– અડધી રાત્રે ઉંઘ ઉડી જાય અને પછી લાખ પ્રયત્ન છતાય ઉંઘ ન આવે તેનાથી ખરાબ બીજી કોઇ ફિલિંગ નથી. તમને ખબર હોય છે કે તમને ઉંઘ નહી આવે તો તમારો બીજો દિવસ બગડશે, આમ છતાંય તમને આડાઅવળા વિચારો આવ્યા જ કરે છે. અને તમે રાત પડતા ઘસતા જ પસારો છો જો તમારી સાથે પણ આવુ થતુ હોય તો તમે પથારીમાં પડ્યા રહેવા કરતા આટલુ કરી શકો છો.

૧- ચિંતા કરવાનું બંધ કરો….

– અધ વચ્ચેથી ઉઠી જવુ એ ખૂબ જ સ્ટ્રેસફુલ બાબત છે આથી તમને આવતી કાલે ઉંઘના અભાવે તકલીફ થશે. તે વિચારવાને બદલે તમારે ઉંઘવુ છે એ વિચાર પર ધ્યાન કેન્દ્રિત કરો. આવી પોઝિટીવ થિન્કિગ રાખશો તો તમને થોડવારમાં ઉંઘ આવી જશે.

૨- ચોકલેટ મિલ્ક પીઓ

શાંતિથી એકલા ચોકલેટ મિલ્કના ઘૂંટડા ભરશો તો તમારો અડધો સ્ટ્રેસ ઓછો થઇ જશે રાત્રે ઉંઘ ઉડી જાયતો તમારી મોબાઇલ ફોન ચેક કરવાની ભૂલ તો ક્યારેય ન કરતા આમ કરશો તો લાંબો સમય તમને ઉંઘ નહિ આવે.

૩- લિસ્ટ બનાવો

જો છેલ્લા થોડા દિવસથી રાત્રે તમારી ઉંઘમાં ખલેલ પહોંચતી હોય તો તેનુ કારણએ પણ હોઇ શકે છે કે તમને કંઇક અંદર અંદર ખટકે છે. તો આ વિચારોનું લિસ્ટ બનાવો અને તેનું સોલ્યુશન શોધો.

૪- અલગ રીતે દિવસની શ‚આત કરવી.

તમારી રાતની ઉંઘ સરખી થતી ન હોય તો તમે દિવસની શ‚આત થોડી અલગ રીતે કરો જેમ કે સવારનો થોડો સમય ધ્યાન અને યોગા પાછળ કે હળવી કસરત પાછળ ફાળવો. આમ કરવાથી તમને દિવસ દરમિયાન પૂરતો શારિરીક શ્રમ પડશે તો રાત્રે પર પડતા વૈત જ તમને ઉંઘ આવી જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.