અયોગ્ય માસ્ક તમારા સ્વાસ્થ્યને ખુબ ગંભીર અસર કરી શકે છે: અમેરિકન થોરેસીક સોસાયટી
કોરોના અને માસ્ક અંગે અનેકવિધ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે વોશિંગ્ટનમાં થયેલા નવા સંશોધનોમાં માસ્ક પહેરવાથી કાર્બન ડાયોકસાઈડ વાયુ શરીરમાં વધુ પ્રવેશે છે તેવું તારણ કાઢવામાં આવ્યું છે. માસ્ક પહેરવું એ હાલ ભારતમાં તો રાજકિય મુદ્દો બન્યો હોય તેવું લાગી રહ્યું છે પરંતુ જે તારણ હાલ અમેરિકન થોરેસીક સોસાયટીની જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે તે સ્પષ્ટપણે સંકેત આપે છે કે માસ્ક પહેરવાથી લોકોનું આરોગ્ય જોખમાય છે ત્યારે કેવા પ્રકારનું માસ્ક પહેરવું અને માસ્ક પહેરવાની પઘ્ધતિ કેવી હોવી જોઈએ તે ધ્યાને લેવું ખુબ જરૂરી છે. સમગ્ર વિશ્ર્વમાં જે રીતે કોરોના સંક્રમણ ઝડપભેર ફેલાઈ રહ્યું છે ત્યારે આરોગ્યતંત્ર ઉંધે માથે થઈ સંક્રમણને અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તંત્ર દ્વારા ‘માસ્ક પહેરીએ, સુરક્ષિત રહીએ’ નું સુત્ર પણ ભારતમાં જાહેર કરવામાં આવ્યું છે પરંતુ માસ્ક પહેરવાથી ગુમળામણ થાય છે તે બાબતને નકારી ન શકાય પરંતુ માસ્ક નહીં પહેરવાથી આપણી આસપાસ રહેલો વ્યકિત જો કોરોના સંક્રમિત હોય તો સંક્રમણ ફેલાવવાનો ભય રહેલો હોય છે. ઉપરાંત ભારતમાં અને ખાસ ગુજરાતમાં માસ્ક નહીં પહેરનારાઓને દંડ પણ ફટકારવામાં આવે છે. જયારે એકબાજુ વોશિંગ્ટનની અમેરિકન થોરેસીક સોસાયટી દ્વારા માસ્ક પહેરવાથી આરોગ્ય જોખમાય છે તેવું તારણ કાઢવામાં આવ્યું છે ત્યારે બીજીબાજુ ભારતમાં માસ્ક નહીં પહેરનારાઓને દંડ ફટકારવામાં આવે છે ત્યારે ખરેખર લોકો માસ્ક પહેરે કે નહીં તે અંગે મુંઝવણમાં મુકાયા છે. અમેરિકન થોરેસીક સોસાયટીના એમ.ડી. માયકલ કેમ્પોસ અને સહ લેખકોએ ગેસ એકસચેન્જ સાથેની સમસ્યાઓનું મુલ્યાંકન કર્યું હતું જેમાં તેમણે નોંધયું છે કે, માસ્કના ઉપયોગ પૂર્વે માનવ શરીરમાં જળવાતું ઓકિસજન સ્તર અને કાર્બન ડાયોકસાઈડના સ્તરમાં માસ્ક પહેર્યા બાદ ફેરફાર જોવા મળી રહ્યો છે. અગાઉ શરીરમાં જે રીતે બંને વાયુઓનું સ્તર જળવાય રહેતું હતું તે રીતે હાલ જળવાતું નથી. અમુક કિસ્સાઓમાં દર્દીઓને શ્ર્વાસ લેવામાં પણ સખત મહેનત કરવી પડતી હોય છે. દર્દીઓ શ્ર્વાસ લેવામાં તકલીફનો સામનો કરી રહ્યા છે તેવું પણ વૈજ્ઞાનિકોએ નોંઘ્યું છે. માસ્કના કારણે પડતી તકલીફો માટે સોસાયટીએ માર્ગદર્શીકા જાહેર કરતા કહ્યું છે કે, બંને ત્યાં સુધી ચુસ્ક માસ્કનો ઉપયોગ ટાળવો જોઈએ. હરહંમેશ માટે માસ્કને સહજ ઢીલુ રાખવુ જોઈએ જેથી શ્ર્વાસ લેવામાં કોઈજાતની તકલીફ પડે નહીં. ઉપરાંત અમેરિકન થોરેસીક સોસાયટીએ એવી પણ નોંઘ્યું છે કે જયારે આ કોઈ વ્યકિતથી અમુક અંશે દુર હોય ત્યારે માસ્ક પહેરવાની કોઈ જરૂરીયાત રહેતી નથી. ડો.કેમ્પોસે કોરોના સંક્રમણ અટકાવવામાં માસ્કના ઉપયોગનું મહત્વ પણ નોંઘ્યું છે પરંતુ કેવા માસ્કનો ઉપયોગ કરવો તે જાણવું પણ ખુબ જ ઉપયોગી છે. ડો.કેમ્પોસે સર્જીકલ માસ્કના ઉપયોગ ઉપર વધુ ભાર મુકયો છે અન્યથા જો સર્જિકલ માસ્ક ઉપલબ્ધ ન હોય તો ટુ-લેયર માસ્કનો ઉપયોગ કરવો તેવું પણ ડો.કેમ્પોસે તેના અહેવાલમાં ઉમેર્યું છે. ઉપરાંત સંક્રમણ અટકાવવા વારંવાર હાથ ધોવા તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવું પણ જરૂરી છે તેવું ડોકટર કેમ્પોસે નોંઘ્યું છે.