ચોમાસામાં જે રોગોનો વ્યાપ વધી જાય છે એમાં પેટ સંબંધિત રોગો ઘણા હોય છે, કારણ કે ચોમાસામાં મલિન પાણીની સમસ્યા રહે છે. વાઇરલ ઇન્ફેક્શન, કોલેરા, ટાઇફોઇડ, કમળો જેવા રોગોનું જલદી નિદાન અને સમયસર ઇલાજ ન ાય તો એ ઘાતક પણ બની શકે  છે. લગભગ સરખાં લક્ષણો ધરાવતા આ રોગો વિશે અને એનાી કઈ રીતે બચી શકાય એ આજે જાણીએ

માણસનું શરીર ૭૦ ટકા પાણીનું બનેલું છે. કોઈ વ્યક્તિને જમવાનું ચાર દિવસ ન આપો તો ચાલે, પરંતુ ચાર દિવસ પાણી ન આપો તો? પાણી જીવન છે, પરંતુ જ્યારે આ પાણી દૂષિત ાય ત્યારે એ જીવન પર જોખમ ઊભું કરતું હોય છે. દૂષિત પાણી પીવાી અનેકાનેક રોગોનો સામનો કરવો પડે છે અને ચોમાસાની આ સીઝન એટલે પાણીને વધુ ને વધુ દૂષિત વાની સીઝન. ચોમાસામાં ઠેર-ઠેર પાણી ભરાય છે, ગટરો છલકાય છે અને એને કારણે પીવાના પાણી સો દૂષિત પાણી ભળી જાય છે અને પછી શરૂ ાય છે બીમારીના વાયરા. પાણીી ફેલાતા રોગોમાં મહત્વનું એ છે કે આ બધી જ ચેપી બીમારીઓ છે, જે ફક્ત એક માણસને નહીં; પરંતુ સમગ્ર કમ્યુનિટીને અસર કરે છે. કોઈ પણ રીતે જ્યારે આવું દૂષિત પાણી પેટમાં જાય એટલે કે આવું પાણી પીવામાં આવે કે એને રાંધવાના ઉપયોગમાં લેવામાં આવે અવા આવા પાણીમાં શાકભાજી કે ફળો ઉગાડવામાં આવે તો આ દૂષિત પાણીનાં જંતુઓ આપણા પેટમાં જાય છે અને ઇન્ફેક્શન ાય છે. જો એક જગ્યાએ પાણી દૂષિત યું તો એ પાણી જે એરિયામાં સપ્લાય ાય એ સમગ્ર એરિયાને બીમાર કરી શકે છે. આમ મહામારી સરજાય છે. આમ તો પાણીને લઈને તી બીમારીઓ ક્યારેય પણ ઈ શકે છે, પરંતુ એનું રિસ્ક ચોમાસામાં સૌી વધુ રહે છે. આજે આપણે ચોમાસામાં પાણીને કારણે તી બીમારીઓ, ખાસ કરીને પેટની બીમારીઓ વિશે જાણીશું અને એનાી બચવાના સરળ ઉપાયો પણ જોઈશું.

વાઇરલ ઇન્ફેક્શન

જેવી રીતે વ્યક્તિને અને તાવ જેવાં લક્ષણો સો વાઇરલ ઇન્ફેક્શન ાય છે એ જ રીતે પેટમાં પણ વાઇરલ ઇન્ફેક્શન ાય છે. બાળકોમાં આજકાલ રોટાવાઇરસ ઇન્ફેક્શન જોવા મળે છે, જેની આજકાલ રસી પ્રાપ્ત છે જે બાળકોને ચોક્કસ લગાવવી જોઈએ. પેટના વાઇરલ ઇન્ફેક્શન વિશે વાત કરતાં ઊંઊખ હોસ્પિટલ અને ફોર્ટિસ હોસ્પિટલના ક્ધસલ્ટન્ટ લેપ્રોસ્કોપિક અને ગેસ્ટ્રો સર્જ્યન ડોકટર કહે છે, આ પ્રોબ્લેમને વાઇરલ ગેસ્ટરાઇટિસ કહેવાય છે. વાઇરલ ઇન્ફેક્શન જો જઠર સુધી જ પહોંચ્યું હોય તો વ્યક્તિને ઍસિડિટી, પેટમાં બળતરા કે દુખાવો જેવાં લક્ષણો જોવા મળે છે અને જો એ આંતરડા સુધી પહોંચી ગયું હોય તો ઝાડાની તકલીફ પણ શરૂ ઈ જાય છે. આ પ્રોબ્લેમ કોઈ પણ વાઇરલ ઇન્ફેક્શનની જેમ એની જાતે જ અઠવાડિયાની અંદર ઠીક ઈ જાય છે. ક્યારેક કોઈ કેસમાં એ ગંભીર બની શકે છે.

કોલેરા

માખી, વાંદા અને ઉંદરો કોલેરાને ફેલાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. ખાસ કરીને વરસાદમાં માખીનો ત્રાસ ખૂબ વધારે રહે છે. આ માખી ગંદકી પર બેસે અને પછી ખોરાક પર બેસે અને પોતાના પગ અને પાંખો દ્વારા કોલેરાના બેક્ટેરિયા ખોરાક પર લાવે. કોલેરાના બેક્ટેરિયા પાણીમાં બે અઠવાડિયાં સુધી રહી શકે છે. જે વ્યક્તિને કોલેરા ાય એનાં ચિહ્નો જણાવતાં ડોકટર કહે છે, એકદમ પાતળા ભાતના પાણી જેવા ઝાડા, સખત ઊલટી, પેટમાં ઊપડતો દુખાવો અને એની સો સખત લાગતી તરસ કોલેરાનાં મુખ્ય લક્ષણો છે. ઘણી વાર દરદીમાં ઝાડાની સંખ્યા દિવસમાં ૯૦-૧૦૦ જેટલી પણ ઈ જાય છે, જેને કારણે શરીરમાં પાણી બચતું જ ની અને વ્યક્તિ ોડા જ કલાકોમાં મૃત્યુ પામે છે. આવાં લક્ષણો હોય ત્યારે જરૂરી ટેસ્ટ કરાવીને ઇલાજ સમયસર લેવો જરૂરી છે. નહીંતર ઇન્ફેક્શન ફેલાઈ જાય અને ક્યારેક કોઈ કેસમાં એ ઘાતક પણ સાબિત ઈ શકે છે.

ટાઇફોઇડ

ટાઇફોઇડના બેક્ટેરિયા પાણીમાં ૭ દિવસ સુધી જીવી શકે છે અને એ માખી અને વાંદા કી ફેલાય છે, જેનાં લક્ષણો વિશે વાત કરતાં જુહુના ઇન્ટરનલ મેડિસિન સ્પેશ્યલિસ્ટ અને ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડોકટર કહે છે, ટાઇફોઇડમાં તાવ ધીમે-ધીમે ચડતો હોય છે. જીભ એકદમ સફેદ ઈ જાય છે, લોહીવાળા ઝાડા અને ઊલટી, પેટમાં અસહ્ય દુખાવો અને સ્નાયુ અને સાંધામાં દુખાવો પણ ાય છે. ભૂખમાં ઘટાડો અને ખૂબ વધુ પ્રમાણમાં ડિહાઇડ્રેશન ઈ જાય છે અને આંતરડામાં અલ્સર પણ ઈ જાય છે, જેને કારણે એ પ્રાણઘાતક બની શકે છે. આ રોગમાં પણ જલદી નિદાન અને સમયસર ઇલાજનું ઘણું મહત્વ છે.

કમળો

પાણીી ફેલાતા પેટના રોગોમાં કમળો ઘણો જ મુખ્ય રોગ છે અને એ કમળાના બે પ્રકાર છે હેપેટાઇટિસ અ અને હેપેટાઇટિસ ઊ. એ બન્ને જુદા-જુદા વાઇરસી તા જુદા-જુદા રોગો છે જેનાં ચિહ્નો લગભગ સમાન જ હોય છે. આ રોગ લિવરનો રોગ છે, જેમાં આ વાઇરસના ઇન્ફેક્શનને કારણે લિવર પર સોજો આવી જાય છે. આ બન્ને પ્રકારોનું પ્રમાણ ભારતમાં ઘણું વધારે જોવા મળે છે, એ પણ ચોમાસામાં ખાસ. એ વિશે વાત કરતાં અંધેરીમાં અંશ લિવર ક્લિનિક ધરાવતાં હેપેટોલોજિસ્ટ ડોકટર કહે છે, હેપેટાઇટિસ અ અને ઊમાં શરૂઆતમાં નોર્મલ વાઇરલ ઇન્ફેક્શન જેવાં જ લક્ષણો જેમ કે પેટમાં દુખાવો, ઝાડા, ઊલટી, ચક્કર આવવાં, માું દુખવું, તાવ આવવો વગેરે રહે છે. પરંતુ જ્યારે તમે ડોક્ટર પાસે આવાં લક્ષણો સો જાઓ ત્યારે તે તમારું પેટ દબાવીને જુએ છે જેમાં પેટની જમણી તરફ ઉપરની બાજુએ દુખાવો હોય, આંખો ોડી પીળાશ પડતી લાગે, પેશાબનો કલર ોડો ગહેરો હોય ત્યારે ડોક્ટર એ દરદીની લિવર પ્રોફાઇલની ટેસ્ટ કરાવડાવે છે; જેના પરી ખબર પડે છે કે વ્યક્તિને હેપેટાઇટિસ અ કે ઊ છે. અને એ મુજબ તેની ટ્રીટમેન્ટ આગળ ચાલે છે. અહીં મહત્વની વાત એ છે કે ચોમાસામાં જો ફ્લુનાં લક્ષણો હોય તો ઠીક ઈ જશે એમ અવગણીને કોઈ પણ દવા લેવા કરતાં ડોક્ટર પાસે જઈ ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે.

શું કરવું?

  1. ચોમાસામાં પેટના રોગોી બચવા માટે શું કરવું એ જાણીએ પી. ડી.હિન્દુજા હોસ્પિટલના ક્ધસલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડોકટર પાસેી.
  2. ઘરમાં તમે વોટર ફિલ્ટર વાપરો. એની રેગ્યુલર સર્વિસ કરાવતા રહો. જો વોટર ફિલ્ટર શક્ય ન હોય તો સૌી સરળ રસ્તો એ છે કે પાણી ઉકાળીને જ પીઓ જેી એમાં કોઈ કીટાણુ રહે નહીં.
  3. આ સિવાય શાકભાજી કે ફળો બહારી લાવો ત્યારે એને વ્યવસ્તિ સાફ કરીને વાપરો. બને ત્યાં સુધી શાકભાજી કાચી ખાવાનું ટાળો.
  4. ક્યાંય પણ જમો કે કંઈ પણ ખોરાક મોઢામાં નાખતાં પહેલાં હા ઍન્ટિબેક્ટેરિયલ સાબુી વ્યવસ્તિ સાફ કરવા. ઇન્ફેક્શની બચવા માટેની અકસીર આદત હેન્ડવોશ છે. ખાસ કરીને બાળકોમાં આ આદત કેળવવી.
  5. પકવેલો ખોરાક ખુલ્લો ન રાખો. ઢાંકીને જ રાખો. ઘરનો ખોરાક સાફ અને જંતુરહિત હોય છે, પરંતુ જો ખુલ્લો હોય અને એના પર માખી બેસે તો એ હાનિકારક બની શકે છે.
  6. રોડ પર મળતાં ખુલ્લાં ઠંડાં પીણાં, શરબત, શેક, ગોલા, શેરડીનો રસ વગેરે ન ખાવાં.
  7.  ચોમાસામાં રોડ-સાઇડ ખોરાક ખાવાનું ટાળો. ખુલ્લામાં લારીમાં પડેલા ખોરાક પર ઘણી માખીઓ બેઠી હોઈ શકે છે. આ સિવાય તેમણે વાપરેલું પાણી મલિન હોય તો તમે માંદા પડી શકો છો. આ ચાર મહિના લારીઓ પર ખાવાનું ટાળો. આમ તો હોટેલનો ખોરાક પણ ન ખાવો હિતકારક છે. જો ખાવો જ પડે તો તમારી નજર સામે પકવેલો ખોરાક ખાવો.
  8.  હેપેટાઇટિસ અની રસી મળે છે, જે બાળકોને ખાસ લગાવવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.