ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. અહીં તમને ઘણા વર્ણ, જાતિ અને ધર્મના લોકો જોવા મળશે. તેવામાં દરેક સ્થાન અને સમાજની રહેણી કેણી અને ખાણી પીણી પણ અલગ અલગ છે. ભારતમાં અને એમાં પણ ગુજરાતના લોકો ને ખાસ કરીને ખાવા-પીવાનો ખૂબ જ શોખ છે. ગુજરાતમાં ઘણા પ્રકારનાં ભોજન જોવા મળી જશે. જો કે રોટલી અને ભાત બે ચીજો એવી છે જે લગભગ દરેક શાકાહારી થાળીમાં જોવા મળે છે, તેવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભોજન શરૂ કરતા પહેલા તમારે રોટલી ખાવી જોઈએ કે ભાત?
હકીકતમાં ઉત્તર ભારતના વિસ્તારોમાં શાકની સાથે પહેલા રોટલી પછી ભાત ખાવાનું ચલણ છે. જ્યારે દક્ષિણ ભારતમાં અમુક વિસ્તારોમાં લોકો પહેલા ભાત ખાય છે અને પછી રોટલી ખાવાનું પસંદ કરે છે. વળી મહારાષ્ટ્રનાં બ્રાહ્મણ સમુદાયમાં એવી પરંપરા છે, કે જ્યાં ભાત અને સાદી દાળ ઘીમાં પીરસવામાં આવે છે. જ્યારે ભાત સમાપ્ત થઈ જાય છે, તો રોટલી અથવા પુરી આપવામાં આવે છે. ત્યારબાદ ફરીથી થોડા દહીં અને ભાત આપવામાં આવે છે.
- પહેલા શું ખાવું યોગ્ય?
વળી આ વાતનો જવાબ તે વાત પર વધારે હદ સુધી નિર્ભર કરે છે કે તમે ક્યાં વિસ્તાર માં રહો છો અને કયા પ્રકારનું કામ કરો છો. તેનું કારણ એ છે કે વ્યક્તિના શરીરમાં જરૂરિયાતો તે વાત પર નિર્ભર કરે છે કે તેની આસપાસનું વાતાવરણ કેવું છે. મતલબ કે ઉત્તર ભારતમાં મેદાની વિસ્તારો (જેમકે રાજસ્થાન, હરિયાણા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ) માં રહેવા વાળા લોકોએ પહેલા રોટલી ખાવી જોઈએ. વળી દક્ષિણ ભારતમાં રહેવાવાળા લોકો ભાત ખાઈ શકે છે. વળી પહાડી વિસ્તારોમાં આ બન્નેમાંથી કંઈ પણ પહેલા ખાઇ શકાય છે.
જોકે આ બધી સ્થિતિમાં તે વાત વધારે મહત્વ રાખે છે કે તમે રોટલી અને ભાત કેટલી માત્રામાં ખાઓ છો. મતલબ કે જો તમે શારીરિક મહેનત વધારે કરો છો તો રોટલીની માત્રા વધારે અને ભાતની માત્રા ઓછી હોવી જોઈએ. વળી શારીરિક શ્રમ ન કરતા લોકોએ રોટલી અને ભાત બંને એક સરખી માત્રામાં ખાઈ શકે છે.
તમને વધુ એક વાત જણાવી દઈએ કે એક રોટલીમાં એક કપથી વધારે ફાઇબર હોય છે. આ ફાઇબર તમારા પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. એટલા માટે પહેલા રોટલી અને પછી ભાત ખાવા એક સારી આદત હોય છે.