આગામી લોકસભાની ચૂંટણીમાં સત્તાની વૈતરણી પાર કરવા માટે કોંગ્રેસે ન્યાય યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ કોંગ્રેસે દેશના ૨૦ ટકા ગરીબ પરિવારોને વર્ષે ૭૨ હજાર રૂ. આપવાની જાહેરાત કરી છે. આ યોજનાને સાકાર કરવા માટે કેન્દ્ર સરકારને અબજો રૂપીયાની જરૂરીયાત ઉભી થવાની દર વર્ષે તેનાથી અર્થતંત્રને ભારે નુકશાન થવાની આર્થિકા નિષ્ણાંતો સંભાવના વ્યકત કરી રહ્યા છે. જેથી આ મુદે ભાજપ સમયાંતરે કોંગ્રેસને ભીડવીને આ યોજના શકય ન હોવાનો દાવો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના રાહુલ ગાંધીનું કહેવું છે કે તેઓ પોતાની ન્યાય યોજના માટેનું ભંડોળ ‘ચોર’ વેપારીઓના ખીસ્સામાંથી ખંખેરી, જરૂરીયાત પૂર્વક પરિવારો, મહિલાઓ અને ગરીબોમાં વિતરણ કરશે.
જોકે ચૂંટણી નજીક આવતા વિપક્ષોએ રાફેલનો મુદે ઉચકાવ્યો અને સરકારે અનીલ અંબાણી જેવા વેપારીઓને મદદ કરવા ઉંચા ભાવો લગાવ્યાનો આક્ષેપ વારંવાર કરી રહ્યા છે. ત્યારે સરકારે તે બાબતને તદન જુઠ સાબીત કર્યુ છે. પરંતુ ન્યાય યોજના અંગે કોંગ્રેસ વિશેષ કંઈ જાહેરાત કરી નથી. પરંતુ ચૂંટણી ઢંઢેરામાં ખાતરી આપી હતી. કે તેઅો અર્થશાસ્ત્રીઓ, રિઝર્વ બેંકના પૂર્વ ગર્વનર રઘુરામ રાજન, સાથે મળી લોક ઉપયોગી યોજનાઓ વિશે પ્લાનીંગ કરી રહ્યા છે.કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં ટેગલાઈન રાખી હતી કે ‘કોંગ્રેસ વીલ ડિલિવર’ એટલે જે ભાજપ નથી કરી શકયું તે કોંગ્રેસ કરી બતાવશે.