બ્રેકિંગ ન્યુઝ સિન્ડ્રોમ’ના ભરડામાં સપડાયેલું પત્રકારત્વ જવાબદારી ભુલ્યું : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વર્તમાન સમયના પત્રકારત્ત્વની નકારાત્મક બાબતો રજૂ કરી
દેશની ચોથી જાગીર ગણાતું પત્રકારત્વ શું, ક્યારે, શા માટે, ક્યાં અને કોણ ? જેવા સામાન્ય ગણાતા પ્રશ્ર્નોના પાયા પર ઉભી છે. પરંતુ વર્તમાન સમયે ‘બ્રેકિંગ ન્યુઝ સિન્ડ્રોમ’ના ભરડામાં આવી ગયેલું પત્રકારત્વ પોતાના પાયાને સમજવામાં ઉણુ ઉતર્યું હોય તેવું ફલીત થઈ રહ્યું છે. તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ પોતાના ઉદ્બોધનમાં પત્રકારત્વમાં વિસરાયેલા મુદ્દા પર પ્રકાશ ફેંકયો હતો.
વર્તમાન સમયે પત્રકારત્વ કટોકટીના તબક્કામાંથી પસાર ઈ રહ્યું હોવાનું રાષ્ટ્રપતિ રામના કોવિંદનું કહેવું હતું. પત્રકારત્વમાં સામાજીક અને આર્થિક રીતે સંકળાયેલી બાબતોને ખુલ્લી પાડવાની જગ્યાએ હવે ખબરો નજીવી બાબતો ઉપર બનતી હોવાનું તેમણે ઉમેર્યું હતું. સાયન્ટીફીક વસ્તુઓને પ્રોત્સાહન આપવાના સને રેટીંગ માટે અને લોકોનું ધ્યાન ખેંચવા કેટલાક ર્અહિન આચરણ કરતા હોવાનું પણ તેમણે કહ્યું હતું. બ્રેકિંગ ન્યુઝ સિન્ડ્રોમ એટલે કે, બિમારીમાં પટકાયેલું પત્રકારત્વ હવે પોતાની જવાબદારી ભુલી ગયું હોવાનું રાષ્ટ્રપતિ કોવિંદે આપેલા નિવેદન પરી ફલીત ઈ રહ્યું છે.
અત્યાર સુધી પાંચ ડબલ્યુ અને એક એચ (વોટ, વેન, વાય, વેર, હુ અને હાવ)ના જવાબો પરી ખબર બનતી હતી. પરંતુ હવે સ્થિતિ જુદી જોવા મળી રહી છે. પત્રકારત્વ પાયાના સિદ્ધાંતો વિસરી ચૂકયું છે. ફેક ન્યુઝ ફેલાવનાર પોતાને પત્રકાર કહીને નોબલ પ્રોફેશનને દાગ લગાવી રહ્યાં છે. પરિણામે વર્તમાન સમયે પત્રકારત્વ કટોકટીના તબક્કામાંથી પસાર થઈ રહ્યું હોવાનું કહી શકાય.
એક સમય હતો જ્યારે પત્રકારો પોતાની જવાબદારી તપાસકર્તા તરીકે નિભાવતા હતા. ત્યારબાદ તેને લોકો સામે મુકતા હતા. પરંતુ હવે સમય બદલાઈ ચૂકયો છે. પત્રકારો પોતાને જ તપાસકર્તાની સાો સા વકીલ અને જજ માને છે. પોતે જ દલીલ કરે છે અને પોતે જ ચુકાદો આપી દે છે. રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું હતું કે, વર્તમાન સમયે પત્રકારો પોતાને તપાસકર્તા, વકીલ અને જજ સમજે છે.
અહીં નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પત્રકારત્વ જગતની આંખ ઉઘાડતું આ સંબોધન તાજેતરમાં યોજાયેલા રામના ગોયેંકા એક્ષલેન્સ ઈન જર્નાલીઝમ એવોર્ડ સેરેમની દરમિયાન કર્યું હતું. તેમણે આ એવોર્ડ દરમિયાન પત્રકારત્વ જગતમાં વર્તમાન સમયે પ્રવર્તેલી કુટેવોને હટાવવા આહવાન કર્યું હતું. ભારત વિશ્ર્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે અને લોકતંત્ર ત્યારે જ સાચુ ઠરી શકે જ્યારે નાગરિકને સાચી જાણકારી પહોંચે તેવું રાષ્ટ્રપતિ રામના કોવિંદે અંતમાં કહ્યું હતું. અહીં નોંધનીય છે કે વર્તમાન સમયના પત્રકારત્વને લઇને ભારતના આગેવાનોએ અગાઉ પણ અનેકવખત ટીકા કરીને સકારાત્મક ખબરોને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ માત્ર બ્રેકીંગ ન્યૂઝ નહીં પરંતુ વિસ્તૃત સકારાત્મક સમાચાર લોકો સુધી પહોંચાડવા માટે પત્રકારો અને પત્રકારત્વ ક્ષેત્રે સંકળાયેલી સંસ્થાઓને આહવાન કરી ચૂકયા છે.