કેવા મિત્રોનો સાથ જીવનભરનો રાખવો જોઈએ…???
તમારા માટે મિત્રતાની વ્યાખ્યા શું છે…???
મિત્ર એટલે એવો સંબંધ જેને આપણે નાનપણથી જ કેળવ્યો હોય છે, જે કદાચ એવી પાક્કી મિત્રતામાં પરિણમતી હોય છે જીવનભરનો સાથ બનીગયો હોય છે. પરંતુ આજે અહી એવી કોઈ વ્યાખ્યા કે પરિહાની વીટી નથી કરવી મારે જેમાં તમરો કે મારો મિત્ર સારો કે ખરાબ છે તો કઈ રીતે ખરાબ છે, અથવા તો સારો મિત્ર છે તો કઈ રીતે સારો છે. જે વાત આજે કરવી છે એના માટે મારે એક વાર્તા કાહેવી છે જેમાં મિત્રો તો બંને સારા છે પરંતુ માત્ર તેના વિચારોથી કેવી વિકટ પરિસ્થિતી સર્જાય છે તે સમજાવવું છે.
વાત છે એવા પતિ-પત્નીની જેના સંબંધો ખૂબ સારી રીતે નિભાવતા હતા. પરંતુ સમય રહેતા પતિના વ્યવહારમાં થોડા પરિવર્તનો આવ્યા જેને પગલે પત્ની ખૂબ ચિંતિત હતી કે શું મારાથી કઈ ભૂલ થઈ છે જેના કારણે મારો જ પતિ મારાથી દૂર થયી રહ્યો છે. વાત છે અશોક અને તેની પત્ની આશની. આશાને ખરેખર એ ચિંતા સતાવતી હતી કે અશોકને શું થયું છે? પછી તેને અશોકના ખાસ અને નાનપણના મિત્ર એવા અનિલ સાથે આ બાબતે વાત કરવાનું વિચાર્યું.
પરંતુ હજુ પણ એ બાબતે એ નિર્ણય નહોતી લઈ શક્તિ એટ્લે પહેલે તેને જાતે જ આ બાબતે શું કરવું એ માટે વિચાર્યું અને અંતે તેને એક દિવસ આશોકનો ફોન જોવાનું નક્કી કર્યું. નક્કી કર્યા મુજબ તેને અશોકનો ફોન ચેક કર્યો જેને જોતાં એવું કઈક સામે આવ્યું કે આશા સ્તબ્ધ થયી ગયી. તેને સમજણું જ નહીં કે આવું અશોકે એની સાથે કેમ કર્યું? તેનામાં શું કમી હતી કે આશોકે આમ આરીતે બીજી કોઈ સ્ત્રી સાથે સંબંધ રાખવાની જરૂરત પડી.
થોડા દિવસો તો આમને આમ જ તે વિચારતી રહી અને અંતે તેને અનિલ સાથે આ બાબતે વાત કરવાનો નિર્ણય લીધો, અને અનિલને મળીને તેને તમામ વાત કરી. આશાના આશ્ચર્યનો પર ન રહ્યો જ્યારે તેને એ ખબર પડી કે અનિલને પણ અશોકના આ અફેર વિષેની જાણ હતી. પરંતુ અનિલ તેને સમજવીને રોકવાના બદલે અશોકનો સાથ આપતો હતો, જેનું મુખ્ય કારણ માત્ર તેમની વર્ષો જૂની અને પાક્કી મિત્રતા હતી.
હવે આશાને એ નહોતું સમજાતું કે તેને શું કરવું જોઈએ? તેને પોતાની આ વ્યથા તેની બેસ્ટ ફ્રેન્ડ એવી રુચિને જણાવી, અને રુચિની પૂરતી સહાનુભૂતિ આશા સાથે હતી. આશા એટલી તો તાણમાં હતી કે તેને સમજાતું જ નહોતું કે એને શું કરવું? અશોક સાથે આ બાબત માટે કઈ પણ વાત કરવાથી કઈ ફાયદો નહોતો. કારણ કે એ બાબતે અનેક વાર આશાએ આડકતરી રીતે તેની સાથે વાત કરી હતી પણ અશોક કઈ જ સમજતો જ નહોતો.
છેલ્લે આશની હાલત એટલી ખરાબ થયી હતી કે તેને પણ અશોક સાથે એવું જ કરવાનું વિચાર્યું જેવુ અશોકે તેની સાથે કર્યું છે. મતલબ કે તેને પણ હવે કોઈ અન્ય સાથે સંબંધ જોડવો છે અને ત્યારે જ અશોકને તેની બેવફાઇનો ખ્યાલ આવશે. પરંતુ જ્યારે રુચિને આ બાબતની જાણ થઈ કે આશા આવું કઈક કરવાનું વિચારી રહી છે તો તરત જ તેને આશાને પહેલા તો સમજાવી કે આવું કઈ ન કરાય તારે તારો પરિવાર છે અને તેના વિષે તારે પહેલા વિચરવું જોઈએ. છતાં પણ આશા એ બાબતે હજુ પણ કઈ સમજવા તૈયાર નહોતી.
આ પરિસ્થિતિને જોઈ રુચિ એ પણ નક્કી કર્યું કે આશાને આવું તો કઈ જ નહીં કરવાદે કારણકે અત્યારે તે ગુસ્સામાં છે અને બીજું કઈ સમજી શકવાની હાલતમાં નથી. એટ્લે તેને આશાને ખીજયને કહ્યું કે તું આવું કઈ પણ નહીં કરે અને જો એવું કઈ પણ કરીશ તો ત્યારથી જ આપની મિત્રતાનો અંત આવશે. અને આશાને સમજાયું કે જે તે વિચારતી હતી તે ખરેખર ખોટું હતું અને તેને સમજણું કે એવું કરવાથી તેને અને પરિવારને જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવશે.
આ સ્ટોરી દ્વારા મારે જે વાત કરવી છે એ એવા બે પ્રકારના મિત્રોની છે જેમથી એક એવો છે જે માત્ર મિત્રતાને ખાતર તમારા ખરાબ કામમાં પણ તમારો પૂરતો સાથ આપતો હોય છે કે જેનાથી તમારા પરિવારને પછી ભલેને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે. અને એક મિત્ર એવો છે કે પાક્કી મિત્રતાને દાવ પર લગાડીને પણ તમારા પરિવાર અને તમારા માટે હમેશા સારું વિચારતો હોય, જેના માટે તમને કઈ પણ ખરાબ કામ કરતાં અટકાવે છે અને તેના વરવા પરિણામો વિષે સમજાવે છે.
તો હવે તમારે જ નક્કી કરવાનું રહે છે કે તમારા મિત્રની વ્યાખ્યા કેવી છે…???