- સમાધાનની વાત કરતાં હરિહરાનંદ બાપુએ એવું કહ્યું કે મૌખિક સમાધાન અમને મંજૂર નથી.
- “હું જીવું ત્યાં સુધી તમામ આશ્રમનું સંચાલન મારી પાસે છે” : મહંત હરિહરાનંદ
Junagadh News : જુનાગઢના ભારતી આશ્રમનો વિવાદ ફરી વકર્યો છે. લાંબા સેમીથી આશ્રમ બાબતે ગુરુ અને શિષ્યો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આશ્રમ બાબતેના વિવાદનો અંત લાવવા સમાધાન તરફ આવી રહ્યા છે. તેવા સમયે હરિહરાનંદ બાપુએ અમુક નિવેદનો આપ્યા છે.
મહંત હરિહરાનંદ બાપુશું આપ્યું નિવેદન?
સમાધાનની વાત કરતાં હરિહરાનંદ બાપુએ એવું કહ્યું કે મૌખિક સમાધાન અમને મંજૂર નથી. લેખિતમાં સમાધાન નહીં મળે ત્યાં સુધી સમાધાન મંજૂર નહીં થાય. શિષ્યો, સેવકો અને ટ્રસ્ટીઓ મારી સાથે છે.
વિવાદ શું હતો
ભારતી આશ્રમ સહિત અન્ય આશ્રમ પચાવી પાડવાનો વિવાદ હતો. ગુરુ હરિહરાનંદ અને શિષ્ય ઋષિ ભારતી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. “હું જીવું ત્યાં સુધી તમામ આશ્રમનું સંચાલન મારી પાસે છે” : મહંત હરિહરાનંદ