હાલના સમયમાં લાઈફ સ્ટાઈલ દિવસે ને દિવસે બદલાઈ રહી છે ત્યારે સૌથી ભયંકર કોય પ્રોબ્લમ હોય તો તે સમાગમનો છે કારણકે આજની યુવા પેઢી માટે આ એક સામાન્ય બાબત બની ગય છે. પરંતુ આ બધુ કરવાથી ઘણા પ્રોબ્લમ થાય છે. તેમાં સૌથી મોટી પુરુસને સતાવતી ચિંતા હોય તો તે સ્ત્રીને ગર્ભ રહી જાય તેની સતાવે છે આને લીધી ઘણી વાર પુરુષ મનોમન હાર મણિ લેતા હોય છે. પણ આવું નથી સમાગમ કરતી વખતે જો તમે સાવચેતી રાખો તો આ બાબતોથી બીવું પડે નહીં.

પણ જો સમાગમ કર્યા પછી પ્રેગ્નન્સીની જાણ થયા તો પછી પણ શું સમાગમ કરવું જોઈએ…?

pregnancy 27પુરુષ અને સ્ત્રી બંને પોતાની મેરેજ લાઈફ ને પહેલા ઇંજોય કરવા માંગતા હોય છે. પરંતુ કોક દિવસ પુરુષ ની બેદરકારીથી તો કોક દિવસ સ્ત્રીની ભૂલથી ન બનવાની ઘટના ઘટી જતી હોય છે. પુરુષ અને સ્ત્રી બંને પોતાની લાઈફ અલગ અંદાજથી જીવવા માટે  દોઢ-બે વર્ષ સુધી બાળકની જવાબદારી ઇચ્છતાં હોતા નથી, પણ ઉત્સાહમાં એક વાર કૉન્ડોમ વાપરવાનું રહી ગયું હોય ત્યારે સ્ત્રી પ્રેગ્નેટ થાય છે.

 આવા સમયે શું કરવું જોઈએ…?

1416374753190

જો તમારી વાઇફ પ્રેગ્નન્ટ છે…. ખૂબ પાતળી છે….. અને તેનામાં લોહીની કમી પણ છે તો ડૉક્ટરનું કહેવું છે કે આ સંજોગોમાં તેને પૂરો આરામ આપવો જરૂરી છે. પ્રેગ્નેટ પહેલા સ્ત્રી ખૂબ જ રમતિયાળ અને ઍક્ટિવ હોય છે, પણ પ્રેગ્નન્સીની જાણ થયા પછી હવે સમાગમની ના પાડતી હોય  છે અને  કહે છે કે આવા સમયે બાળકની હેલ્થને ધ્યાનમાં રાખીને દૂર જ રહેવું સારું. શું આરામ કરવાનું કહ્યું હોય ત્યારે સેક્સ પણ ન કરી શકાય..?

ડોકટર આની સલાહ આપતા કહે છે કે, સામાન્ય રીતે પ્રેગ્નન્સીના પહેલા અને છેલ્લા ત્રણ મહિના ખૂબ જ અગત્યના હોય છે. આ મહિના દરમ્યાન સ્ત્રીના શરીરમાં પુષ્કળ માત્રામાં હૉમોર્નલ ચેન્જિસ થાય છે અને એને કારણે તેને મૉર્નિંગ સિકનેસ અને ડિપ્રેશન જેવાં લક્ષણો દેખાય છે. પ્રથમ ત્રણ મહિના દરમ્યાન બાળક ગર્ભાશયની દીવાલ સાથે જોડાઈને સ્થાયી થાય છે. વચ્ચેના ત્રણ મહિના દરમ્યાન હૉમોર્ન્સ સ્ટેડી હોય છે. છેલ્લા ત્રણ મહિના ફરીથી નાજુક હોય છે. જાતીય ચેષ્ટાઓ દરમ્યાન યોનિમાર્ગ અને પેડુના સ્નાયુઓમાં સંકોચન અને વિસ્તરણ થાય છે. એને કારણે બાળકની મૂવમેન્ટ પર પણ અસર થાય છે. સામાન્ય સંજોગોમાં પ્રેગ્નન્સીના વચલા ત્રણ મહિના પ્રમાણમાં સેફ ગણાય છે

પરંતુ જો ડોકટર પત્નીને આરામ કરવાનું કહ્યું હોય ત્યારે તો આવું જોખમ ન લેવું એ જ બહેતર છે. પત્નીની હાલત નાજુક છે ત્યારે તેની કે આવનારા બાળકની હેલ્થ પર માઠી અસર ન પડે એ માટે આટલો સમય કાળજી લો.

પ્રેગ્નન્સીમાં માત્ર પત્નીએ જ નહીં, પતિએ પણ માનસિક રીતે પત્નીને સાથ આપવો જોઈએ. તેના પેટમાં તમારું બન્નેનું બાળક ઊછરી રહ્યું છે. જીવનમાં આવો તબક્કો વારંવાર નથી આવતો. આ નવ મહિનાની પ્રક્રિયા તમારી પિતા બનવાની તૈયારીઓ છે એમ સમજશો તો સમાગમ નથી કરી શકાતો એ વાત બહુ ખૂંચશે નહીં, બલકે વધુ એન્જૉય કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.