આધારથી સાયબર ક્રાઈમને મોકળુ મેદાન
કોઈપણ વ્યકિત તમારા આધાર નંબરથી બેંક ખાતાની વિગતો જાણી શકે છે!!!
તાજેતરમાં ‘આધાર’ની વિગતો છૂટથી સસ્તામાં અને તત્કાળ વેચાતી હોવાની વિગતો પ્રસિધ્ધ થઈ એ સાથે ફરી એક વાર દેકારો મચ્યો. યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ) તરફથી લાગલગાટ નકાર ભણવામાં આવ્યો.
આધાર કાર્ડમાં બે પ્રકારનાં ડેટા હોય છે. બાયોમેટ્રિક અને એ સિવાયની અંગત વિગતો બાયોમેટ્રિકસનો ડેટા સલામત છે. પણ બાકીનાં વ્યકિતગત ડેટાનું શું? આમાં ડેટાની સલામતીની જવાબદારી સરકારી વિભાગની નથી? મોટાપાયે દુરૂપયોગ માટે બાયોમેટ્રિકસ ડેટા (આંગળાની છાપ અને આંખની કીકીનું સ્કેનિંગ) જરૂરી છે. પરંતુ એ સિવાયના ડેટાની ચોરીથી પણ પીડિત આધાર કાર્ડ ધારકને ઠીક ઠીક હેરાનગતિ પહોચી શકે છે. આવા અમુક કિસ્સા પ્રકાશમાં પણ આવી ચૂકયા છે. આધારકાર્ડના મુદે સરકારી વિભાગ જેટલી સાવધાની રાખે તેટલી ઓછી છે. કેમકે દેશની ૧૨૫ કરોડ જનતાની અંગત વિગતોનીક સલામતીનો સવાલ છે.
ડિજિટલ ડેટાની સલામતીની ગેરંટી કોણ લેશે? જયારે આધાર કાર્ડની માહિતી સલામત ન રહે તો સ્વાભાવિક રીતે જ સવાલએ ઉભો થાય કે શું આધાર તમને ‘નિરાધાર’ બનાવી શકે છે? આધાર કાર્ડ ધારકોએ સાવધાન રહેવું જ‚રી છે. કેમ કે કોઈપણ વ્યકિત તમારા આધાર નંબરથી તમારા બેંક ખાતાની વિગતો જાણી શકે છે. ખાસ કરીને તમારા એકાઉન્ટો કઈ બેંકોમાં છે તે આસાનીથી જાણી શકે છે. આમ, આધાર કાર્ડ થકી જાણે સાયબર ક્રાઈમને મોકળુ મેદાન મળી ગયું છે. અત્યારે જે સીસ્ટમ યુઆઈડીએઆઈ દ્વારા સેટ કરવામાં આવી છે.
તે એક્ચોકકસ નંબર પર માત્ર એસએમએસ મોકલવાથી અને આધાર નંબર નાખવાથી કઈ કઈ બેંકો સાથે તેનું લિંક અપ છે. મતલબ કે કઈ કઈ બેંકોમાં જે તે આધાર કાર્ડ ધારકના ખાતાની વિગત મોબાઈલ સ્ક્રીન પર જ જોઈ શકાય છે આ તો સાયબરક ક્રાઈમને ‘આવાહન’ આપવા બરાબર છે. આનાથી તો આધાર તમને ‘નિરાધાર’ બનાવી શકે છે !!! નોર્થ અમેરીકન દેશ કેનેડાની એક એજન્સીએ પણ પોતાના રીપોર્ટમાં આધાર કાર્ડ અંગે સકારાત્મક ટીપ્પણી કરી નથી.