ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં તેને વિવિધ મુદ્દાઑને પત્રકાર સમક્ષ રજૂ કર્યા હતા. બાપુએ નીચેના મુદા આવરીને ખાસ ચર્ચા કરી હતી. ટૂકી પત્રકાર પરિષદમાં ઘણું જણાવી દીધું હતું.
- 24 તારીખે ગાંધીનગરમાં મારા સમર્થકોને મળીશ.
- ફક્ત મારા સમર્થકો જ હાજર રહેશે. મે કોંગ્રેસમાથી રાજીનામું નથી આપ્યું. સોનિયા ગાંધીને પત્ર લખી રાજીનામું નથી આપ્યું. હું ભાજપમાં જોડાવાનો નથી.
- ગુજરાતમાં આરએસએસ ભાજપનો પાયો નાખ્યો.
- હું સતાની રાજનીતિ નથી કરતો.
- આરએસએસએ મારી ઓળખ બનાવી.
- હું જનસંઘમાથી રાજનીતિમાં આવ્યો.
- હું સંઘર્ષની રાજનીતિ પસંદ કરું છું.
- અમે કિંગ મેકર હતા.
- મે શક્ય એટલું કોંગ્રેસને આપવાનો પ્રયત્ન કર્યો.
- હાર જીતનું ચક્ર ચાલ્યા કરે છે.
- હું સીએમ પદનો ઉમેદવાર નથી.
- ઉમેદવાર નક્કી કરવા માટે હોમવોર્ક કરવું જરૂરી.
- ઉમેદવારો અત્યારથી જાહેર કરવો જોઈએ.
- પદની અપેક્ષા વિના કોંગ્રેસ પક્ષમાં આવ્યો.
- કોંગ્રેસનો હું આભારી છું.
- મે સામેથી સરકાર છોડી હતી.