અસ્થિવા એ ઉંમરની સાથે થતો સાંધાના ઘસારો છે . લોકોની ઉંમર વધવાની સાથે તે વધુ સામાન્ય બને છે, 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં, લગભગ 10 % પુરુષો અને 18 % સ્ત્રીઓ અસરગ્રસ્ત હોય છે . તેને વિશ્વમાં વિકલાંગતાનું ચોથું મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે . સૌથી સામાન્ય લક્ષણો સાંધામાં દુખાવો અને જડતા છે. સામાન્ય રીતે લક્ષણો વર્ષોથી ધીમે ધીમે આગળ વધે છે.
અન્ય લક્ષણોમાં સાધાનો સોજો અને હલનચલનમાં ઘટાડો થાય છે . સૌથી સામાન્ય રીતે અસર પામતા સાધાઓ આંગળીઓના સાંધા , ઘૂંટણ અને હીપ ના સાંધા , ગરદન અને પીઠના નીચેના સાંધા છે. શરીરના એક બાજુના સાંધાઓ ઘણીવાર બીજી બાજુના સાંધા કરતાં વધુ અસરગ્રસ્ત થાય છે. લક્ષણો કામ અને સામાન્ય દૈનિકપ્રવૃત્તિઓમાં અસર કરી શકે છે.
અસ્થિવા થવાના મુખ્ય કારણોના અગાઉની સાંધાની ઇજા, સાંધાનો અસામાન્ય વિકાસ વધુ પડતું વજન અથવા વારસાગત પરિબળા વગેરેનો સમાવેશ થાય છે . સામાન્ય રીતે આપણે ત્યાં ગોઠણના સાંધાનો ઘસારો વધુ જોવા મળે છે. તેનું સચોટ નિદાન એક્ષ – રે દ્વારા થઇ શકે છે.ખાવાની દવાઓમાં પેરાસીટામોલ, એસેટામિનોફેન , નેપ્રોક્સેન અથવા આઇબુપ્રોકેન જેવી દવાઓનો સમાવેશ થઇ શકે છે જો અન્ય સારવારો છતાં કોઇ રાહત ન જોવા મળે તો જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી એક વિકલ્પ હોઇ શકે છે .
કૃત્રિમ સાંધા સામાન્ય રીતે 10 થી 15 વર્ષ સુધી ચાલે છે. ગોઠણના સાંધાની ફિઝીયોથેરાપી સારવારમાં ચોક્કસ પ્રકારના શૈક અને કસરતોનો સમાવેશ થાય છે. શંકમાં મોટા ભાગે ડાયાથી એઆઇએકટી, અલ્ટ્રાસાઉન્ડવગેરેનો સમાવેશ થાય છે. કસરતોમાં ઘસાયેલા સાંધાની આજુબાજુના સ્નાયુઓ મજવુંત કરવાની તેમજ ટાઇટ થયેલા સ્નાયુના સ્ટ્રેચિંગનો સમાવેશ થાય છે. જો ઘૂંટણનો ઘસારો હોય તો શું કરવું અને શું ન કરવું જેની વિસ્તૃત સમાજ આ મુજબ છે.
શું કરવું ? :
- દુખાવો હોય ત્યારે ગરમ પાણીનો શેક કરવો. બતાવ્યા મુજબ રોજ કસરત કરવી.
- વેસ્ટન ટોયલેટ વાપરવું. અસહય દુખાવો થાય તો ફિઝીયોથેરાપિસ્ટ ની સલાહ લેવી.
- ગોઠણનું મોજું પહેરવું વજન કાબૂમાં રાખવું.
- કેલ્શિયમ યુકત ખોરાક જેમ કે દય, ભાજી, રાગી, કેળા લેવા રોજ સવારે કુમળા તડકામાં સૂર્ય સ્નાન કરવું.
શું ના કરવું?:
- નીચે જમીન પર બેસવું નહીં.
- પલાંઠી વાળીને બેસવું નહીં.
- ઊભડક પગે બેસવું નહીં જરૂર વગર પગથિયાં ચડ – ઉત્તર કરવા નહીં.
- લાંબા સમય સુધી ઉભું રહેવું નહીં.