રક્ત પ્રકારો ચોક્કસ એન્ટિજેન્સની હાજરી અથવા ગેરહાજરી દ્વારા નક્કી કરવામાં આવે છે.આ પદાર્થો રોગપ્રતિકારક પ્રતિક્રિયાને ઉત્તેજિત કરે છે.સલામત રક્તદાન એ રક્તના પ્રકાર અને ક્રોસ-મેચિંગ પર આધારિત હોય છે.શું તમે જાણો છો કે જો તમને રક્તદાનની જરૂર હોય તો તમારા માટે ક્યાં પ્રકારનું રક્ત સલામત છે?
ચાર મુખ્ય રક્ત જૂથો હોય છે.જે લાલ રક્ત કોશિકાઓની સપાટી પર બે એન્ટિજેન્સબ એટલે કે A અને Bની હાજરી અથવા ગેરહાજરી દ્વારા નક્કી કરવામાં આવે છે.જેમાં A અને B એન્ટિજેન્સ ઉપરાંત RH ફેક્ટર નામનું પ્રોટીન પણ હોય છે. જો RH હાજર હોય તો (+) અથવા ગેરહાજર હોય તો (–) રકત હોય છે. કુલ 8 રક્ત પ્રકારો (A+, A-, B+, B-, O+ , O-, AB+, AB-) છે.
લોહીના પ્રકાર કઈ રીતે પડે??
બધાજ મનુષ્ય અથવા સજીવોના લોહીનો રંગ લાલ હોય છે. એક હેલ્ધી વ્યક્તિના શરીરમાં પાંચથી છ લિટર જેટલું લોહી હોવું જરૂરી છે.આપણા શરીરમાં કુલ વજન કરતા સાત ટકા વજન લોહીનું હોય છે. ઍન્ટિજન અને ઍન્ટિબૉડીઝ ઉપરથી લોહીના પ્રકાર પડે છે.જોકે લોહીના મુખ્યત્વે A, B, AB અને O જેવા ચાર પ્રકારો પડે છે.
ઍન્ટિજન અને ઍન્ટિબૉડીઝ શું છે??
ઍન્ટિજન અને ઍન્ટિબૉડીઝ શું છે એ સમજીએ. ઍન્ટિબૉડી એટલે અમુક ચોક્કસ ચીજોનો પ્રતિકાર કરી શકે એવા પ્રોટીનના બનેલા કણો. આ કણો બ્લડના પ્લાઝમામાં હોય છે. ઍન્ટિજન એટલે શરીરમાં આવાં ઍન્ટિબૉડીઝ જનરેટ કરી શકે એવા કણો. એ લાલ રક્તકણોની સપાટી પર હોય છે. દરેક વ્યક્તિમાં જુદી-જુદી ઍન્ટિજન અને ઍન્ટિબૉડીઝની ગોઠવણને આધારે લોહીનું ગ્રુપ નક્કી થતું હોય છે. આને ABO સિસ્ટમ કહે છે.
ABO સિસ્ટમ શું છે???
A બ્લડ-ગ્રુપ :
જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર A ઍન્ટિજન તેમજ B પ્રકારના ઍન્ટિબૉડીઝ બ્લડ-પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું બ્લડ-ગ્રુપ A હોય છે.
B બ્લડ-ગ્રુપ :
જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર B ઍન્ટિજન તેમજ B પ્રકારના ઍન્ટિબૉડીઝ બ્લડ-પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું બ્લડ-ગ્રુપ B હોય છે.
AB બ્લડ-ગ્રુપ :
જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર A અને B બન્ને ઍન્ટિજન તેમજ બન્ને પ્રકારના ઍન્ટિબૉડીઝ બ્લડ-પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું બ્લડ-ગ્રુપ AB હોય છે.
O બ્લડ-ગ્રુપ:
જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર A અથવા B કોઈ પણ પ્રકારના ઍન્ટિજન આવેલા ન હોય તેમજ બન્ને પ્રકારના ઍન્ટિબૉડીઝ બ્લડ-પ્લાઝમામાં હોય તો એ વ્યક્તિનું બ્લડ-ગ્રુપ O હોય છે.
પૉઝિટિવ કે નેગેટિવ કેવી રીતે નક્કી કરશો
Rh (Rhesus) ફૅક્ટર તરીકે ઓળખાતા ઍન્ટિજન અને ઍન્ટિબૉડીઝની હાજરી કે ગેરહાજરી પરથી પૉઝિટિવ કે નેગેટિવ બલ્ડ ગ્રુપ નક્કી કરી શકાય છે.
પૉઝિટિવ : જે વ્યક્તિમાં ઉપરોક્ત ઍન્ટિજન ઉપરાંત લાલ રક્તકણોની સપાટી પર Rh ઍન્ટિજન પણ હાજર હોય છે.
નેગેટિવ : જે વ્યક્તિમાં લાલ રક્તકણોની સપાટી પર Rh ઍન્ટિજન હાજર ન હોય એને Rh નેગેટિવ બ્લડ કહેવાય છે. આ બ્લડના પ્લાઝમામાં Rh ઍન્ટિબૉડીઝ નૅચરલી નથી હોતા, પરંતુ જો આ બ્લડની સાથે Rh પૉઝિટિવ બ્લડ ભેળવવામાં આવે તો એ Rh ઍન્ટિબૉડીઝ પેદા કરી શકે છે.
વ્યક્તિ કોની માટે બની શકે છે રકતદાતા??
A ગ્રુપ ધરાવનારી વ્યક્તિ કોની માટે બની શકે છે રકતદાતા??
A ગ્રુપ તેમ જ AB ગ્રુપ ધરાવતી વ્યક્તિને બ્લડ આપી શકે છે.તેમજ આ વ્યક્તિ A અને O ગ્રુપનું બ્લડ લઇ શકે છે.
B ગ્રુપ ધરાવનારી વ્યક્તિ કોની માટે બની શકે છે રકતદાતા??
B ગ્રુપ ધરાવનારી વ્યક્તિ B અને AB ગ્રુપ ધરાવતી વ્યક્તિને લોહી આપી શકે. આ વ્યક્તિને B તેમ જ O ગ્રુપનું બ્લડ લઇ શકે છે .
AB ગ્રુપ ધરાવનારી વ્યક્તિ કોની માટે બની શકે છે રકતદાતા??
AB ગ્રુપ ધરાવનારી વ્યક્તિનું AB ગ્રુપ ધરાવતી વ્યક્તિને લોહી આપી શકાય. આ વ્યક્તિને A, B, AB, અને O એમ દરેક પ્રકારનું બ્લડ આપી શકાય છે. આ ગ્રુપની વ્યક્તિ દરેક પ્રકારના ગ્રુપનું લોહી લઈ શકે એમ હોવાથી એને યુનિવર્સલ રિસીવર બ્લડ-ગ્રુપ કહેવાય છે.
O ગ્રુપ ધરાવનારી વ્યક્તિ કોની માટે બની શકે છે રકતદાતા??
O ગ્રુપ ધરાવનારી વ્યક્તિઓ A, B, AB, અને O એમ દરેક પ્રકારના બ્લડ-ગ્રુપ સાથે મૅચ થાય છે, પરંતુ તેમને જ્યારે લોહીની જરૂર પડે તો માત્ર અને માત્ર O ગ્રુપ જ મૅચ થાય છે. આ ગ્રુપનું લોહી કોઈ પણ બ્લડ-ગ્રુપ ધરાવનારાઓને આપી શકાતું હોવાથી એને યુનિવર્સલ ડોનર બ્લડ-ગ્રુપ કહેવાય છે.
સાર્વભૌમિક રક્તદાતા શું છે?
સાર્વત્રિક દાતાઓ એટલે કે જેમનું બ્લડ ગ્રુપ O નેગેટિવ છે. O નેગેટિવ બ્લડ બહુ ઓછા પ્રમાણમાં છે અને હોસ્પિટલો દ્વારા ઉચ્ચ માંગમાં છે આ બંને કારણ કે તે સૌથી સામાન્ય રક્ત પ્રકાર છે.
લગભગ 45 ટકા લોકો પ્રકાર O (પૉઝિટિવ કે નેગેટિવ) રક્ત ધરાવે છે.જેમાં માત્ર 7% વસ્તી O નેગેટિવ રકત ધરાવે છે.સામે O નેગેટિવ રક્ત સૌથી વધુ જરૂરી છે કારણ કે તેનો ઉપયોગ કટોકટીના સમયે થાય છે.37% લોકો O પોજીટીવ રકત ધરાવે છે.O+ ની જરૂરિયાત વધારે છે કારણ કે તે સૌથી સામાન્ય રક્ત પ્રકાર છે.