આ ઉપરાંત ઉનાળામાં વધુ ઉપયોગમાં આવતાં શુગરી ડ્રિન્ક્સ, આઇસક્રીમ, ગોલા વગેરે સો વેઇટલોસ કરવું ઘણું જ અઘરું છે. આ પરિસ્થિતિમાં ડાયટ બાબતે શું કાળજી રાખવી જેનાી વજન વધે તો નહીં જ પરંતુ હેલ્ધી વેઇટલોસ પણ થાય?
શિયાળામાં ખૂબ ભૂખ લાગે, પરંતુ ઉનાળામાં ભૂખ ઓછી લાગે એટલે ખા-ખા કરવાનું બંધ ઈ જાય અને ડાયટ પર ધ્યાન આપીને વજન સરળતાી ઓછું કરી શકાય. વાત તર્કની દૃષ્ટિએ સાચી છે, પરંતુ એવું બનતું ની. ઉનાળામાં વેઇટલોસ શક્ય તો છે, પણ સમજીને કરો તો. શિયાળામાં વ્યક્તિનું મેટાબોલિઝમ એકદમ સ્ટ્રોન્ગ હોય છે એટલે તેને ભૂખ વધુ લાગે છે, જેને લીધે તે ખાય ભલે વધુ પણ એનું પાચન પણ ઝડપી ાય છે એટલું જ નહીં, કેલરી પણ શિયાળામાં આપોઆપ વધુ બર્ન તી હોય છે અને એને કારણે વેઇટલોસ સરળ બને છે. વળી શિયાળામાં શરીરમાં સ્ફૂર્તિ રહે છે. વાતાવરણ તાજગીસભર હોય તો એક્સરસાઇઝ કરવાનું મન ાય છે. ઉનાળામાં ગરમીમાં એક્સરસાઇઝ કરવાનો ઉત્સાહ ગાયબ ઈ જાય છે. તો કરવું શું? ઉનાળાની ગરમીના ચાર મહિના વજન ઉતારવું હોય તો કઈ બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે એ આજે સમજીએ.
જુવાર:ઉનાળામાં વજન નહીં ઊતરવા પાછળ જે પણ પરિબળો છે એ પ્રત્યે સતર્ક રહેવું જરૂરી છે. ખોરાકની બાબતમાં પાચનનું ઘણું મહત્વ છે. આ બાબતે વાત કરતાં બેલી વ્યુ હોસ્પિટલ અને મધર્સ કેર ક્લિનિક, અંધેરીનાં ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ અને સર્ટિફાઇડ ડાયાબિટીઝ એજ્યુકેટર શિલ્પા વર્મા કહે છે, વેઇટલોસ કરતી વખતે આમ પણ આપણે હેવી કેલરીયુક્ત પર્દાો લેતા ની, કારણ કે આપણને અમુક પ્રકારનું રિઝલ્ટ જોઈતું હોય છે. ઉનાળામાં વ્યક્તિનું પાચન મંદ પડી જાય છે. એટલે હેવી કેલરીવાળી વસ્તુઓ ખાવાનો આગ્રહ ન રાખવો જોઈએ. સરળતાી પચી જાય એવો ખોરાક પસંદ કરવો હિતાવહ છે. આપણા રેગ્યુલર ડાયટમાં આપણે જુવાર જેવું ધાન્ય જે પૌષ્ટિક પણ છે, પચવામાં હલકું છે અને ઠંડક પહોંચાડે એવું છે એ વાપરવું જોઈએ. ઘઉંને બદલે જુવારની રોટલી વેઇટલોસ માટે અને ઉનાળા માટે બન્ને રીતે ફાયદાકારક છે.
ગળ્યાં પીણાંઓ નહીં જ:ઉનાળામાં વજન ન ઊતરવાનું અવા તો હોય એના કરતાં વધી જવાનું કારણ જણાવતાં ફિમ્સ ક્લિનિક, વિલે પાર્લે અને માટુંગાનાં હીલિંગ ડાયટ-સ્પેશ્યલિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ઉનાળામાં લોકો જમતા ની અવા ઓછું જમે છે, પરંતુ ગરમીને કારણે પીણાંઓ ખૂબ પીએ છે જેમાં કોલ્ડ ડ્રિન્ક્સ, શરબત, ક્રશ જેવાં શુગરી એટલે કે ખાંડયુક્ત પીણાં જ વધુ હોય છે. નેચરલ પર્દાો પીવાના ચક્કરમાં પણ તેઓ કેરીનો ખાંડ નાખેલો રસ, ગળ્યું લીંબુ શરબત, ગળ્યો આમનો પન્નો, શેરડીનો રસ પીએ છે; જેમાં ભરપૂર શુગર છે અને એને કારણે કેલરી ઘણી વધે છે. આ રીતે વેઇટલોસ વું શક્ય જ ની. વળી ઉનાળામાં ગરમીના નામે આઇસક્રીમ, ગોલા જેવા ગળ્યા અને વધુ કેલરીયુક્ત ખોરાક પણ ખૂબ ખવાય છે. હકીકતે ગરમીમાં જેની જરૂર છે એ છે પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ નહીં કે શુગર. ગરમીમાં જેમને પોતાના વજનની ચિંતા છે એ લોકો આવાં શુગરી ડ્રિન્ક્સ પીવાને બદલે લીંબુ અને સંચળ નાખેલું લીંબુપાણી, છાશ, નારિયેળપાણી કે ઇલેક્ટ્રોલાઇટ્સ ધરાવતા મેડિકેટેડ પાઉડર અને પાણી પી શકે.
સેલડ ન ભાવે ત્યારે:ઉનાળામાં શાકભાજી મોંઘી ઈ જાય છે. વળી ઉનાળામાં લોકોને શાકભાજી ભાવતી પણ ની હોતી એનું એક મુખ્ય કારણ એ છે કે ગરમીમાં શિયાળા જેવી તાજી અને સ્વાદવાળી શાકભાજી આવતી ની. જ્યારે માણસ વેઇટલોસ પર હોય ત્યારે તેની ડાયટમાં જેનો બહોળા પ્રમાણમાં સમાવેશ તો હોય છે એ છે શાકભાજી અને ફળો. જ્યારે શાક ન ભાવે ત્યારે શું કરવું? આ પ્રશ્નનો જવાબ આપતાં કહે છે, શાકભાજીનું આપણા પોષણમાં ઘણું મોટું સન છે. એટલે એને અવગણવાની ભૂલ ન કરવી. કદાચ એ વાત સાચી છે કે કાચું સેલડ ઉનાળામાં ન ભાવે તો કંઈ નહીં; બાફેલા, ોડાક તેલમાં સાંતળેલા કે પછી શાક બનાવીને સીધાં જ ખાઓ. આ સિવાય સૂપ લઈ શકાય. ગરમ સૂપ ન ભાવે તો કોલ્ડ સૂપ લઈ શકાય. વેજિટેબલ જૂસ લઈ શકાય, જેમાં એ બનાવીને તરત જ પી લેવાં જોઈએ. ઘણી વાર સેલડમાં શાકભાજી અને ફ્રૂટ્સ બન્ને મિક્સ કરો તો ભાવશે. ઉનાળામાં આવતાં ફળો તરબૂચ, ટેટી, તાડગોળા, દ્રાક્ષ, કેરી બધાં જ ખૂબ જ રસાળ ફળો છે. એનું કોમ્બિનેશન શાકભાજી સો કરીને એને ભાવે એવાં બનાવી શકાય છે. કોઈ પણ રીતે શાકભાજીનું પોષણ તમને મળતું રહે એ જોવું જરૂરી છે.
લંચ સ્કિપ કરી શકાય:જે લોકો વેઇટલોસ કરવા માગે છે તેમના માટે ઉનાળો એટલે બેસ્ટ છે કે ભૂખ ઓછી લાગે છે. ખાસ કરીને બપોરે એટલી ગરમી હોય છે કે આ ગરમીમાં ખાવાનું મન ની તું. તો શું કરવું જોઈએ? આ બાબતે સમજાવતાં કહે છે, ઉનાળામાં તમે વેઇટલોસ ટ્રાય કરતા હો તો લંચ સ્કિપ કરી શકો છો. એટલે કે બ્રેકફાસ્ટ એકદમ હેવી અને ડિનર વ્યવસ્તિ કરવું, પરંતુ લંચની જગ્યાએ સેલડ કે કોલ્ડ સૂપ લઈ શકાય છે. આમ પણ આ સમયે ભૂખ ઓછી લાગશે તો એટલું જ ખાશો તો બેસ્ટ ગણાશે. પરંતુ હાઇડ્રેશનનું ધ્યાન રાખવાનું છે. સવારે ઊઠતાંની સો બે ગ્લાસ પાણી પીઓ. પછી દર એક કલાકે એક ગ્લાસ પાણી પીઓ જ અને સવારે બ્રેકફાસ્ટ અને રાત્રે ડિનરની ૧૦ મિનિટ પહેલાં એક ગ્લાસ પાણી પીઓ.
વેઇટલોસમાં કેરી ખવાય?:ઘણા લોકો માને છે કે વજન ઉતારવું હોય તો કેરી ન ખવાય, પરંતુ આજકાલ ઘણાં હેલ્-સેન્ટર્સમાં ડાયટિશ્યન્સ ખાસ મેન્ગો-ડાયટ આપતા ઈ ગયા છે. મેન્ગોને વેઇટલોસમાં પણ ખાઈ શકાય છે. ફક્ત કઈ રીતે ખાવી, ક્યારે ખાવી એ ખાસ જાણવું જરૂરી છે. ક્રિટિકેર હોસ્પિટલ, જુહુનાં ડાયટિશ્યન કહે છે, કેરીમાં શુગર હોય છે અને એ શરીરને નુકસાન પહોંચાડે છે એવી એક માન્યતા છે, જે સાવ ખોટી તો ની. એક સ્ટ્રોબેરી કરતાં એક કેરીમાં ત્રણગણી વધારે શુગર રહેલી હોય છે અને કેલરીની વાત કરીએ તો એક મીડિયમ કેરીમાં ૧૩૫ કેલરી રહેલી હોય છે, જે બીજાં ફળો કરતાં ઘણી વધારે છે; પરંતુ મહત્વની વાત એ છે કે જો કેલરી અને શુગરને ધ્યાનમાં રાખીને તમે એને ખાતા ની તો એમાંી મળતા અઢળક ન્યુટ્રિશની પણ વંચિત રહી જાઓ છો. કેરીનું પોષણ લેવું હોય અને વેઇટલોસ કરતી વખતે કેરી ખાવી હોય તો એની કેલરીને બેલેન્સ કરવી પડે છે, જેના મૂળભૂતનિયમો એ છે કે કેરી ક્યારેય જમવા સો નખવાય. સવારે નાસ્તા પછીના બે કલાકે કે બપોરે જમ્યા પછીના બે કલાકે એટલે કે ચાના સમયે કેરી ખાઈ શકાય. આખા દિવસમાં એક નાનું ફળ ઘણું કહેવાય. એમાં ઉપરી ખાંડ ન નાખવી અને એની કેલરીને ધ્યાનમાં રાખીને આખા દિવસની ડાયટ સેટ કરવી.
એક્સરસાઇઝ:કોઈ પણ વેઇટલોસ ફક્ત ડાયટી નહીં, ડાયટ અને એક્સરસાઇઝના કોમ્બિનેશની શક્ય બનતું હોય છે. ઉનાળામાં ગરમીને કારણે એક્સરસાઇઝ કરવાનું મન ાય નહીં, પરંતુ ૪૫ મિનિટી લઈને એક કલાક એક્સરસાઇઝ ચોક્કસ કરવી. ઉનાળામાં ફંક્શનલ ટ્રેઇનિંગની જગ્યાએ મોટા ભાગે કાર્ડિયો-એક્સરસાઇઝ પસંદ કરવી. એટલે કે વોક, રનિંગ, જોગિંગ વગેરે. ખાસ કરીને જો સ્વિમિંગ જેવી વોટર કાર્ડિયો-એક્સરસાઇઝ ાય તો એનાી બેસ્ટ કંઈ ની, કારણ કે એ કરવામાં તમને મજા પણ આવશે અને સંપૂર્ણ શરીરને કસરત પણ મળશે.