બાન હોલ ખાતે એશિયન ઈન્સ્ટિટયુટ ઓફ કવોલીટી ઈન્ડિયાના ડો.પરેશ કારીયાનો ‘એચઆરડી ઓડીટ’ વિષયે માર્ગદર્શક વાર્તાલાપ યોજાયો

કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા ટાટા કેમીકલ્સ લી.ના સહયોગી તાજેતરમાં બાન હોલ ખાતે એશિયન ઈન્સ્ટીટયુટ ઓફ કવોલીટી ઈન્ડિયા, અમદાવાદના ડાયરેકટર ડો.પરેશ કારીયાનો “એચઆરડી ઓડીટએ વિષયે માર્ગદર્શન વાર્તાલાપ કાઉન્સીલના પ્રમુખ હસુભાઈ દવેના અધ્યક્ષ સને યોજવામાં આવેલ હતો. કાર્યક્રમના પ્રારંભે કાઉન્સીલના ઉપપ્રમુખ ડી.જી.પંચમીયાએ કાર્યક્રમના વિષય ઉપર માહિતી તા વકતાનો પરિચય આપેલ હતો. કાઉન્સીલના પ્રમુખ હસુભાઈ દવે તા માનદ મંત્રી મનહરભાઈ મજીઠીયાના વરદ હસ્તે મુખ્ય વકતા ડો.પરેશ કારીયાનું પુષ્પગુચ્છી સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ હતો.

કાર્યક્રમના અધ્યક્ષ હસુભાઈ દવેએ તેમના પ્રાસંગીક પ્રવચનમાં જણાવેલ હતું કે એચઆરડી ઓડીટ દ્વારા કોઈપણ બિઝનેસ કે કંપની પોતાનું લક્ષ્ય પાર પાડી શકે છે. એચઆર ઓડીટ એચઆર મેનજમેન્ટનું પરફોરમન્સ અને ઈફેકટીવનેસ કેટલી છે તે દર્શાવે છે. કોઈપણ બિઝનેસના વિકાસ માટે તેના કર્મચારીઓ મહત્વનો ભાગ ભજવે છે અને તેનું મેનેજમેન્ટ ત્યારે જ સફળ ાય જ્યારે એચઆરડી ઓડીટ કરવામાં આવે.

કાર્યક્રમના મુખ્ય વકતા ડો.પરેશ કારીયાએ જણાવેલ હતું કે, બિઝનેસમાં કોઈપણ ચોક્કસ પરિણામ મેળવવા માટે કઈ સીસ્ટમ જ‚રી છે તે એચઆર ઓડીટ દર્શાવે છે. એચઆર ઓડીટનું ફોકસ એચઆર પોલીસી, પ્રોસીઝર, ડોક્યુમેન્ટ, સીસ્ટમ્સ આ બધી વસ્તુઓ પર રહેલુ હોય છે. એચઆર ઓડીટનો હેતુ કોઈપણ કંપની કે બિઝનેસના એચઆર વિભાગની મજબુતાઈ અને નબળાઈ જાણવાનો છે. કંપની કે બિઝનેસના સિનિયર કે મીડલ લેવલ મેનેજમેન્ટના કર્મચારીઓ અવા ક્ધસલ્ટન્ટસ આ ઓડીટ કરે છે. એચઆર ઓડીટ દ્વારા  કોઈપણ ડેટાને ઈન્ફોર્મેશનમાં બદલે છે અને તેના પરી યોગ્ય એકશન લઈ શકાય છે. એચઆર ઓડીટની મેડમાં ગ્રુપ ઈન્ટરવ્યું, ઈન્ડીવીજ્યુઅલ ઈન્ટરવ્યુ, વર્કશોપ, એનાલીસીસ ઓફ રિપોર્ટસ, મેન્યુઅલ, રેકોર્ડસ, પબ્લીક ઈવેન્ટ વિગેરે બાબતોનો સમાવેશ ાય છે. એચઆરડી ઓડીટ કંપનીના કલ્ચર સો ડાયરેકટ કનેકટેડ છે.

વકતા ડો.પરેશ કારીયાએ વધુમાં જણાવેલ હતું કે, કોઈપણ બિઝનેસની સફળતા કે નિષ્ફળતા તેના કસ્ટમર પર આધારીત છે. એ પણ એચઆરડી ઓડીટનો એક ભાગ છે. કોઈપણ બિઝનેસ કે કંપનીનો સૌી અગત્યનો વિભાગ એચઆર છે. એચઆરડી ઓડીટ એ એચઆર વિભાગનું કટ્રકચર, સ્ટ્રેટેજીસ, સીસ્ટમ્સ, સ્ટાઈલ, સ્કીલ્સ અને કલ્ચર આ બધી બાબતોનું મુલ્યાંકન કરે છે. એચઆર મેનેજમેન્ટ અને એચઆર ફંકશનમાં વિશ્ર્વાસ ઉત્પન્ન કરવાનું કામ એચઆરડી ઓડીટ કરે છે. આદિત્ય બિરલા ગ્રુપ, એલ એન્ડ ટી, ગુજરાત ગેસ, એપોલો ટાયર્સ, ભારત ઈલેકટ્રોનીકસ જેવી મોટી મોટી કંપનીઓ એચઆરડી ઓડીટ કરે છે.

કાર્યક્રમમાં કાઉન્સીલની ગવર્નીંગ બોડીના સભ્ય ડો.નિમેષ રાજપૂત, નિવૃત ડેપ્યુટી લેબર કમિશનર વી.કે.શાહ, એસબીઆઈના નિવૃત ચીફ મેનેજર પ્રહલાદભા, ગોહેલ, હરિભાઈ પરમાર તા એચજે ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી., મીરેકલ ક્ધસલ્ટન્સી, ઈપીપી કમ્પોઝીટસ પ્રા.લી., એકસપ્રેસ ઈલેકટ્રો એલીવેટર્સ કંપની, પ્રોજેકટ લાઈટ તા વિવિધ કંપનીના અધિકારીઓ તેમજ સનશાઈન કોલેજ અને ગીતાંજલી કોલેજ તા અન્ય કોલેજના વિર્દ્યાીઓ ઉપસ્તિ રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.