બ્રિક્સ સંમેલનમાં પીએમ મોદીએ આજે કહ્યું કે શાંતિ અને વિકાસ માટે બ્રિક્સ દેશો વચ્ચે પરસ્પર સહયોગ જરૂરી છે. વાત જાણે એણ છે કે પીએમ મોદીએ સીધી રીતે પાકિસ્તાન સમર્થિત આતંકવાદ અને ચીન દ્વારા તેને સમર્થન આપવા અંગે કોઈ ઉલ્લેખ તો ન કર્યો પરંતુ એક્સપર્ટ પીએમની આ ટિપ્પણી તે મુદ્દાની સાથે જોડીને જોવામાં આવી રહી છે. ચીનના શ્યામેન શહેરમાં થઈ રહેલા બ્રિક્સ સંમેલનમાં મોદીએ પોતાના સંબોધનમાં સુરક્ષાનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે એકજૂથ થઈને જ શાંતિ અને વિકાસના લક્ષ્યને પામી શકાય છે.
શું કહ્યું પીએમ મોદીએ
– બ્રિક્સ બેંકે વિકાસ માટે સહાય આપવાની શરૂઆત કરી છે.
– ગરીબી સામે લડી રહ્યું છે ભારત
– સફાય અભિયાન પણ ચાલી રહ્યું છે.
– વિકાસના કામ માટે નવી પહેલ, વિકાસ માટે યોગ્ય તાલમેલ જરૂરી છે.
– ભારતના જવાનો અમારી તાકાત છે.
– કાળા ધન વિરૂદ્ધ જંગ ખેલાઈ રહ્યું છે.
– આગામી દશકો ઘણો જ મહત્વનો છે.
ચીનમાં મોદી-મોદીના નારા
– ઈન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટરમાં ચીનના પ્રેસિડન્ટ શી જિનિંગે મોદીનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. આ બંને નેતાઓ વચ્ચે મંગળવારે વાતચીત થવાની શક્યતા છે.
– મોદીએ રાત્રે જ ઈન્ડિયન કોમ્યુનિટીના લોકોની મુલાકાત કરી હતી. આ દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘મોદી-મોદી’ના નારા લાગ્યા હતા.