નાટક-ટીવીશ્રેણી-ફિલ્મોનાં વિવિધ  પાસાઓની વિવિધ સમજ-શિક્ષણ સાથે અનુભવો શેર કરતી કોકોનટ  થિયેટણની  ચાય-વાય અને  રંગમંચ શ્રેણીમા રંગ મંચ અને ફિલ્મી દુનિયાનાં દિગ્ગજ કલાકારો રોજ સાંજે આવીને  યુવા કલાકારોને માર્ગદર્શન આપી રહ્યા છે.

પ્રેક્ષકોને સેટની ડિઝાઈન ભલે ઓછી દેખાય, પણ કલાકાર દેખાવો જોઈએ

કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણી

અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ પર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો

છેલ્લા બે માસથી ચાલતી આ શ્રેણીમાં હાલમાં એકેડેમીક સેશન ચાલી રહ્યું છે. ગઈકાલે કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન 3માં સુપ્રસિદ્ધ સેટ ડિઝાઈનર સુભાષ આશર જોડાયા  જેમાં જેમનો વિષય હતો ’રંગમચ સાહિત્ય અને શિક્ષણ’ પોતાના વિષય  ’સેટ ડિઝાઇન – મારી યાત્રા મારા અનુભવો’ પર વાત કરતાં સૌ પ્રથમ આ લાઈનમાં કઈ રીતે આવ્યા એની વાત માંડી જણાવ્યું કે બાળપણમાં હું તોફાની હતો ભણવામાં રસ નહિ, પણ ડ્રોઈંગ સારું. અભિનયમાં પણ રસ ખરો, એક્ટિંગ સ્કૂલમાં ગયો જ્યાં આજના મોટા નામવંત કલાકાર મિત્રો પણ હતા. એક વર્ષનાં કોર્ષ બાદ મિત્રોએ જ મળી નાટક ઉભું કર્યું ’માણસ નામે ગુનેગાર’ જે બહુ ન ચાલ્યું. અખબારમાં એડ જોઇને કાંતિ મડિયાને અભિનય બાબતે મળ્યા અને એમના થકી છેલ પરેશ વાળા છેલ ભાઈનો સંપર્ક થયો. અભિનેતા બનવા તથા દરેક સાથે સંપર્કમાં રહેવા નાટકમાં બેકસ્ટેજ શરૂ કર્યું.

સાથે જ નાંદી એક્ટિંગ સ્ટુડિયોમાં જોડાયા, જ્યાં પ્રેક્ટિસ દરમ્યાન સેટ ડિઝાઇન કરી સેટનું મોડેલ બનાવ્યું. જે ગુજરાતના એક ફિલ્મ નિર્માતાને ખૂબ ગમ્યું જેમના થકી મને ફિલ્મમાં સેટ ડિઝાઇનનું કામ મળ્યું. સાથે બીજી ફિલ્મો કરી, કરિયર શરૂ થઈ. પિયુષ કુમાર નાઈટ્સના ઘણાં સેટ બનાવ્યા. નટખટ જયુના અડુકિયો દડુકિયો નાટકમાં સેટ બનાવ્યો. જે વખણાયો, સુભાષ ભાઈએ સેટ વિશેની પ્રેક્ટિકલ વાતો કરતા જણાવ્યું કે છેલ ભાઈના સહાયક તરીકે દરેક થિયેટરના સ્ટેજ અને સાઈઝનું જ્ઞાન મળ્યું. પ્રેક્ષકને સેટની ડિઝાઇન ભલે ઓછી દેખાય પણ કલાકાર દેખાવો જોઈએ એની સમજ કેળવી. ભાંગવાડી થિયેટરમાં સેટની સાથે કોમિક કર્ટનની સમજ મેળવી. સેટ ડિઝાઇન માટે  ઓબ્ઝર્વેશન અને કલ્પનાશક્તિ ખૂબ જરૂરી છે.

1973 થી આજ સુધી લગભગ 300 થી વધુ નાટકો, સીરીયલો,એડ ફિલ્મ્સ, ઈવેન્ટ્સનાં સેટ ડીઝાઈન કરી ચુકેલા, ગુજરાતી રંગમંચના દરેક નામાંકિત કલાકાર કસબી સાથે કામ કરી ચુકેલા  સુભાષ ભાઈએ એમની રંગમચ યાત્રાની ઘણી માહિતી ઉદાહરણો, ફોટોગ્રાફ્સ અને વીડિયો કલીપ દ્વારા પ્રેક્ષકોને આપી. સાથે જ નવા યુવાનો જે સેટ ડિઝાઇન અને સેટ બનાવવાનો શોખ ધરાવે છે એમને માટે જરૂરી ટિપ્સ આપી. સેટની  નાની નાની વાતો ઉદાહરણ સાથે..પ્રેક્ટિકલી દેખાડી જે દરેક કલાકારે અને રંગમંચ સાથે જોડાયેલી વ્યક્તિએ કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર જઈને જોવા જેવી છે.

ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે.  તો આજે જ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ ને લાઈક એન્ડ ફોલો કરો અને  આપના મનગમતા કલાકારને મળો આવનારા  કલાકારોમાં  દેવાંગ જાગીરદાર, દીપક ઘીવાલા, રાજુ દિવાન, ડો.આશુતોષ મ્હસ્કર, પ્રભાકર શુક્લા, અમિત દિવેટિયા, દિનકર ઉપાધ્યાય, ધર્મેશ મહેતા, વિપુલ શર્મા, મેહુલ સુરતીને જોવાનું ચૂકશો નહિ.

આજે સંગીત નિર્દેશક રૂમી બારીયા લાઈવ આવશે

IMG 20210630 WA0217

ગુજરાતી રંગભૂમી નાટકો-ટીવી શ્રેણી અને ફિલ્મોમાં  એક કલાકારનું નામ બહુજ જાણીતું છે. અને એ છે. રૂમી બારીયા કોકોનટ થિયેટરની ચાય-વાય અને રંગમંચ શ્રેણીમાં થિયેટરમાં સંગીતના મહત્વ વિષયક ચર્ચા સાથે  પોતાના અનુભવો આજે સાંજે 6 વાગે લાઈવ આવીને કરશે. ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનીત, ટ્રાન્સ મીડિયા એવોર્ડ વિજેતા  સંગીત નિર્દેશક રૂમી બારીયાને ત્રણ વખત ચિત્રલેખા નાટ્ય સ્પર્ધા વિજેતાનો એવોર્ડ મળેલ છે. ગુજરાતી  તખ્તાને સંગ આજની એકેડેમીક સેશનમાં રૂમી બારીયા અભિનય-દિગ્દર્શન અને સંગીત જેવા વિવિધ પાસાઓની છણાવટ કરશે. આજની આ શ્રેણીમાં રૂમી બારીયા પોતાની  છેલ્લા ત્રણ દાયકાના અનુભવો શેર કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.