિણ એશિયા અને અખાટનાં સમગ્ર પ્રદેશને ફાયદો થશે.

ઈરાન પર મુકાયેલા પ્રતિબંધની વધુ અસર ભારતને થવા જઈ રહી છે. ઈરાન પર મુકવામાં આવેલા પ્રતિબંધ અને અપાયેલી ૬ મહિનાની છુટછાટ બાદ પુરી થવાની સંભાવના છે ત્યારે ભારતનાં ૭ દેશોની ઈરાન પાસેથી તે બચાવવાની પરિસ્થિતિ પર વિશ્વ આખાની મીટ છે. ભારત વિશ્વનું સૌથી મોટો ત્રીજો દેશ છે જે તેની ક્રુડની જરૂરીયાત ઈરાન પાસેથી પુરી કરે છે.

ભારત-ઈરાન વચ્ચેનાં વેપાર અને ખાસ કરીને અમેરિકાનાં પ્રતિબંધનાં પગલે ક્રુડની આયાતનાં રોક પર પ્રતિબંધ વહેલા સર પાછો ખેંચવામાં આવશે તેવી પણ આશા ઉભી થઈ છે. ભારતનાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ઈરાનનાં વિદેશ મંત્રીને સંકેતો આપતા જણાવ્યું હતું કે, ઈરાન પાસેથી ક્રુડ ખરીદવાનું ચુંટણી પછી નિર્ણય લેવાશે. કારણકે ભારતની જરૂરીયાત ઈરાન ક્રુડ આપીને પુરી કરે છે તેથી ઈરાનની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે અને અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધ પણ વહેલો ઉઠાવી લેવામાં આવી તેવી આશા સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.