‘ફાસ્ટેગ’ની સમસ્યા ઘરે બેઠા જ થઈ શકે છે હલ
દેશભરમાં કાર સહિતના વાહનોમાં ‘ફાસ્ટ ટેગ’ લગાવવાનું ફરજીયાત છે. ત્યારે વાહનમાં ફીટ કરાયેલ ‘ફાસ્ટટેગ’ નુકશાન થાય, ફાટી જાય કે ચોરાઈ જાય તેવા સંજોગોમાં શુ કરવું? તે અંગેની કેટલીક જાણકારી મેળવીએ.
આખા દેશમાં વાહનો પર ફાસ્ટટેગ લગાડવું જરૂરી છે. ફાસ્ટેગ કાર સહિતના વાહનોના આગળના કાચ પર લગાવવામાં આવે છે. આ ફાસ્ટેગ લગાવ્યા પછી જયારે વાહન ટોલ પ્લાઝા કે ટોલનાકા પરથી પસાર થાય છે ત્યારે ત્યાં રહેલા કેમેરા આ ફાસ્ટેગ વાંચી લે છે અને ટોલની રકમ તમારા ખાતામાંથી આપોઆપ કપાઈ જાય છે. આ પ્રક્રિયા થોડી જ મિનિટોમાં પૂર્ણ થઈ જાય છે.
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના નિર્દેશ મુજબ એક વાહન માટે ફકત એક જ ફાસ્ટેગ મળી શકે છે.
જો ફાસ્ટેગ તૂટી જાય નુકશાન થાય તો તમે સહેલાઈથી બદલી શકાય છે. આ ફાસ્ટેગમાં વાહન રજીસ્ટ્રેશન સર્ટિફીકેટ, ટૈગ આઈડી સહિતની બીજી વિગતો આપવી પડે છે. એવામાં એ બધી જૂની માહિતી આપીને ફરીથી ફાસ્ટેગ મેળવી શકાય છે.
ફાસ્ટેગ બીજી વખત કઈ રીતે મેળવી શકાય?
જો તમારૂ ફાસ્ટેગ ખરાબ થઈ ગયું હોય કે ફાટી ગયું હોય તો તમે પેટીએમ મારફત નવું ફાસ્ટેગ મેળવી શકાય છે. આ માટે તમારે રૂા.૧૦૦ ચૂકવવા પહે છે. તમે ઘરે બેઠા એપના માધ્યમથી આરસી તથા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર દઈ ફરી વખત ફાસ્ટેગ મંગાવી શકો છો.
ફાસ્ટેગ ગુમ થઈ જાય તો નાણાંનું શું થશે?
તમારી કાર કે વાહન ચોરી થાય તો જે તે બેંકની હેલ્પલાઈન પર ફોન કરી ફાસ્ટેગને બ્લોક કરી શકાય છે. વાહનનો કાચ તૂટે ત્યારે ફાસ્ટેગ ખરાબ થઈ જાય તો તમે કયાંય પણ બદલી શકો છો તેને બેંકકે ફાસ્ટેગ સેન્ટર પર જઈને પોતાના વાહનની આરસી અને દસ્તાવેજ દેખાડીને ફાસ્ટેગ લેશો તો કોઈ ચાર્જ આપવો નહી પડે. પહેલી વખત ફાસ્ટેગ માટે અરજી કરો છો તે સમયે એક ફાસ્ટેગ એકાઉન્ટ બને છે જે કાયમ માટે રહે છે. આ ફાસ્ટેગ ખાતાને ઓનલાઈન કે ફાસ્ટેગ એપની મદદથી જોઈ શકાય છે. એટલે કયારેય પણ ફાસ્ટેગ બદલવાના સંજોગોમાં જૂના એકાઉન્ટની વિગતોને ચકાસીને નવુ ફાસ્ટેગ આપવામાં આવે છે.
ફાસ્ટેગમાં રાખેલા નાણાંની મુદત કેટલી ?
કેટલાક લોકોના મનમા એવો સવાલ થતો હોય છે કે ફાસ્ટેગ કેટલો સમય ચાલશે? ફાસ્ટેગમાં રખાયેલા નાણાની મુદત અમર્યાદિત હોય છે એટલે કે ફાસ્ટેગ બદલવાની નોબત આવે તો એમાં પડેલા નાણાં નવા ફાસ્ટેગમાં તબદીલ થઈ જશે. ફાસ્ટેગને માય ફાસ્ટેગ એપ કે નેટબેંકીંગ, ક્રેડીટ ડેબિડ કાર્ડ, યુપીઆઈ, પેટીએમ અને અન્ય રીતે રિચાર્જ કરી શકાય છે. આવી રીતે ફાસ્ટેગ બદલાવી શકાય છે.