બાળકના વજનથી સ્કુલ બેગનું વજન ૧૦ ટકા જેટલું જ હોવું જોઇએ, વધારે વજનવાળા સ્કુલ બેગથી બાળકોની ગરદન અને કમર પર પ્રતિકુળ અસરો થતી હોવાનો અભ્યાસ
ભાર વગરના ભણતરની વાતો આખી દુનિયામાં થાય છે. પરતુ શાળાના બાળકોના ખંભા પરથી દફતરનો બોજ ઓછો થતો નથી. વિજ્ઞાનિકોએ સુચિત કર્યુ છે કે બાળકોના વજનથી ૧૦ ટકાથી વધુ સ્કુલ બેગનું વજન ન હોવું જોઇએ. અને જે ટ્રોલીનો ઉપયોગ કરે છે. તેઓ માટે શરીરના વજનથી ૨૦ ટકાથી વધુ ન હોવું જોઇએ.
વિશ્વની સંસ્થાઓ દ્વારા ૧૦ ટકા અંગે કરવામાં આવેલા સર્વે અને આપવામાં આવેલા નિષ્કર્ષ મુજબ બાળકોના સ્કુલ બેગનું વજન તેના વજનથી ૧૦ ટકા વધુ ન હોવું જોઇએ.
ઇકોનોમીક જનલ્સમાં ૫૯ પ્રાથમીક શાળાઓના બાળકો પર કરવામાં આવેલા સર્વેમાં જણાવવામાં આવ્યું છે. કે દફતરના વજનથી બાળકની ગરદન અને કમર ઉપર પ્રતિકુળ અસર પડે છે.
સર્વેમાં બાળકોનું મુકત હલનચલન બોજ વગરનું ચાલવું દફતર ઉપાડવું ટ્રોલી ખેંચવી અને પોતાના વજનથી ૧પ અને ર૦ ટકાના વજનના સર્વેમા વૈજ્ઞાનિકોએ તારણ કાઢયું છે કે બાળકો માટે પોતાના વજનથી ૧૦ ટકા વધુ સ્કુલ બેગનો ભાર નુકશાનકારક સાબીત થાય છે.
વિજ્ઞાનીકોના મતે બાળકોના દફતરનો વજન શારીરિક અને માનસિક બોજ અને વિક્ષેપનું કારણ બની શકે છે.
આ અભ્યાસમાં પ્રાથમીક શાળા કે હાઇસ્કુલના વિઘાર્થીઓના ખંભે પોતાના વજનથી ૧૦ ટકા વધુ ભાર ઉચકયું ન જોઇએ જો ટ્રોલી બેગ હોય તો તેનું વજન બાળકના વજનથી ર૦ ટકા વધવું ન જોઇએ વજનદાર સ્કુલ બેગ બાળકો માટે નુકશાનકારક છે.