એવો ખોરાક જેનાથી વરસાદની સીઝનમાં દુર રહેશો તો ચહેરા પરથી ખીલ પણ ગાયબ થશે.
વરસાદની સિઝનમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોય છે જેના કારણે ત્વચાને વધુ અસર થાય છે. સ્કીન ઓઈલી થાય છે,જેના કારણે ચહેરા પર ખીલ થવાની શક્યતાઓ વધી જાય છે. તો વારસદની મૌસમમાં થતા ખીલથી બચવા માટે અમુક પ્રકારના આહારથી દુર રહેવું જરૂરી છે. તો એવી કઈ વસ્તુઓ છે જેનાથી દુર રહેવું જોઈએ તે વિસ્તારથી જાણીએ.
દહીં
સામાન્ય રીતે દહીં સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે, પરંતુ ચોમાસામાં એજ દહીં ત્વચા માટે હાની કારક છે. ચોમાસા દરમિયાન પાચનક્રિયા નબળી પાડે છે અને દહીં ખાવાથી પિત્ત, કફ જેવી તકલીફ થાવની સંભાવનાઓ વધી જાય છે. જેના કારને પેટની ગરમી વધે છે અને ચહેરા પર ખલ થાય છે.
ચોકલેટ
ચોકલેટ કોને ન ભાવે, પરંતુ ચોકલેટ ખાંડ, કોકો, દૂધથી ભરપુર હોય છે. જે તમારી રોગપ્રતિકારક શક્તિને અસર કરેછે. જેનાથી ખીલ થવાની પ્રક્રિયા વધે છે.
કોફી
કોફી એ યુવાવર્ગનું ફેવરીટ પીણું છે. પરંતુ આયુર્વેદ પ્રમાણે કોફીની અતિ માત્રા સ્વાસ્થ્ય માટે સારી નથી. કોફીમાં રહેલા ઉત્તેજનાત્મક તત્વો પિતને આમંત્રણ આપે છે. એટલે ચોમાસામાં બને એટલી ઓછો માત્રામાં કોફી પીવી હિતાવહ છે.
ખાંડ
આપણે રોજ સીધી કે આડકતરી રીતે ખાંડનો ઉપયોગ આહારમાં કરતા જ હોઈએ છીએ, જેનાથી લોહીના ભ્રમણમાં તે ઝડપથી મિશ્રિત થયી જાય છે. એવું થવાથી શરીરમાં સુગરનું પ્રમાણ વધી જાવાથી ચહેરા પર ખીલ થવાની સંભાવના વધી જાય છે.
અળદની દાળ
સામાન્ય રીતે અળદની દાળ શિયાળાનો ખોરાક છે , અને પચવામાં પણ ભારે હોય છે. ત્યારે જો તેને ચોમાસાની ઋતુમાં આરોગવામાં આવે તો તે શરીરમાં પિત્તનું પ્રમાણ વધારવાનું કારણ બને છે અને ચહેરા પર ખીલ થવાનું કારણ પણ બને છે.
ફાસ્ટ ફૂડ
ફાસ્ટ ફૂડનો ચસ્કો ચોમાસાની ઋતુમાં સ્વાસ્થ્ય માટે હાનીકારક સાબિત થાય છે, આ ઋતુ દરમિયાન ભેજ વાળા વાતાવરણને કારણે પાચનશક્તિ નબળી પડે છે. અને મોટા ભાગના ફાસ્ટ ફૂડમાં મેંદાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, સામાન્ય સંજોગોમાં પણ મેંદો પચાવવો ભારે પડે છે ત્યારે વરસાદની સિઝનમાં ફાસ્ટ ફૂડથી દુર રહી સ્કીનને પણ સ્વસ્થ રાખવી જોઈએ.