ચોમાસાની સીઝન શરૂ થતાંની સાથે જ વાતવારણ બદલી જાય છે. જેના લીધે ડેન્ગ્યુ, મેલેરિયા જેવાં ખતરનાક રોગોનો ફેલાવો થાય છે. આ બધા રોગો મચ્છરના કરડવાથી ફેલાય છે. આ રોગમાં તાવ, માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો, ઉલ્ટી અને શરીરમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. ડેન્ગ્યુ થવાનાં લીધે પ્લેટલેટ કાઉન્ટ ઝડપથી ઘટવા લાગે છે. જેના કારણે રક્તસ્રાવનું જોખમ વધી જાય છે.
પ્લેટલેટ કાઉન્ટ વધારવા શું કરવું?
1. પાણી પીવાનું રાખો
ડેન્ગ્યુમાં ડિહાઈડ્રેશનનું જોખમ રહેલું છે. તેથી દિવસમાં 3 લિટર જેટલું પાણી પીવાનું રાખો. જેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે.
2. પોતાને હાઇડ્રેટેડ રાખો
શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે નારિયેળ પાણી, છાશ, જ્યુસ, સૂપ વગેરેનું સેવન કરવાનું રાખો. જેનાથી તમારું શરીર હાઇડ્રેટેડ રહે છે.
3. વિટામિન Cથી ભરપૂર ફળોનું સેવન કરો
નારંગી, લીંબુ, જામફળ, મોસમી ફળો વિટામિન Cભરપૂર હોય છે. આ ફળોનું સેવન કરવાથી શરીરમાં વિટામિન Cની ઉણપ પૂરી થાય છે. જેના લીધે તમારું શરીર પણ સ્વસ્થ રહે છે.
4. શરીરને આરામ આપો
થોડાક સમય માટે શરીરને આરામ આપો અને અતિશય કામ કરવાનું બંધ કરો.
5. ડૉક્ટરની સલાહ લેવાનું રાખો
જો તમારા શરીરમાં ડેન્ગ્યુના લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવાનું રાખો. જેનાથી યોગ્ય સારવાર મળી રહે.
ડેન્ગ્યુમાં ન કરો આ ભૂલો
1. ઘરગથ્થુ ઉપચારો પર ભરોસો ન કરો
ડેન્ગ્યુની સારવાર માત્ર ડોકટરો જ કરી શકે છે. ઘરેલું ઉપાયો પર આધાર રાખવો તમારા સ્વાસ્થય માટે ખતરનાક બની શકે છે.
2. જાતે દવાઓ ન લો
પોતાની જાતે દવા લેવાનું બંધ કરો. ડેન્ગ્યુની દવા માત્ર ડૉક્ટરની સલાહ પર જ લેવાનું રાખો.
3.પ્લેટલેટ કાઉન્ટ વધારવા માટે ખોટી દવાઓ ન લો
કેટલાક લોકો પ્લેટલેટ કાઉન્ટ વધારવા માટે ખોટી દવાઓ લે છે. જે સ્વાસ્થય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
5. ડેન્ગ્યુથી બચવા માટેના પગલાં લો
ડેન્ગ્યુથી બચવાના ઉપાયો જેવા કે મચ્છરોથી રક્ષણ, સ્વચ્છતા વગેરેની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. ડેન્ગ્યુ એ એક ગંભીર રોગ છે. સમયસર સારવાર અને સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.
સ્વાસ્થયને લગતી કોઈપણ સમસ્યા પર પ્રયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ ચોક્કસ લેવી.