કોરોના મહામારીના કારણે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજય સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઇડ લાઇનનો અમલ કરાવવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામું પ્રસિધ્ધ કરી કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે. તો કેટલીક છુટછાટ આપવામાં આવી છે.

રાજય સરકાર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે આંશિક લોક ડાઉન જાહેર કરાયા બાદ ગઇકાલે આશિક લોક ડાઉનમાં છુટછાટ આપી છે. જે અંતર્ગત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરી રાજકોટ શહેરમાં તમામ પ્રકારની દુકાનો સવારે નવ થી બપોરના ત્રણ વાગ્યા સુધી ખુલ્લી રાખવા જણાવ્યું છે. તેમજ રાત્રીના આઠથી સવારના છ વાગ્યા સુધી કફુયી યથાવત રાખવામાં આવ્યું છે.

તા.21 થી 28 મે સુધી અમલ કરાવવા પ્રસિધ્ધ કરાયેલા જાહેરનામામાં બપોરના ત્રણ વાગ્યા મેડિકલ સ્ટોર, અનાજ-કરિયાણા, શાકભાજી, ફળ ફ્રુટવાળા, મિલ્ક પાર્લર, બેકરી, ચશ્માની દુકાનો અને ખાધ્ય પદાર્થની દુકાનો આઠ વાગ્યા સુધી ખુલ્લી રાખવા જણાવાયું છે.

સવારના નવથી બપોરના ત્રણ વાગ્યા સુધી તમામ પ્રકારની દુકાનો, વાણિજય સંસ્થા, રેસ્ટોરન્ટ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્ષ, યાર્ડ, હેર કટીંગ, બ્યુટી પાર્લર સહિતના વેપાર ધંધાને લગતી દુકાનો ખુલ્લી રાખવા જણાવાયું છે.

જ્યારે સાપ્તાહીક ભરાતી ગુજરી બજાર, શૈક્ષણિક સંસ્થા, કોચીંગ કલાસ, સિનેમા, વોટર પાર્ક, સ્પા, જીમ, સ્વીમીંગ પુલ અને ઓડીટોરીયમ હોલ ખોલવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. રાજકીય, સામાજીક, ધાર્મિક અને સાંસ્કૃતિક જાહેર કાર્યક્રમ પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. તેમજ લગ્ન પ્રસંગ માટે 50 અને અંતિમ ક્રિયામાં 20 વ્યક્તિઓને એકઠા થવાની છુટ આપવામાં આવી છે.છુટછાટ અપાયેલા વેપારીઓએ માસ્ક પહેરવું ફરજીયાત તેમજ સોશ્યલ ડીસ્ટન્સનું ચુસ્ત પાલન કરવામાં રહેશે તેમ પોલીસ કમિશનરના જાહેરનામામાં દ્વારા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.