જામનગરમાં મહાનગર પાલિકાના ફાયર સ્ટેશને ચીફ ફાયર ઓફીસરના માર્ગદર્શન હેઠળ શહેરની કોવિડ અને નોનકોવિડ હોસ્પિટલના તબીબો, નર્સ, સિકયોરીટી, સફાઇ કામદાર સહિત 144 કર્મચારીઓને હોસ્પિટલોમાં આગના બનાવ સમયે ફાયર એક્સ્ટીગ્યુશર, ફાયર હાઇડ્રેન્ટ સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ આપવામાં આવી હતી. સાથે સાથે હોસ્પિટલોના વોર્ડમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાય રહે તે માટે આઇસીયુ અને જનરલ વોર્ડમાં શકય હોય ત્યાં સુધી વધારે બારીઓ ખુલ્લી રાખવા, હોસ્પિટલોમાં પડદા, બેડશીટ, વિગેરે ફાયર રીટાર્ન્ડટ મટીરીયલ વાપરવા સૂચના આપી હતી. ખાસ કરીને હોસ્પિટલોમાં આઇસીયુ વોર્ડમાં કોઇપણ જગ્યાએ સેનેટાઇઝરનો સંગ્રહ ન કરવા અને જાહેરમાં વોર્ડની બહાર રાખવા તાકીદ કરી હતી. હોસ્પિટલોમાં ઇમરજન્સી સમયમાં દરેક વોર્ડમાં બેટરી સંચાલિત લાઇટોની વ્યવસ્થા રાખવા, દરેક વોર્ડમાં એક્ઝીટ રૂટ માર્કર, સેફટીને સંબધિત ઓટો-ગ્લો સાઇન બોર્ડ લગાવવા સહિતની સૂચના અપાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.