અબતક, રાજકોટ
વરસાદની સિઝન આવે ત્યારે વાયરલ ઈન્ફ્ેક્શરનના કેસીસ વધી જાય છે. તાવ,શરદી, ખાંસી, ઉધરસ વિગેરે ઋતુજન્ય સમસ્યાઓમાં વધારો થાય છે. આવા સંજોગોમફાં સમયસર યોગ્ય સારવાર ખૂબ મહત્વપૂર્ણ છે. કોઈપણ ઉંમરે થતા વાયરલ ઈન્ફેક્શનમાં યોગ્ય નિદાન અને ઉત્તમ સારવારની સાથે સાથે કઈ-કઈ બાબતોની અગમચેતી રાખવી જોઈએ, તે વિશે વિસ્તૃત માહિતી મેળવીએ સૌરાષ્ટ્ર-કચ્છના એકમાત્ર તાવ અને ઇન્ફેક્શનના નિષ્ણાત ડો.કૃતાર્થ કાંજીયા પાસેથી.
આ વિશે જણાવતા ડો. કૃતાર્થ કાંજીયા કહે છે કે ચોમાસામાં પાણીજન્ય રોગોનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ માટે ભેજવાળું વાતાવરણ, ઘરમાં અને આસપાસ વરસાદી પાણીનો ભરાવો થવો, રસ્તાઓ અને ખાબોચીયાં ભરાયેલા રહેવા, મચ્છરના બ્રીડિંગ પોઇન્ટમાં વધારો થવાથી ગંદકી અને ભરાયેલા પાણી મારફતે બેક્ટેરિયા અને વાયરસનું ટ્રાન્સમિશન વધારે થાય છે. મોટા ભાગે ચોમાસામાં થતાં તાવ અને ઇન્ફેક્શન ત્રણ જાતના જોવા મળે છે. (૧) પેટમાં થતું ઇન્ટેકશન, ઝાડા અને ઉલ્ટી, મોટા ભાગે ફિલ્ટર વગરનું કે ઉકાળ્યા વગરનું પાણી પીવાથી થાય છે. જો દર્દીને આ ઇન્ફેક્શનમાં ઝાડા વાટે લોહી પડે, ચક્કર આવે કે વધારે નબળાઇ જણાય તો તેને હોસ્પિટલમાં દાખલ કરીને વધારે સારવાર કરવામાં આવે છે. (૨) ટાઇફોઇડ- આ રોગમાં દર્દીને લાંબો સમય તાવ આવવો, માથાનો દુખાવો, ભૂખ ઓછી લાગવી પેટમાં દુખાવો વગેરે જોવા મળે છે. તેના નિદાન માટે લોહીની તપાસ ( બ્લડ કલ્ચર ) કરવામાં આવે છે. તાવ ન ઉતરે કે પેટમાં દુખાવો વધતો જાય તો દર્દીને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર કરવામાં આવે છે.
મચ્છર જન્યરોગો- ડેન્ગ્યૂ વાયરસ એ એડીસ મચ્છર કરડવાથી થતો રોગ છે. જેમાં વધારે તાવ આવવો, કમરમાં દુ:ખાવો, સાંધામાં દુખાવો અને માથું દુખવું વગેરે જોવા મળે છે. જ્યારે દર્દીને વધારે પેટમાં દુ:ખે, ઉલ્ટી થાય, બી.પી. ઓછું થાય, શરીર પર લાલ ચકામા જોવા મળે અને શ્ર્વાસ લેવામાં તકલીફ પડે. તો દર્દીને એડમીટ કરવાની જરૂ ર પડે છે.
મલેરિયાએ એનોફિલીસ નામના મચ્છર કરડવાથી થાય છે. તેમાં દર્દીને ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે છે અને જો દર્દીને મગજમાં તાવ પહોંચી જાય કે લીવર અથવા કિડનીમાં તકલીફ થાય તો વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે.આ બધા રોગથી બચવા માટે પાણી ઉકાળીને પીવું જોઇએ અથવા તો પાણી ગાળીને (ફિલ્ટર કરેલું) પાણી પીવું જોઇએ. બહારથી આવ્યા પછી હાથ ધોઇને જ ઘરમાં પ્રવેશ કરવો જોઇએ. જે વ્યક્તિને ટાઇફોઇડ ન થયો હોય તેમને ટાઇફોઇડની રસી અને અન્ય લોકોએ હિપેટાઇટિસ-એની રસી ઇન્ફેક્શિયમ ડિસીઝના નિષ્ણાંત ડોક્ટરની સલાહ મુજબ લેવી જોઇએ. બને ત્યાં સુધી મચ્છરો ન કરડે તે માટે યોગ્ય સાવચેતી રાખવી મચ્છરદાની અને મોસ્કિટો રીપેલન્ટનો ઉપયોગ કરવો જોઇએ.
સંકલન
ડો.કૃતાર્થ કાંજીયા