નાગરિકોના ડેટા ચૂંટણી દરમિયાન કઈ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે તે વિષય હંમેશા ચર્ચામાં રહ્યો છે. ડિજીટલ ડેટાના માધ્યમી અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનું શાસન આવ્યું હોવાના આક્ષેપ અવાર-નવાર થાય છે. ડેટાના માધ્યમી લોકોની માનસીક પરિસ્થતિ જાણી શકાય છે. લોકોના વલણનો અંદાજ લગાવી શકાય છે અને તેને મહદઅંશે ફેરવી પણ શકાય છે. ડેટાના માધ્યમી નાની ગણાતી આ પ્રક્રિયા દેશમાં નેતાને આપો-આપ લોકપ્રિયતા અપાવી દે છે.
ફેસબુક-કેમ્બ્રિજ એનાલીટીકાનું ડેટા લીકનું તરકટ બહાર આવ્યા બાદ કઈ ચૂંટણીમાં કઈ રીતે લોકોના ડેટાનો ઉપયોગ થયો તે અંગે પ્રશ્ર્ન ઉઠી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં લોકોની પ્રાયવસીમાં છૂટછાટ લઈને કરોડો રૂપિયા ઘરભેગા કરવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા છે. ફેક ન્યૂઝના માધ્યમી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયામાં કયાં યુઝર્સને કયો ડેટા બતાવવો તેવી ગોઠવણ કરવામાં આવી છે. કોઈપણ એક પક્ષની તરફેણ કરતા વ્યક્તિને તે પક્ષની સારી વાતો બતાવી અને તેની સામેના પક્ષની ફેક ન્યુઝની ખરાબ બાબતો બતાવવાના ષડયંત્રો ઘડી કઢાયા છે. કઈ સ્ટોરીને કેટલા વ્યૂસ મળ્યા કે લાઈક મળી તેના આંકડામાં પણ ઘાલમેલ થઈ છે. નેતાની લોકપ્રિયતા બતાવવા તેની પોસ્ટ ઉપર વધુ લાઈક બતાવવામાં આવી હોવાના તારણો બહાર આવ્યા છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ભિન્ન-ભિન્ન પ્રકારે ચૂંટણી કેમ્પેઈન ચલાવવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયામાં લોકોની પ્રોફાઈલ અને ગતિવિધિ ઉપરી અંદાજ લગાવી તેઓ કઈ વસ્તુને પસંદ કરે છે અને કઈ વસ્તુને નાપંસદ તે સહિતની વિગતો મેળવવામાં આવી છે. એકંદરે લોકોની માનસીક પરિસ્થતિનો લાભ ઉઠાવવાનો સંપૂર્ણ પ્રયત્ન સોશિયલ મીડિયામાં થયો છે. જેનો ફાયદો ચૂંટણીમાં ઉઠાવાયો હોવાની પુરેપુરી શકયતા હોવાનું ચર્ચાઈ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,