મહીસાગર જીલ્લાના બાલાસીનોરથી દસ કિ.મી દુરીએ આવેલા મુવાડા ગામે ડાયનાસોરના ઈંડા મળી આવ્યા !!
ભયાનક ગરોળી તરીકે ઓળખાતા ડાયનાસોરના ઈંડા તાજેતરમાં ગુજરાતમાંથી મળી આવ્યા છે. આ સમાચાર પુરાતત્વવિદો માટે આનંદના સમાચાર ગણી શકાય પરંતુ આ ઈંડા પરથી એવા પણ પ્રશ્ર્નો ઉભા થાય છે કે શું ગુજરાતમાં ડાયનોસોર હતા ? જણાવી દઈએ કે, ગુજરાતના મહિસાગર જીલ્લાના બાલાસિનોરમાંથી સ્થાનિક ખેડુતોને ડાયનાસોરના ઈંડા મળી આવ્યા છે.
બાલાસિનોરથી દસ કિલોમીટરની દુરીએ આવેલા મુવાડા ગામમાંથી ડાયનાસોરના ઈંડા મળ્યા છે.
જયારે ખેડુતો જમીન ખોદકામ કરી રહ્યા હતા ત્યારે વિશાળકદના ઈંડા મળી આવતા તેઓ પણ અચરજમાં મુકાઈ ગયા હતા. આ અગાઉ વર્ષ ૧૯૮૦માં પણ અહીંથી જ આ પ્રકારે ઈંડા મળ્યા હતા. જોકે, બાલાસીનોરને ડાયનોસોરના ઘર તરીકે પણ ઓળખાય છે. અહીં ડાયનાસોર ફોસીલ પાર્ક પણ ઉભું કરાયું છે.
આ મળી આવેલા ડાયનોસોરના ઈંડાને લઈ સંશોધકોએ ઉંડાણપૂર્વકની તપાસ હાથધરી છે. સંશોધકોનું માનવું છે કે આશરે ૬ કરોડ વર્ષ પહેલા બાલાસીનોરની નર્મદાવેલીથી મધ્યપ્રદેશ સુધી ડાયનાસોરની ૭ પ્રજાતિઓ વિચરતી હતી એટલે કે ડાયનાસોર બાલાસિનોરથી મધ્યપ્રદેશ સુધી વિચરણ માટે જતા.