બોલીવુડની ટ્રેજડી ક્વીન અને મશહુર અદાકારા મીના કુમારી ઓન સ્ક્રીન પોતાની એક્ટીંગથી ૧૯ના જમાનામાં પોતાના જલવા વીખેરતી હતી.  પરંતુ શું તમે જાણો છો આ ખુબ સુરત અને કામયાબ ચહેરો પાછળ મીના કુમારીનો એક માયુસ અને મુરજાયેલો ચહેરો છુપાયેલો હતો. તેનું કારણ ત્રણ તલાક અને હલાલા જેવી પ્રથા હતી. આ પ્રથાને મીના કુમારીને અંદરથી સાવ તોડી નાખ્યા હતા. અને તેમનું મૃત્યુ માત્ર ૩૯ વર્ષની વયે થયું હતું.

હાલના સમયમાં દેશમાં ત્રણ તલાકની વૈધતા પર કાનુની જંગ લડી રહ્યા છે. ત્રણ તલાક વૈધ છે કે નહિ તેના પર સુપ્રિમ કોર્ટે પોતાનો નિર્ણય આપીને એક કાનુન બનાવાનું પણ કહ્યું જેનાથી મુસ્લિમ મહિલાઓમાં ઘણી ખુશી જોવા મળી રહી છે.

meena-kumari-and-kamal-amrohi
meena-kumari-and-kamal-amrohi

મીના કુમારી ઉર્ફ મહજબી બાનો પણ ત્રણ તલાકની શિકાર થઇ હતી. મીના કુમારીના લગ્ન ફિલ્મ ‘પાકીજા’ના નિર્દેશક કમાલ અમરોહી સાથે થયા હતા. એક વાર મીના કુમારીના પતિ કમાલ અમરોહએ ગુસ્સામાં આવીને ત્રણવાર તલાક બોલ્યું હતું અને તેમનું તલાક થઇ ગયું હતું. ત્યારથી મીના કુમારીની જીંદગીમાં દુ:ખનો સમય શરૂ થયો હતો.

ત્યાર બાદ અમરોહીને પસ્તાવો થયો અને તેઓ મીના કુમારી સાથે નિકાહ કરવા માંગતા હતું.પરંતુ ઇસ્લામી ધર્મગુરુઓ દ્વારા કહેવામાં આવ્યું  કે હવે મીનાકુમારીને ‘હલાલા’ કરવું પડશે. ત્યારે કમાલ અમરોહીને મીના કુમારીના નિકાહ પોતાના દોસ્ત સાથે કરાવ્યા હતા. નિકાહ થયા હોવાથી મીના કુમારીએ પોતાના નવા શોહર અમાન ઉલ્લાખાન સાથે શારીરીક સંબંધ બનાવા પડ્યા હતા. પછી માહવારી આવ્યા બાદ તેમણે પોતાના નવ શોહરને તલાક આપી કમાલ અમરોહી સાથે બીજીવાર નિકાહ કર્યા હતા.

60186418આ ઘટનાએ મીના કુમારીને અંદરથી જંજોરી રાખી દીધી હતી. તેમણે લખ્યું કે જ્યારે ધર્મના નામ પર પોતાના જીસ્મને બીજાને સોપવુ પડ્યુ તો મારામાં અને વૈશ્યામાં શું ફર્ક છે? મીના કુમારી આ ઘટનામાંથી બહાર આવવા માટે નશાની મદદ લેવા લાગી અને તેમણે નશાની એવી લત લાગી કે માત્ર ૩૯ વર્ષની ઉંમરમાં તેમનું મૃત્યુ થયું. અને બોલીવુડે એક કામયાબ અને નાયબ સીતારાને ખોઇ બેઠું આથી એ કહેવું ખોટું નહી હોય કે ટ્રીપલ તલાક અને હલાલાએ મીના કુમારીની જાન લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.