સામાન્ય રીતે ઇન્ટરનેટ પર વજન વધારવા અને ઘટાડવાની અનેક ટિપ્સ મોજુદ છે. અવાર નવાર એવા રિપોર્ટ્સ આવતા રહે છે તે જેમાં એવો દાવો કરવામાં આવે છે કે આ વસ્તુ કરવાથી તમારું વજન ઝડપથી ઘટી જશે. આજના આધુનિક યુગમાં મોટાપો એક એવી બિમારી બનીને ઉભરી છે જેનાથી લગભગ મોટાભાગના લોકો પીડાઇ રહ્યાં છે. લોકડાઉનના સમયમાં ઘરે રહેવાથી અનેક મહિલાઓ અને પુરુષોના વજનમાં ખુબ જ વધારો જોવા મળ્યો છે. ત્યારે માત્ર ત્રણ સરળ રીતથી તમે વજન ઘટાડી શકો છો.

અત્યારસુધી જેટલા પણ રિપોર્ટ સામે આવ્યા છે તેમાં સૌથી વધુ એક જ વાત જોવા મળે છે કે વજન ઘટાડવું હોઇ તો તમારે કેવો ખોરાક આરોગવો અને કેવો ખોરાક ન આરોગવો. ત્યારે સૌથી પહેલા શું ન ખાવું જોઇએ તેના પર નજર કરીએ તો વજન ઘટાડવા માટે સૌથી પહેલા ખાંડ, સ્ટાર્ચ અને કાર્બ્સવાળા ખોરાક ન લેવા જોઇએ. ત્યારબાદ ઓછા કાર્બ્સ આહારને અનુસરો. મોટાપા કોને કહેવાય તો મોટાપો એટલે શરીરમાં બીન જરૂરી ચરબી જમા થઇ જાય છે. આ ચરબીને બાળવામાં આવે ત્યારે જ વજનમાં ઘટાડો થશે.

weight loss 2

જ્યારે તમે વજન ઘટાડવા માટે સૌપ્રથમ માંસ, ઇંડા જેવા પ્રોટિનયુક્ત ખોરાક લેવાનું બંધ કરવું પડશે. ત્યારબાદ શાકભાજીને પ્રધાન્ય આપવું પડશે. જો તમે સ્વસ્થ રીતે વજન ઓછું કરવા માંગો છો, તો તમારા આહારમાં પ્રોટીન, તંદુરસ્ત ચરબી, શાકભાજી અને આખા અનાજ જેવા જટિલ કાર્બ્સની થોડી માત્રા શામેલ કરવા જોઇએ.

weight loss 3

વજન ઘટાડવા માટે સૌથી વધુ અને ખાસ છે કે તમારે પરસેવો પાડવો પડશે. એટલે કે કસરતો વધારવું પડશે. શરૂઆતમાં હળવી કસરત કરવી જોઇએ, ત્યારબાદ ઝડપથી વજન ઘટાડવા માટે, વજન ઉપાડવાની કસરત કરો. જેમ કે લિફ્ટિંગ ડમ્બેલ્સ, લિફ્ટિંગ બાર્બેલ્સ વગેરે. આની સાથે, તમારું મેટાબોલિઝમ ધીમું થવાની સાથે તમારું વજન ઘટાડશે અને તમે વધુ કેલરી બર્ન થશે. જો તમે વેઇટ લિફ્ટિંગ એક્સરસાઇઝ કરી શકતા નથી, તો પછી તમે દોડ, સ્વિમિંગ, વોકિંગ જેવી કાર્ડિયો કસરત કરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.