ઉંચી ઓન અને ટેન્ડર વિના થતા આડેધડ ખર્ચ સામે સ્ટેન્ડિંગમાં કર્યો ઉગ્ર વિરોધ
વોર્ડ નં.૧૧નાં કોંગ્રેસનાં કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીનાં સભ્ય ધનશ્યામસિંહ જાડેજાએ આજે સ્ટેન્ડિંગની બેઠકમાં અલગ અલગ ૬ બેઠકો સામે વિરોધ નોંધાવ્યો હતો.
તેઓએ જણાવ્યું હતું કે, ડ્રેનેજ શાખાનાં ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન (ડીપીએસ) ખાતે હયાત પમ્પીંગ મશીનરીનાં અપગ્રેડેશન કામે પમ્પીંગ મશીનરીનાં સપ્લાય, ઈન્સ્ટોલેશન, ટેસ્ટીંગ, કમીશનીંગ તથા ૫ વર્ષનાં કોમ્પ્રેહેન્સીહ ઓપરેશન અને મેઈટેનન્સ સાથે કામગીરી માટે પટેલ સીડ ફાર્મ રાજકોટને આ કામગીરી માટે ૯.૧૦ ટકા ઉંચા ભાવની કામગીરી બાબતે આ કામગીરી માટે અંદાજીત રૂ.૯૫,૭૫,૪૪૦ રકમ સાથે ૯.૧૦ ટકા ભાવ વધારા સાથે રૂ.૧,૦૪,૪૬,૮૦૫ જેવી માતબર રકમનો ખર્ચ થશે અને આ પત્રમાં રૂ.૮,૭૧,૩૬૫ જેવો વધારાનો ખર્ચ દર્શાવેલ છે.
વોર્ડ નં.૧૮માં વોટર સપ્લાય પ્રોજેકટ ડિઝાઈન, ડેવલોપમેન્ટ તથા ઈપ્લીમેન્ટેશન જેવી કામગીરી માટે અંદાજીત રકમ રૂ.૪,૪૪,૮૯૦૦૦ સામે એલ-વન બીડર કલાસીસ નેટવર્ક પ્રા.લી.નાં ૧૩ ટકા વધુ ભાવ સાથે રૂ.૫,૦૨,૭૨૫૭૦ ખર્ચ દર્શાવવામાં આવેલ છે. આ કામગીરી માટે વધારાની રકમ રૂ.૫૭,૮૩,૫૭૦ જેવો વધારો દર્શાવતા આ પત્રનો પણ મારો વિરોધ દર્શાવીને આ કામગીરી રીટેન્ડર આવશ્યક છે.
વોટર વર્કસ શાખા દ્વારા સરકારની અમૃત યોજના અંતર્ગત ગુજરાત અર્બન ડેવો.મિશન હેઠળ રાજકોટ શહેરની મધ્યે આવેલા વોર્ડ નં.૭ અને ૧૪ (જુના વોર્ડ નં.૮ અને ૧૫)નાં વિસ્તારમાં વોટર સપ્લાય પ્રોજેકટનાં ડીઝાઈન, ડેવલોપમેન્ટ તથા ઈમ્પલીમેન્ટેશન કરવાની કામગીરી માટે રૂ.૩,૧૧,૧૦,૦૦૦નાં અંદાજપત્ર સાથે ટેન્ડર તૈયાર કરવામાં આવેલું તેની સામે એજન્સી દ્વારા વધારાના ૧૨ ટકા વધુ ભાવ ચુકવીને રૂ.૩,૪૮,૪૩,૨૦૦ દર્શાવતા આ કામગીરી માટે પણ વધારાની રકમ રૂ.૩૭,૩૩,૨૦૦ જેવો વધારાનો ખર્ચ પ્રજા પર નાખવામાં આવ્યો છે.
ઈસ્ટ ઝોનનાં વોર્ડ નં.૬માં અમૃત યોજના હેઠળ મનહરપરા લો લેઈંગ એરીયામાં ડ્રેનેજની મેઈન લાઈન નાખવાનું તથા હાઉસ કનેકશન ચેમ્બર બનાવવાની કામગીરી માટે રૂ.૧,૪૬,૪૬,૭૨૬ એસ્ટીમેન્ટ મંજુર કરવામાં આવેલો તેમની સામે એજન્સી દ્વારા વધારાનાં ૩૦ ટકા વધુ ભાવ સુચવતા રૂ.૧,૯૦,૪૦,૭૪૪ જેવો ખર્ચ મંજુર કરવાની આ કામગીરી માટે વધારાના રૂ.૪૩,૯૪,૦૧૮ જેવો વધારાનો ખર્ચ દર્શાવેલ છે.
પ્રધાનમંત્રીનાં કાર્યક્રમનાં લાઈવ પ્રસારણ અંગેના કાર્યક્રમનું આયોજન કરતા આ કાર્યક્રમ અન્વયે ફુટ પેકેટ ફરાળી ચેવડો તથા પેંડા ૨૦૦૦ નંગ ફુટ પેકેટની ખરીદી માટે રૂ.૫૨૦૦૦ જેવો ખર્ચ દર્શાવેલ છે. આ કામગીરી સારી છે પરંતુ આ કામગીરી વગર ટેન્ડર પ્રક્રિયા તેમજ આ કામગીરીમાં પેંડા કેટલા લીધા ? ચેવડો કેટલો લીધો ? ને તેમનો ભાવ શું છે ? તે દર્શાવેલ નથી. વગર ટેન્ડરની પ્રક્રિયા સામે વિરોધ દર્શાવ્યો છે.
સેન્ટ્રલ ઝોન વોર્ડ નં.૧૪માં આવેલા સરદાર પટેલ સ્વીમીંગ પુલ આગામી તા.૨૪/૬/૨૦૧૯નાં રોજ યોજાનાર સ્વીમીંગ ફેડરેશન ઓફ ઈન્ડીયાની ચેમ્પીયનશીપ માટેની કામગીરી રૂ.૯,૩૬,૬૦૦ જેવી અંદાજીત રકમ મંજુર કરવામાં આવેલ છે તો આટલી મોટી રકમની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. પાંચ દરખાસ્તનો સ્ટેન્ડિંગ કમિટીનાં કોંગી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ વિરોધ દર્શાવ્યો છે.