ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ દાખલ કરી જનહિતની અરજી
ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી આર.વૈકટરામનન્ અને લક્ષ્મણ સિતુરામન સહિત પાંચ લોકોએ જનહિતની અરજી બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, વિમા કંપનીઓ તમાકુ જેવી સ્વાસ્થ્ય માટે હાનિકારક ચીજ-વસ્તુઓમાં રોકાણ કરે તે કેટલું યોગ્ય છે. આ મુદ્દે કેન્દ્ર સામે સવાલો કરવામાં આવ્યા છે કે, એક તરફ વ્યસન નિયંત્રણ ઉપર કામગીરી ાય છે. બીજી તરફ જીવન વિમા કંપનીઓ જ સ્વાસ્થ્ય માટે હાનીકારક ચીજ-વસ્તુમાં રોકાણ કરી રહી છે.
આ જનહિતની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, યુનિટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા આઈપીસીમાં ૩૦.૨૫ ટકા હિસ્સો ધરાવે છે. જયારે લાઈફ ઈુસ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૧૬.૧૯ ટકા હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત પણ બીજી કંપનીઓ તમાકુ સહિતના ઉત્પાદન કરતી પેઢીઓમાં રોકાણ કરી કમાઈ રહી છે.
વધુમાં કહેવામાં આવ્યું છે કે, એક તરફ લોકોના જીવનને કવચ આપવા માટેની કામગીરી ાય છે તો બીજી તરફ લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક ચીજ-વસ્તુઓ બનાવતી કંપનીઓમાં રોકાણ કરીને નફો કમાવવામાં આવે છે. ખરેખર આ તદન અયોગ્ય બાબત છે.